રવિવાર, 24 માર્ચ, 2013

ફેસબુકે "ફેબરીયા""હું" નો પડછાયો આઘો પાછો
કુમળા તડકે ના'નો વ્હાલો
મોટો મોટો, મોટો ખોટો
થાતો ના'નો ના'નો ઈ ક્ર્મ "જીવ" નો
--રેખા શુક્લ
સિલેક્શન થઈ રહ્યું છે નાપાસ ના થવાય જો
એકનોએક થૈ અલગારી પાસ થઈ જવાય જો
--રેખા શુક્લ
તારિખિયું ખોવાણું કોઈને છે ભઈ દેખાણું ?
મંદિર-મુર્તિ પતંગ-મિઠાસ સંધુયે સમાણું ?
ફેસબુકે મામા-ફોઈ ભાળું લે મુખ મલ્કાણું?
કાચીકેરી ને પાકી ના સુંડલે યાદ નું ગાણું ?
ખોવાયેલું ફરી ખોવાણું વાહ થઈ લટકાણું ?
એફ્બી ના રવાડે તારિખિયું જઈ ખોવાણું ?
----રેખા શુક્લ 
કોલેરા ને મેલેરિયા, હજુ ગયા નહીં ત્યાં લવેરિયા 
ચારેકોર જો કિડીયારા, ટપક્યાં લ્યો સાવરિયાં
પરણિયાં તો ય બાવરિયાં પધાર્યા પાછા મરણિયાં
નથી છુટતો કેમે? લાગ્યો સૌને થઈ  "ફેબરીયા"
---રેખા શુક્લ