બુધવાર, 31 ઑક્ટોબર, 2012

શોભાવે....


કંકુમાં પાણી પડે ને અસ્તિત્વ ને શોભાવે તેટલે પ્રેમ
જગત અને માનવ જીવે ચિત્તની અનોખી વ્રૂત્તિ નો પ્રેમ
છટકણાં સૌંદર્યને પકડે પ્રેરણા લઈ સ્ફુર્તિ નો પ્રેમ
-----રેખા શુક્લ
ઘાસ શોધે પ્રુથ્વી પર સહચાર તો
વ્રુક્ષ આદરે શોધ આકાશે એકાંત...
----રેખા શુક્લ
ક્ષણમાં જીવે માનવી ક્ષણને જીવાડે કવિ
હ્ર્દયગમ્ય સત્યના આલાપે કાવ્ય ગૈં કવિ
ભુલાવે બાહ્ય જગતને પાગલ પ્રેમી કવિ
ભુલે ભાનસાન ને અસ્તિત્વ પ્રેમે કવિ
----રેખા શુક્લ 
પાળેલા કબુતરા ને ચણ મળે અહીં
ફેસબુક ના ચબુતરે પંખીડા મળે અહીં
----રેખા શુક્લ

મંગળવાર, 30 ઑક્ટોબર, 2012

આફ્ટર શોકે સેન્ડી શુ શું લઈ જશે???

આફ્ટર શોકે સેન્ડી શુ શું લઈ જશે???
અમન ને ચમન તારી માફક છેતરી જશે

સુંવાળા સ્પર્શે કરી પ્રેમે ઝખ્મો ભરી જશે
અધુરા મુલાયમ સંબંધોમાં જ છળી જશે

ક્યાંથી હોય ખબર નજર મારી છેતરી જશે
મોજામાં સિતારા આભના દડી રડી જશે

ખોવાઇ મિનાર વ્હાણ માં અહીં ડુબી જશે
પ્રકૄતિ બદલાય વિનવ્યા અંધકાર જશે

બદલાય રંગ રાતો રતુંબડો ભિનાશે
દિવાસળી કહે ચોતરફ આગ જ હશે

બટક્યા કરે શ્વાસ કદાચ વ્હાલપ જ હશે
શ્વાસની પેન્સિલ કેટલી ધારદાર હશે ??
---------રેખા શુક્લ ૧૦/૩૧/૧૨

શું એક કરે ચોઘડીયું...સેન્ડી..!

શરદપુનમ ના ચાંદ નુ વળગ્યું ઉન્માદે ગાંડપણ..
ભલે ગુસ્સો કરે પવન કે થર થર ધ્રુજે ક્રેઇન...
પાવરવિહિન કરી સેન્ડી પાવર દેખાડે ડર રે ડર...
અંધારપટે સતત તાકતી ઉંધ ક્યાંથી આવવા દે..
ડુમો દૈ દૈ મોઢે માનવ ભરખી પાછા કાઢી બારે..
ડ્રાઈવ કરી જોવા આવે પિક્ચર પરફેક્ટ પેન્ટીંગ..
એક કરે મિત્રો ભગવાન ને કરે યાદ ...
યુવાન ભડવીર દોડી ભેટે સર્ફબોર્ડ સાથે...
ઉન્માદ એનો ચારેકોર શું શું એક કરે ચોઘડીયું?
-------૧૦/૩૦/૧૨

રવિવાર, 21 ઑક્ટોબર, 2012

જાન ગઈ જાન લઈ સુના માંડવડે...!!


જાન ગઈ જાન લઈ સુના માંડવડે....
બારી ની બબલી હાથ હલાવી ચાલી સાસરિયે....
ફૂટે અંકુર ઉર્મિનો...કુણા કુણા પર્ણ લાગણીના...
વ્હાલપના પુષ્પોની ભેંટ દંઉ મ્હાલવા....
સ્પંદનો ની વાંછટ તુજ ને દંઉ આશિષમાં...
સગપણના છોડને બેટા ફાલવા તુ દેજે...
લાડખજાનો દઇ અમે તાકતા શું રહ્યા...
દેશ ની મારી તું પરદેશે વ્હાલથી રેહજે...
બાંધ્યા નવા સંબંધો તેમાં ભીંજવા તુ દેજે
--રેખા શુક્લ ૧૦/૨૧/૧૨

ગુરુવાર, 11 ઑક્ટોબર, 2012

ગયો...


