બુધવાર, 24 ફેબ્રુઆરી, 2016

કોઈ આવ્યું નહીં

સાંજ ટપકતી રહી રાતે કોઈ આવ્યું નહીં
ડોકાયું આકાશ બારીએ કોઈ આવ્યું નહીં 
કોફી કપમાં ઠરી પ્રતિક્ષા કોઈ આવ્યું નહીં
પંખી જ ગાઈ પોઢી ગયું કોઈ આવ્યું નહીં
---રેખા શુક્લ