ગુરુવાર, 29 ઑગસ્ટ, 2013

લાંબી ડોકે જોવત હૈ....

     જ્સ્ટીસ ક્યાં તોય કેહવાની ઇક્વાલીટી
      ફ્રીડમ નહીં ને તોય રેહવાની લીબર્ટી 
           ---રેખા શુક્લ---

રીજીડ રીજીડ ને સજડ સજડ અજીબ અજીબ ને અજડ અજડ
કુકડ મુકડ બૈઠત હૈ...લાંબી ડોકે જોવત હૈ...ધડબડ ધડબડ દૌડત હૈ...!!
---રેખા શુક્લ---   

પા પા પગલી...વલ્ખાં નજરું....

રોપી ગયુ શમણું બી એક રાતનું
ચોમાસે ઉગ્યું જંગલ એક ભાતનું
પા પા પગલી...વલ્ખાં નજરું.....
ભોળું વ્હાલ ગમતું એકનું એક છાનું
દાબેલ પગલે આવી હસાવી જવાનું
---રેખા શુક્લ---

હવે...વળગ્યો ઘાટો !!

   ખસ તું ખસ ને હવે....
   સોળ પડ્યા સિંદરી ની ખાટલી ને તોય ખસ ગઈ નહીં 
    ઓળઘોળ થાતી દર્દ બની ને તોય ટસમસ થઈ નહીં
    ---રેખા શુક્લ---

   પડ્યો નટખટ છાંટો જ્યાં આકૄતિ ને વાગ્યો કાંટો
   લાલ લાલ પાટો ત્યાં સ્મૄતિ એ વળગ્યો ઘાટો !!
   ---રેખા શુક્લ---