રવિવાર, 20 માર્ચ, 2016

ગગનેથી

મઘમઘતું ફોર્યું ગગનેથી, થનગનતું ગુનગુનતું ગગનેથી 
સરસર સરક્યું મસ્તીથી, સૂવાળું ચેતન દડદડયું ગગનેથી
કેસરીયાળી લાજ કાઢી, વાદળીની પાલખી આવે ગગનેથી 
લપક ઝપક રૂમઝૂમતું, ગેબી નારે મદમાતું ટપકે ગગનેથી
તીન તાલી ના તાને, ઠુમક ઠુમક ઠેસ લઈ નાચ્યું ગગનેથી 
ગૂપચચુપ ગૂપચુપ ગપશપ થઈ, મેઘઘનુ રંગોમાં ગગનેથી
તારા મઢેલી રાતડીની ઓઢળી છોડી મદમસ્ત ચાલ્યું ગગનેથી 
આભને ઝરૂખે હીંચે રમતિયાળું, પાડે ગુલાબી પગલાં ગગનેથી
----રેખા શુક્લ