શનિવાર, 6 જુલાઈ, 2013

નોંધે થયા બંધન !!

ઝબોળ્યા ના સંબંધ તોતારણ થયા બંધન
અસ્પર્શ ને અનુભુતિ નાકારણ થયા બંધન
મૌલિક-અલૌકિક લોહીએ, ના થયા બંધન
પ્રસર્યા ના ઝાકળબિંદુ, થૈ ભીના ફુલે બંધન
ઉપહાર કૈ શ્વસને પળે, ના પળે થયા બંધન

નોધારા પ્રાર્થે પ્રભુ નાનોંધે થયા બંધન !!
---રેખા શુક્લ

હસ્તાક્ષર થૈ હિંચતી'તી

શાંત ઝરૂખે ભીની લાગણી ધડકને ઝબોળી'તી
ખળખળ વહેતી અંતર પાને હળવે ભીંજાતી'તી
મેંદી હાથે આંખે કાજળ સ્વપ્ન મહેલે મ્હાલી'તી
અંધિયારા જગતે અક્ષરસાદે ફોરમે ખિલતી'તી
સુરસરગમ પ્રહર વિતે હસ્તાક્ષર થૈ હિંચતી'તી
હંસલી ચાલે હ્રદયે વસી રાણી થૈ રિસાતી'તી
હીરલે મઢેલ વીટીંયુ ને કબ્જે ખાંપુ ચુમતી'તી
એક સુરીલી બંસરી વાગે કોયલ કંઠે ગાતી'તી
---રેખા શુક્લ

સવાર રોજ ચડે છે

અધુરા રાખ્યા આપણ ને પુર્ણ ની તલાશમાં 
-રેખા શુક્લ

ટેરવે ઇશારો થઈ અડે છે સવાર રોજ લડે છે
ભળાય નશો તો રડે છે સવાર રોજ ચડે છે
પંછી સંગ રંગે ઉડે છે સવાર રોજ જડે છે
બની ઝાંકળ જો રડે છે સવાર રોજ પડે છે
----રેખા શુક્લ 
વેચાઇને અહીં ઇરછા સર્યા કરે ઉલ્લાસ
ગુલમહોરના ટેકરે ખર્યા કરે  વિશ્વાસ 
--રેખા શુક્લ
ટપક્યાં મોતી મુંછે બાથંબાથ ફરકી ગઈ !!
---રેખા શુક્લ

"બાબો"

"બાબો" કેહતા ને હું ખુશ ખુશ દોડી જાતો. ....બા નો વ્હાલો..બા બધાને એમના નામથી બોલાવે પણ મને "બાબો" જ કેહતા ..જોકે મારું નામ કંઈ બાબો ન્હોતું હા પાંચ વરસ સુધી બાબરી ન્હોતી ઉતરાવી તે એક પોનીટેલ વળાતી...ને કોઈ વાર ખુલ્લા પણ રાખે ...બાબો તો મારું હુલામણું નામ હતું...સાંભળ્યા છે પપ્પાને પણ "ભાઉ" જ બધા કેહતા...ને પછી પાછળ ભાઈ લગાડી દેતા. ટુંકમાં બધાનો વ્હાલો વ્હાલો ...બધા મારા થી ખુશ ને બધા ને કરું હું ખુશ....નાનપણ નું હુલામણું નામ અગ્નિદાહ દેતા સમયે જાણે કાનમાં ગુંજી ઉઠ્યું ..'બાબા' હું જાંઉ છું હો સાચવજે બાબા...!!
ગળગળો સમય ઉભો થયો ચાલ્યો ગયો પણ સાથે બા પણ લઈ ગયો....હવે 'બાબો' કેહનાર કોઈ રહ્યું નહીં...ભલે ને પછી બાબાકાકા, બાબાભાઈ, કે ભાઉભાઈ નામ હોય પણ 'બાબો' તો હું મારા બા નો જ ને સાચું કહું છું હો....પ્રફુલ્લ છુ , હું હિમાંશુ છું, હું બાબાકાકા છું પણ સૌથી પેહલા તો મારા બાનો "બાબો" છું...શું લાગે છે તમને હં....હા આ રીતે જ ઘણી "બેબી" બની ને રહી ગઈ છે.
પછી બેબીબેન, બેનીબેન, બચુબેન, મોટીબેન, નાનીબેન ને બાકી રહી ગયું હતું "બબલી" બેન પણ સમાઈ ગયા આ હુલામણાં નામના ઢગલાં માં જ. પપ્પાને કાકા કેહ્તા ને મમ્મી ને બેન .....મને આ ગુજરાતી ઓ ઉપર અઢળક વ્હાલ આવી જાય છે હો....
----રેખા શુક્લ