બુધવાર, 2 નવેમ્બર, 2011

કહે હું શું કરું?

પરિપુર્ણતાના આભાસે જીવું અને શુન્યતાનો અનુભવ કરું
   છલકાંઉ હર પલેપલે અને અપુર્ણતાનો અનુભવ કરું
જાગ્રુતિ અને નીંદરની વચ્ચે સ્વપ્નાનો અનુભવ કરું
   મૃત્યુ અને જીન્દગીમાં અનુભવે પુનરાવર્તન કરું
ઘડીક જીવું આશામાં ને ક્યારેક નિરાશાનો અનુભવ કરું
   ઉત્સાહમાં આવી ભજી લંઉ તુજને ને અહંકારનો અનુભવ કરું
સુખ અને દુઃખમાં એહસાસથી જીન્દગીનો અનુભવ કરું
   એકલતામાં વળગે જો યાદો કહે ત્યારે હું શું કરું?
-રેખા શુક્લ(શિકાગો)

અમેરિકન અમદાવાદીને...!!!

તમને આપીને પ્રાણ મારા અમદાવાદી કહેવાયો છું,
ભરી બજારે લિલામ થઈને અમદાવાદી ગણાયો છું.
રહું છું તમારા શહેરમાં ને અમદાવાદી કહેવાયો છું...?
ઝઝુમું ભુકંપમાં છું તો મદદગાર થયો છું.
વાંધો છે ત્યાં બની અમેરિકન અમદાવાદી મનાયો છું,
ક્યા મોંઢે જુદો ગણો છો શબ્દે અમદાવાદી બનાવ્યો છું.
રહી ગઈ યાદ બસ અમદાવાદી પછી,
અમદાવાદની તો યાદ રહી અમારા આત્મા સુધી..!
રેખા શુક્લ(શિકાગો)