શનિવાર, 25 ફેબ્રુઆરી, 2012

મટકું..!!

તરફડાટ ને તરફડાટ માં થૈયા થૈયા ગાગર
રાધીકા ની રંગભીની પાનીનું થાંઉ ઝાંઝર...

કાનુડો રમેલ જ્યાં રાસ ધુળની થાંઉ રજકણ
ઉઝરડાથી શબ્દોમાં પ્રવેશે આગ મણ મણ..

ચમક્યું ચણોઠીના ઢગલે ઝાંઝરિયું પળ પળ
સ્વપ્નાં ખરે ડરું છું મારું મટકું પળ પણ..
-રેખા શુક્લ(શિકાગો)

કાળજાની વાતો..

ગાંઠ થી છુટી કરી કાળજાની વાતો
ખુલી કિતાબે અર્ધનયનને વાંચે રાતો

પકડાપકડીમા રહે શેખચલ્લીની વાતો
સાચો રંગ મેંદીમાં છુપો લપાઈ જાતો

પવન ગુલાબને અડપલા કરી કરી વા'તો
છેડ્યાનો ઉમંગ એને હૈયે તો મા'તો
-રેખા શુક્લ(શિકાગો)

રિશ્તોંકી દુનિયા...

નદીયાં ગહેરી, નાવ પુરાની,
રિશ્તોંકી દુનિયા ફિરસે ભારી,

બિસ્તર, કમ્બલ, સાંવલી સુહાની,
સીતા-ગીતા સબ કહાની સારી,

ગલિયાં-ચોબારાં કી વો રૂહાની
રૂહ સે રૂહ કબસે થી હમારી,

આંગન દુલ્હન ઔર જંગલી જવાની,
ક્યું અબભી બિકે બાઝારમેં નારી?
-રેખા શુક્લ(શિકાગો)