સ્વજનની નગરીનો દીદાર થઈ ગયો...
ઓળખાણે હથિયાર નો એહ્સાસ થઈ ગયો...
મઝધારે ગઝલનો આકાર થઈ ગયો...
પતવાર થઈને કાવ્યમાં આરપાર થઈ ગયો...
     -રેખા શુક્લ

બુધવાર, 10 ઑક્ટોબર, 2012

જીધર દેખતી હુ ઉધર તુમ હી તુમ હો..

મારો સોનાનો ઘડુલો રે...!!ઢોલી તારો ઢોલ બાજે...!!!

મન્જીરા ના તાલમા મસ્તાન...!!

Ram-balram

attachment (591×466)

મહોબતકી નિશાની...તાજ મહેલ...

attachment (1740×1134)

ગરબાની રમઝટ માટે તૈયાર..

attachment (1164×1751)

grafitie pencil art by me

Hand painted Black vase

attachment (368×426)

My blue hand painted vase

attachment (360×552)

odhni odhu odhu ne udi jay....

Tapka ni Rangoli

sangeet jagat

-બા નું વ્હાલુ ભજન

સાંજ પડે ગૌ ચારી આવ્યા મુખ ગયા કરમાઈ 
અંગ તો ઉઘાડા દિસે ઝુલણી કયાં વિસારી?
જળ જમુનામાં ઝીલવા ગ્યા'તા ઝુલણી ઉતારી
ગોપ તો પાણીંડા ચાલી ગોકુળ ની વ્રજનારી
રુવે રુવે ને વ્હાલો રૂદન કરે વ્હાલો માખણીયાં ન ખાયે
ઝુલણી કારણ કાનજી ચૌદભુવનમાં ખોયા
સોના કેરી સુંઇ મંગાવો સાવ સોના ના ધાગા
રામલા દરજી સીવી લાવો મારા ક્રુષ્ણકુંવર ના વાઘા
માતા જશોદા ને ઉછરંગ આવ્યા ખોળામાં બેસાડ્યા
નરસૈયાં ના સ્વામીને હેત કરી ઝુલાવ્યા
તન ના ત્રિકમજી...મનના મોહનજી
રાય રણછોડજી..સુંદર શ્યામજી ઝુલણી વિસારી આવ્યા
સંધ્યામાની ઝુલણીને જે પ્રેમ ધરીને ગાશે
પાપ સઘળા પ્રલયે થાશે સહેજે વૈકુંઠ જાશે
---------બા નું વ્હાલુ ભજન ૧૦/૧૦/૧૨

મંગળવાર, 9 ઑક્ટોબર, 2012

मुरली मनोहर से एक्बार........!!

मैं आज भी उन्की अमानत हुं.... जो मेरे दिलों दिमागो ं पर छाये हैं
अपनों के बिच भी तन्हाई हैं........... जो मेरे जी को मचला रही हैं
गर मर जांऊ तेरी याद मैं .........मेरी लाश पर उनकी ही आंखे हैं
आतें हैं कंई बार तो मिलने................ काश भोर न हो जाती हैं
साथ वो भी नहीं ले जाते हैं................ बडे बेफिक्र सोये जाते हैं
निगाहों से एक बार देख लुं........ तमन्नाये दिल मै लिये जीते हैं
ईश्क ने बरबाद किये............................. दर्दे जिगरे हाल हैं
कम्बक्त रिश्ते ने मुजे ........................मारा बार-बार..हैं..!
-----रेखा शुक्ला

तन्हां तन्हां....

आये थे तेरे दर पे उम्मिंदे आश ले कर
उठ्ठे हैं जनाजा अजी अपना ही साथ ले कर
-------रेखा शुक्ला

पेहचान क्युं ये जान हैं दिलमैं तो तेरी ही आन हैं
रेहने दे भरम ये मान हैं कद्रदानो के बिच थोडी शान हैं
-----रेखा शुक्ला

आवाझ दे दी हैं दिलने सुरत नजर ना आयें
जान गवाई हैं हमने कैसे नजर फिर आयें...?
--रेखा शुक्ला

मन्नते मानी यहां जन्नते चाही वहां
फैंसला तुमने किया...मंजीले तो पाई कहां..?
---रेखा शुक्ला

ईतना तो प्यार अजि हमसे करो, जितना प्यार तुम उन्से करो...
हमने तो प्यार अजि तुमको किया, जितना कभी भी ना हमसे किया...
---रेखा शुक्ला

समझ कर कांच का टुकडा दिल तोड आये 
सलाह देते हैं लोग और साथ छोड आये..?
----रेखा शुक्ला

રવિવાર, 7 ઑક્ટોબર, 2012

Stri nu mahtv..manas ni vaato..


