શુક્રવાર, 30 માર્ચ, 2012

શોધવા મારામાં મોહન મળે..!


સુખની લકીર શોધતી...આંબા ડાળે કોયલ કરતી કુ કુ કુ
ધનીક ફકિર ને શોધતી... લીંબડે બેઠી ચકલી કરતી ચીં ચીં ્ચીં
રણમાં ગોતે ખમીર ઝાંઝ વાનું..  ચબુતરે કબુતર કરતાં ઘું ઘું ઘું
મૌનમાં થાય આરપાર તેવા તીરની શોધે પંખ પ્રસારી મયુર ટહુકે
નીકળો ગોતવા કબીર ને.. મળે કબર ને કફન ગલીઓમાં
ઉગી હોય જેમા તારી સુગંધ તેનુ નીકળવું શોધવા મારામાં 
જીવન ઝરમરે ડાળખે કા-રણ વગર મળે.. મંજુરી મળે
ટેકરી પરનુ સાંત્વના દેતું ...શહેર મળે..નિશાળ  મળે
સાચવેલા સોનેરી દિવસો દફ્તરમાં મળે..અજાણ્યું સગપણ  મળે
ખોવાયેલા વર્ગ-ખંડે આશિક હ્રદયની પહેચાન  મળે..જુઈની વેલ  મળે
આખો સુરજ લઈ ને રમવા નીકળે તેવી કોઈ  સાંજ  મળે...સ્નેહી મળે
શ્રીફળ વધેરું.. પુષ્પો પાથરું.. જમુના ને કાંઠે તું મળે...મોહન  મળે
-રેખા શુક્લ(શિકાગો)

સોમવાર, 26 માર્ચ, 2012

નહેરૂચાચા નો નકશો...!


પાડ્યા કરે પગલાં શ્વાસના, આભમાંનો એ રસ્તો
બોલે ચરખો, પેન-પાટીએ સુરજ કવિતા લખતો

ચાંદ બન્યો છે શિક્ષક તોયે, લોલી-પોપ ચગળતો
સળગતા વ્રુક્ષોના, નારંગી બર્ફ-ગોળાઓ ધરતો

વારંવાર હસાહસમાં, પ્રાસાનુપ્રાસ ઝટ ભેળવતો
વાછરડા ને વ્હાલ કરીને, મોહન માખણ ખાતો

ભાતભાતના ફુલોનો, વણાંક વાળો ત્યાં રસ્તો
રસ્તાને છેડે માનવી, રૂડા રમકડાં લઈને ફરતો

સરખા અકબંધ પગલાંની, રંગોળીને ચુમતો
હિંદનો નક્શો નાનકો, આશિષો ફરી વરસાવતો
-રેખા શુક્લ(શિકાગો)

રવિવાર, 25 માર્ચ, 2012

ડોલરના કેટલા ભાગલા પડે?


ટેક્સ ને ઇન્સ્યુરન્સ ના ફાળે મોટા ભાગના ભાગલા
રૂસ્તમજી કરે વિચાર ડોલરના કેટલા ભાગલા પડે?
પ્રોપર્ટી, કાર, મેડીકલ, લાઈફ, કે પછી દવા-દારૂ
કયો ભાગ હું કમાયો ડોલરનો મારે ભાગે..??
ચુંસી લે લોહી મારું ને ફેંદી નાખે પુરુ શરીર
બિલોના થોકડા વચ્ચે ડો. ની ગોળીઓ તાકતી રહે
રૂસ્તમજી કરે વિચાર ડોલરના કેટલા ભાગલા પડે?
પારવગરના કામો વચ્ચે જીન્દગીને સજા મળે
શું મ્રુત્યુએ જઈ દીધો પડકાર તે છુટકારો ના મળે?
ટીકુર ટીકુર તાકતો સમય સૌને મળતો રહે
બને સાક્ષી બધે છતા પીછો કોઈનો ન છોડે
હિસ્સામાં બસ સુખ-દુઃખ ઝોળીમાં વેરતો રહે
દઈદે સજા પર સજા કદીએ પાછો ન જ પડે
રૂસ્તમજી કરે વિચાર ડોલરના કેટલા ભાગલા પડે?
-રેખા શુક્લ(શિકાગો)

સ્વપ્ના સુહાના...!


