ગુરુવાર, 7 નવેમ્બર, 2013

શબ્દોના અડપલાં સહું છું



હું કયાં લખું છું હું તો શબ્દોના અડપલાં સહું છું
અટકતા ખટકતા ધીમી ડગલીઓ માં ભમું છું

નયન થી પત્તા ફરે બુક માં તપે આંસુ વહુ છું
લખું કે વાંચુ અરથ થઈ અક્ષર વચ્ચે ભમું છું

ટાંચી પથ્થર કોતરી, ખોદાઇ જો કઈ કહું છું
ધડકન બંધ કરતી લાગણીઓમાં જો ફરું છું

તું આવી ભુલો પડ્યો સમજમાં ગુંચવાયો છું
હસ્યા કરે જખ્મોં, બીજાના ગુન્હેં જો સરું છું 
---રેખા શુક્લ

રેર બિટ્સ છે કવિતા...


ધીમે ધીમે વાગે ચાહી લે તુજ જાત માંગુ છું !!
મન ગાવું હો તે ગા મનના પગલાં માંગુ છું !!
વસંત પાસે થી પી શકુ હા અમ્રૄત માંગુ છું !!
દિલ કાંચ આરસી લૂંછુ અંતરપટે આંખ માંગુ છું.
--રેખા શુક્લ

મૂડી લોહીની ધાર


છે મહોબતના સવાલો ને હું શું ભરું
મૂડી લોહીની ધાર નાહક નક્શા ભરું
વતની યાદનો શબ્દોત્સવ ને કૈં ભરું
સમાધાન સંકલ્પ વિણ વ્યથા ને ભરું 
--રેખા શુક્લ

લીસ્ટ


અદભૂત શબ્દે લીસ્ટ કર્યુ
ગુલાબી સપને લીસ્ટ ભર્યું
આંખ લૂંછીને લીસ્ટ ધર્યું 
સાંતાક્લોઝ નું લીસ્ટ ફર્યું 
--રેખા શુક્લ

સાજન


નાનો ટૂંકો ઢાળ લાંબો 
ખુબ ઉંચે થી ગબડાવતો 
નાચે પાયલ ઘમ્મર ઘાઘરી
ચોળી ઘુંઘટ ભરમાવતો
કીચુડ કીચુડ તારી મોજડી
ધકધક હૈયે ચંપાડતો !
---રેખા શુક્લ

ઘુંઘટ બાંધણી પાટલી લહેરીયું બાલમ તું શરમાવતો
હસી હસાવી પાસે સરકી સાજન મુજને તું ભરમાવતો
--રેખા શુક્લ

ચલ હટ... જારે


લટકી નાર જો ઘુંમટો તાણી
ડાકળી તારી પહોળી ભાળી, 
છમછમ નાર નવેલી ચાલી
ઘકધક હૈયે વાણી તુજ સુકાણી,
પકડે હાથ લઈ હાથ જરા તો
તુજ મુંખે તો પરસેવો ભાળી, 
ચલ હટ... જારે પાસ ન આરે
મશ્કરી ન મર્દાનગી જાણી, 
વાક્છટે નાર જાય જીતાણી
----રેખા શુક્લ