શનિવાર, 29 માર્ચ, 2014

માફ કરજો


જનાજા માં બાંધે તેમ બાંધી દો હવે...
હાડ-માંસ થી યાદો અલગ થઈ રહી હવે...
બ્રેકેટ્સમાં જીવાય જિંદગી રહી રહી હવે....
ટ્રાયફોલ્ડમાં બટકી જિંદગી રહી રહી હવે.....
----રેખા શુક્લ

રોજ ખેંચ-તાંણ નસો કરે.... વસાવી વસાવી વણાયું છે હ્રદયમાં નામ તારું !!
ચળાઇ જાય, ચણાઇ જાય, ભળી ને તણાઈ જાય ત્યારે કળાઈ જાય નામ તારું
---રેખા શુક્લ
માફ કરજો જો ભુલાઈ જાંઉ હું મારાથી...દોસ્તી તો યાદ રહી જશે 
આપ સર્વેથી...

ઇન્ડીયામાં ટાકો-બેલ હોય તો?


ઇન્ડીયામાં ટાકો-બેલ હોય તો?
બે પ્લેટ ભેળ ને એક પ્લેટ પાણીપૂરી જો તેમાં વેચાય તો?
બાળપણમાં આવતો શંકર આવી વાસણ સાફ કરી જાય તો?
નીલકંઠ મહાદેવ રસ્તામાં ફૂલની દુકાન હસ્તામાં મળી જાય તો?
લક્ષ્મી ના કેહવાય કાંત  પણ હસ્તા હસ્તા અડી જાય તો????
ન્હાની વય ના ભળ્યા મહેશ પાછા આવી મળી જાય તો???
લવ કોંકર્સ ઓલ એમાં ઘડપણના દર્દ આવી જાય તો????
-----રેખા શુક્લ

ડાયવર્જંટ


ડાયવર્જંટ મુવી જોયા પછી--
મેઝ માંથી રોજ પસાર થાય જિંદગી અહીં
પાછળ વળી જુઓ તે પેહલા આગળ ખુલે દરવાજો
 ને પાછળનો બંધ કાયમ માટે થાય અહીં
અંજાન રાહ પર કદમ ફીયરલેસ પાડી રોજ ભગાવે જિંદગી અહીં
રોજબરોજ ભંગાવી ને રોજ રોજ ભાગે જિંદગી અહીં
-----રેખા શુક્લ