સોમવાર, 2 ડિસેમ્બર, 2013

અક્ષર શ્વાસ ના તણખલાં ...!!


કવિતામાં સમાણી લોહી થઈ ભરાણાં અક્ષર
અત્તરદાનીમાં ફેલાણી સુગંધ ખરતાં અક્ષર
બિરાદરીમાં સંતાકૂકડી રમતાં ભમતાં અક્ષર
શિષ્ટાચારીમાં સ્મરણે ભમતાં ફરતાં અક્ષર
વિદેશિનીમાં વિનોદીની ક્ષમતા હસ્તા અક્ષર
શનિ-રવિમાં કાગળે ફુલાણાં રઝળતા અક્ષર
---રેખા શુક્લ