માસુમ છે મૌસમ ઘાયલ પરવાના
        સુણાવી કહાની દિલ ને રડાવાના
રંગીન સ્વપ્નાના પડછાયા મજાના
        જાગે મરે છે અહીં સ્વપ્ના સુહાના
અંજામ અહીંના અહીં રહી જવાના
       રૂપાળી જુવાની ને રોતી જોવાના
પડછાયા પાછળ લાગ્યા રહેવાના
      હસાવી રડાવે અહીં સ્વપ્ના સુહાના
               -રેખા શુક્લ(શિકાગો)

શનિવાર, 24 માર્ચ, 2012

આ શીશા એ સહેવાનું...!!


ટુકડે ટુકડા ભાંગતા રહે ને જીવતા રહેવાનું
શીશાઓ દંગ ઉભા જોતા ને ભાગતા ફરવાનું

શીશામાં જોંઉ હું મને તારે નજરમાં રહેવાનું
લોહીમાં સુરજ કદી ન ઉગે પ્રખર બળતા રહેવાનું

શીશાની નજર મળે શીશામાં પ્રતિબિંબમાં સહેવાનું
દિલના ડાબલે ઢ્બુર્યા શ્વાસો અડઘું કહી ઝુરવાનું

ગુંગળાતા શબ્દોને ઠોકરે ઘડાઘડ ગબડવાનુ
પરોઢનો વાયરો મુંઝવે ઝરમર ઝરમર સહેવાનું

શીશાના ઘરોમાં શીશાનું તસવીરમાં પડવાનું
અડબંગ તોડે શીશાને બળ્યું કૈં પક્ષે ઝુકવાનું

શ્વાસ નશ્વર થઈ, રોજ  તો  કૈં હોય મરવાનું
ઇશ્વર આવે ભીતર, જીવે છિપલામાં તરવાનું
-રેખા શુક્લ(શિકાગો)

શુક્રવાર, 23 માર્ચ, 2012

મુસાફર છે આદમી..!!


વ્હાલો સર્જનહાર વિશ્વની લીલા નિહાળે પર રહી
સુક્ષ્મતા-સંયમતા વિરાટ આકાશગંગે મળે નહી
માટીના મારા સ્વપ્નાંને ભીંજ્વા આવે વર્ષા અહીં
મુસાફર છે આદમી તોય કેમ બંદીવાન છે અહી
ભાતભાતના નિતનવા અવનવા ઘેંટા બસ અહી
ભાગવાની ઇંતજારી એકના એક સ્ટેશન મહી
સ્ટેશનો ઉતરી-ચઢતી ભાગતી જીન્દગી અહી
કોણ મળેકેટલો સમય કેમ ગુજારશે અહી
નવાંગતુકના પડછાયાની હઉકલી સતાવે અહી
ઠાંસી-ઠાંસીને એક  ડબ્બેએક જગ્યામાં કહીં
એક ઘરમાં ને એક દુનિયે ભરાણા છે સૌ અહી
છુપાવે એકલતા નેટ પર ભાન ભુલીને અહી
"ગુગલ" ને "સ્કાઇપપરથી "ક્લાઉડ" મહી
મુન ને માર્ઝ પર લટાર મારીને આવે અહી
મ્રુત્યુ પછીય મુસાફરી  કરતો મુસાફિર અહી
 કોઈ રંજ  કોઈ તૃષ્ણા થાકેલા સપના મહી
તટસ્થ આત્મા ઘુમે ધ્રુજતો-ધ્રુજતો મુસાફીર મહી
-રેખા શુક્લ(શિકાગો)

શુક્રવાર, 9 માર્ચ, 2012

પાણી જ પાણી....!


રૂસ્તમજી કરે  વિચાર...
જ્યાં જોંઉ ત્યાં બસ પાણી જ પાણી
જો રંગમાં મિલાવો તો રંગીન પાણી
બેહકાવે પનિહારી, આંખ માં વસે પાણી
બર્ફ પાણી, વરસાદ પાણી, નદીયે પાણી
ગ્લાસ-બાલ્ટી-વાદળે હો કે દરિયે પાણી
બેપ્ટાઈઝ કરવા માટે હોલી વોટર...
અભિષેક હો કે વ્રુક્ષને જોઈએ પાણી
મરતા સમયે ગંગાજળ નુ પવિત્ર પાણી
અરે મર્યા પછીએ મળે "રાખ" ને ગંગાનુ પાણી
 -રેખા શુક્લ(શિકાગો)

સપ્તરંગી…..!!!


