બુધવાર, 10 જુલાઈ, 2013

મિણ ની ઢીંગલી

અહીંયા રમકડાં રાખ માં ખુંવાર થઈ ગયા...
સાચવી રાખેલા રાખના પુરવાર થઈ ગયા...

રમ્યા વગર તુટ્યા જીગર ટુકડા થઈ ગયા...
મિણ ની ઢીંગલી થી લો અળગા થઈ ગયા...

એક રાજા ને એક રાણી કુંવારા થઈ ગયા....
મુંગા બોલે શબ્દો ખાલી પડઘા થઈ ગયા...

અહીં રમકડાં રાખના સમજદાર થઈ ગયા...
સ્મિત જીદમાં સળગે ધારદાર  થઈ ગયા....
---રેખા શુક્લ

રાજ મહેલે પિંજરે ગાતુ....

સનમ જોઈ મુંઝાય મારો કાંગરિયાળો ઘુંમટો
નમન થઈ ઓઢાય મારો ઝાંઝરિયાળો ઘુંમટો
--રેખા શુક્લ

તું રાજ મહેલે પિંજરે ઝુરતું ;આંસુ મોતીડાં ચણતું ગાતુ
--રેખા શુક્લ

સાગર કવિ ની પાડોશણ મળતી એ માછલીયાળા રસ્તે 
સરરરર લપસે અક્ષર પાડી લે ગરબડ થઈ પગલી એ
ગણગણ કરતી સુગંધ બોલી ચલને ઝટ તાલી પાડીએ
આનંદ મરમર ઝીણું હસે મીઠ્ઠુ બોલે ચલને અધરે જઈએ
---રેખા શુક્લ

અડી ને ભળી છું મળીને રડી છું તું આવે મળી લે તે જીદથી ચળી છું
કળી છું વળી છું પળીને લળી છું; છળી ને ભળે તે હદ થી બળી છું!!
--રેખા શુક્લ

ધાની ચુનર ...!!

કંધે પર લટક્તી ચોટિયાં તેરી
વજુદ હર મટકતી ચાલ તેરી

મુજસા કુછ તુભી ઔર મૈ તેરી
મુસ્કાન તરબતર હૈ હરી ભરી

અંગડાઈયાં બાદલકી હરી હરી
એક બાદલ ને ભીગી મોહે પુરી

ભીગી ધાની  ચુનર સારી મેરી
રૂપકી રાની હૈ ભુલભુલૈયા તેરી
---રેખા શુક્લ

મશીન છે....(ગુસ્તાંખી માફ)

સ્પ્રે કરો, ઢાંકણ ખોલો, અહીં માણસ નામે મશીન છે
મશીન રહે છે, મશીન સહે છે, લાગણી નામે સહે છે

દૂર કોઈ રડે છે પાસે ક્યારેક ટપકી પડે મશીન છે
સંવેદનાનો કાટ ચડે છે ને રડી પડે છે મશીન છે

કેમિકલ્સની પાડી આદત વ્યક્તિ અહીં મશીન છે
તાજી હવા ને તાજા ફ્રુટ બંધ દરવાજો મશીન છે

અક્ષર ની સાંકળ છે શબ્દ ની ભાળ છે મશીન છે
છુકછુક ગાડી કે કિચુડકિચુડ ગાડુ લો મશીન છે

શ્વાન આગળ રોટલો તરસ નો ભુખ્યો મશીન છે
ભાગતો દોડતો રડતો હસ્તો જીવતો મશીન છે

પથ્થર છે વજ્ર છે લોખંડી ફૌલાદ જુવો મશીન છે
સર કફન ફૈસલો બુલંદ છે અંદાજ પણ મશીન છે

ચંદ્રની પાર બીજુ કોઈ નગર છે તલાશે મશીન છે
ત્રિરંગો વાવટો છે ધર્મ છે સમજ મરે છે મશીન છે 

હજી જીવે છે માણસ નામે મશીન  તો  મશીન છે
યુગયુગ થી સદંતર ઇશ પણ શું અહીં મશીન છે ?
----રેખા શુક્લ