આઇ લવ યુ કહી ને એક્બીજાને ગમતાં રહીયે...આજ ની લોજીકલ જનરેશન ટેકનીકલ જનરેશન છે ને આપણે તો નોસ્ટાલ્જીયા માં જીવીયે... તેથી મને માણસમા રસ છે સંબંધમાં રસ છે...બા અને મમ્મી ને 
ટેવ હતી કે માળિયે ને છાજ્લે રાખેલા પિત્તળ ના વાસણો દર વર્ષે આંબલીથી માંજી અજવાળી ને પછી રાખી દે
આપણે અહીં કાવ્યો દ્વારા આજ કરીયે છીએ ને..ભુતકાળ ને વાગોળીયે..દેશ-ગામ-ભાગોળ ને વાગોળીયે...
ક્યારેક લાગે છે શોધની લોભમાં ખોવાઈ ગયા પછી લોહીથી લખ્યાં કાવ્યો ને જીવતાં શીખું છું.....દરેકે દરેક 
વ્યક્તિ એક નવલકથા જ છે...અને એક સ્ત્રી ઇમોશનલ ઇન્ડીપેન્ડન્સ મેળવી ને જીવે તો સર્કલ ઓફ ઇન્સીક્યુરીટી
માંથી બહારે જીવે...તમે સુખની અપેક્ષા બીજા પાસે રાખો તો તમે બીજા ને દુઃખી કરવાનો અધિકાર આપો છો ને?
વિ ઓલ સેવ અવર ફીલિંગ્ઝ ફોર રાઈટ ટાઇમ....અને ક્યારે એક્દમ આમને આમ રડી પડાય કે કોઈ ને કહી દેવાય
બીજા ના અપ્રુવલ ઉપર શા માટે જીવીયે છીએ આપણે...બેમાંથી એક થવું પણ કોણે થવું તે અહીં સવાલ છે... !!  Kajal Oza Vaidya na sambelan par na video par thi..........Rekha shukla

બુધવાર, 3 ઑક્ટોબર, 2012

સજા

ક્યાં છે સ્નેહી એહસાસનું નિખાલસ રૂપ અહીં?
વ્હાલાઓની ખામીઓની સજા હજી બાકી અહીં?
---રેખા શુક્લ ૧૦/૦૩/૧૨

મૃત્યુ એ વાસ્તવમાં મૃત્યુ નથી હોતુ,એ તો જીવન પછીના જીવનની વચ્ચેનો 
માત્ર એક પડદો હોય છે. 

મંગળવાર, 2 ઑક્ટોબર, 2012

કૈંક તો કારણ હશે.......


આંખ મીંચી ને કરી લે ..
મારી દીધી ફુંક..
કૈંક તો કારણ હશે........
વરસાદમાં જલતી દિવાલોની વર્ષગાંઠ ઉજ્વાઈ ગઈ..
કૈંક તો કારણ હશે........
પુછો રુધિર ને શું હાલત થઈ હશે ..
કૈંક તો કારણ હશે........
વચ્ચેની પારદર્શક દિવાલ માં કોણ જાણે શ્વાસનૂં ભરાવું ..
કૈંક તો કારણ હશે.......
----રેખા શુક્લ ૧૦/૦૨/૧૨

સ્વરનો સન્નાટો છોને રણકે ચારે કોર.....


કરી તો જો કોશિશ ફાવશે તો કહુ હુ
શબ્દ તેને કેમે સમજાવે તો શું કહુ હું

આ ફૂલ જેવા ખિલ્યા ચેહરામાં કૈંક હું
પરપોટો હસે અને રડે જો કૈંક કહું હું

આ ચમક્તી આંખો તારી કહી રહી હું
તે ગીત યાદ કરાવે તો બોલ કહું હું

ઓરો આવે લે છોરો તો કહું ને હું
બતાવ જરાંક તૈયારી તો લે કહું હું

પગલાં ડગલાં ધક ધક વહે કહું હું 
અંદર બાહર તુ ને તુ મહેશ કહું હુ
-----રેખા શુક્લ ૧૦/૦૨/૧૨

સોમવાર, 1 ઑક્ટોબર, 2012

પત્ત્તા પત્ત્તા આગ...


ચેતન ની જડતા મા નાચે વંટોળ બની 

જ્યારે જ્યારે ભુલ્કા ભુવન મા ભુલી રે પડી ગઈ

નજર મારી ઝુકી ગઈ વડીલો ના વર્તન થી

ઔર કભી સરગમ કે તાર ભી ચુભતે હૈ યહાં

ધુંઆ ધુંઆ ગુલાબ કા પત્ત્તા પત્ત્તા આગ ...

----રેખા શુક્લ