કાળું ભમ્મર વાદળું આગાહી કરતું આવ્યુ...
ઝરમર ઝરમર સાથે ટપ ટપ ફોરા લાવ્યું...
ઝરણાંમાંથી  કુદતું ધડબડ ધડબડ ભાગ્યું....
ખળખળ વહી ભળે નદીમાં આકુળવ્યાકુળ આવ્યું..
વિશાળ દરિયે મળ્યું ખુશીમાં મોટું વ્હાલ આપ્યું...
સફેદ ગાલીચો સ્નોનોસસલાંએ પગલું પાડ્યું...
ગચિયું પાણીનું લઈ હાથમાં સ્નો-બોલ બનાવ્યું...
પુજારી-ચાચાએ દીધું આચમન તેય યાદ આવ્યું...
સ્થિર બાલ્ટીમાં બેઠું નળ માંથી ગટ-ગટ આવ્યું...
સપ્તરંગી  હોળી-પર્વમાં પ્રેમના રંગે તારે રંગાવું...
બનું તારી રાધા સાજન જો મોહન તારે થાવું...
-રેખા શુક્લ(શિકાગો)

શુક્રવાર, 2 માર્ચ, 2012

વાવાઝોડું ઉઠે વંટોળ લૈ વિચારનું વમળ...!!!


અધરે ઝુલતા પ્રશ્નો ના કેમ નથી હોતા જવાબો?
સાચું બોલવું કેમ કે જુઠું બોલવું તે પાપ છે....
ક્રુત્રિમતા દેખાડી ને તોય ડીપ્લોમેટીક બનવું ?
સડા હક્ક ઐથે રખ્ખ...!! નિયમ કેમ બદલાતા રહે?(રોક સ્ટાર)
નેચરના રક્ષક  નેચરના ભક્ષક કેમ રહે?
પ્રેમ-ધરમ-ને કર્મ નું ફળ બધા માટે કેમ  રહે?
આશુતોષ પર્વત પર ગંગાને શિર પર ધારી રહે?
પાર્વતીજી બેઠા પુત્ર ઝુલાવે ગણપતિ નાનેરું બાળ રહે?
મગરૂર અને મહાપાપી ને વરદાન કેમ મળતા રહે?
સંતાપના વમળે ડુબવા ને લઈ ઝુલતો પતંગ રહે?
સંવેદના ને હર્ષની ઉજાણી ની નાનકી ડાયરી રહે?
વિપતના વાદળા-સંઘર્ષણ ની વિજળીની ડીક્ષનેરી રહે?
ડુબાડી દે ફુલડાં જગતના કેમ પથ્થરો તરતા રહે?
વિશ્વ શાંતિ ઝંખે છે એના નામે દંગા કેમ થાતા રહે?
દ્રષ્ટાંત નો ફોટો મ્યુઝિયમમાં અકબંધ ફ્રેમમાં મળે?
સાચવી રાખવા કુમળા રિશ્તા ક્યારેક તો સમય મળે?
શ્રધ્ધા ને ભક્તિ આલિંગન મનોમન ક્યારેક તો ફળે?
હંસલા ને બગલા નદી કિનારેબંધ પાર્કમાં મજા મળે?
ત્રિવેણી સંગમ નો મળે સમન્વય તેવો બસ આભાસ મળે?
સુરક્ષિતસુંદરતા ને સૌમયતા તો ક્યારેક અહીં સળવળે?
છુંદાયકરમાય ને લુંટાઇ જાય બાળ-પણ ભડકે બળે?
નશામાં ધુત યુવાન પૈસા ખંખેરે ક્યારેક તો કળ વળે?
તુ દુર છે કે પાસ હું ક્યારેક તને અરિસો મળે?
ઠંડાગાર બરફમાં બધું ખોવાઈ જાય જ્યારે તું મળે?
કહે ને ક્યાં છે તું..? ક્યાં મુજને મળે?
વ્રુંદાવનમાં કે મથુરામાં કહે છે સૌ કે અહીં મળે?
નજરું  થાય બંધ તે પેહલા જોવું છે તું મળે?
નજરું નહીં મળે તો અહલ્યા  અહીં મળે?
અવિનાશ ચારેકોરસ્વર્ગ પ્રુથ્વી પર મળે!!
-રેખા શુક્લ(શિકાગો