શનિવાર, 24 માર્ચ, 2012

આ શીશા એ સહેવાનું...!!


ટુકડે ટુકડા ભાંગતા રહે ને જીવતા રહેવાનું
શીશાઓ દંગ ઉભા જોતા ને ભાગતા ફરવાનું

શીશામાં જોંઉ હું મને તારે નજરમાં રહેવાનું
લોહીમાં સુરજ કદી ન ઉગે પ્રખર બળતા રહેવાનું

શીશાની નજર મળે શીશામાં પ્રતિબિંબમાં સહેવાનું
દિલના ડાબલે ઢ્બુર્યા શ્વાસો અડઘું કહી ઝુરવાનું

ગુંગળાતા શબ્દોને ઠોકરે ઘડાઘડ ગબડવાનુ
પરોઢનો વાયરો મુંઝવે ઝરમર ઝરમર સહેવાનું

શીશાના ઘરોમાં શીશાનું તસવીરમાં પડવાનું
અડબંગ તોડે શીશાને બળ્યું કૈં પક્ષે ઝુકવાનું

શ્વાસ નશ્વર થઈ, રોજ  તો  કૈં હોય મરવાનું
ઇશ્વર આવે ભીતર, જીવે છિપલામાં તરવાનું
-રેખા શુક્લ(શિકાગો)