બુધવાર, 19 ફેબ્રુઆરી, 2014

ગટક ગટક પાલવડે
આસમાન પણ ગયું જોને ડહોળાઈ ....સ્પર્શાયું શું તે ગંગા જોને અભડાઈ...!!
થતો હિસાબ મર્યા પછી, માણસ અર્થે ના મર્યો કદી, લો જોઈ લ્યો માણસાઈ..!!
સ્પર્શની લાગણી થી ટેરવું ભરી ગયું, ખોસેલું ફુલ અંબોડલે સુવાસ છે ઘવાઈ..!!
તુ કહે 'મખમલી 'જાન હરી ગયું, 
ગટક ગટક પાલવડે ભાન ગયું ભુલાઈ....!!
---રેખા શુક્લ 

પેટી માં પુર્યુ બાળપણ ઉતારી..!!


હતુ બા નું ફળિયું. મમ્મી નો પાલવ ને પપ્પાની સાયકલ પર ટ્રીપલ સવારી..
આવી જોયું ઘર ન મળે મારૂ મને..એપાર્ટમેન્ટ જે થઈ ગયું ભારી....
બા ગયા, પપ્પા લઈ ગયા...ચારે કોર ભીંતો રૂવે ભેંકારી....!
પકડાપકડી, હાલરડાં-ઘંટી ,નાની પેટી માં પુર્યુ બાળપણ રંગીન ચિત્રે આવી છોરી
ત્યાં વાડ ઉગી પછવાડે ને આંગણે સુકાયુ પારિજાત....ના મળી 
તુલસી ક્યારી...
હાટડીઓ મૉલ થઈ ગઈ વસ્તુ પાછળ માણસ ભૂલાયો ભારી....
તુંકાર મા બોલાવે મમ્મી-પપ્પા ...ક્યાં જઈ શોધવાની સન્નારી ...
ભૂલકુ થઈ રસ્તે રડી પડી....ઘર નથી મકાને રહી નારી....
ટચુકડા બ્લાઉઝમાં જોંઉ હું નારી ...ક્યા ખોવાણી પનિહારી...
ભારત થયું અમેરિકા એમ હું વિચારી ભિંસાણી હૈયામાં કેવી શૂળ 
ઉતારી..!!
---રેખા શુક્લ

ત્રિકોણ માં અંધ છે.....ચંદ્રલકીરની પાંખે


જીવી જવાની લ્હાયમાં બારીઓ સૌ બંધ છે...
સ્વપ્ન નું ચિરહરણ ત્રિકોણ માં અંધ છે.....

લીલોતરી માં ખલબલી..લીલીછમ બાંદણી માં મલી..વાગ્યું'તું તો 
પલી ગયું, આવી બથમાં મલી ગયું
ભલભલી ચકલી થઈ ખળભળી , કેવી હલબલી જોઈ વલવલતી, 
છનછન  ચળવળી..કણમાં કળી..ચણ ચણ માટે આખરે ઢળી...!!
--રેખા શુક્લ

રામ ચાહે લીલા ચાહે લીલા ચાહે રામ...
ઇન દોનો કે બિચ મેં ક્રિશ્ના કા હૈં કામ..!!

પટપટ ઉડી પડ્યું ....ગગન ધરણીએ જડ્યું
ઝરમર ઉગી રહ્યુ.....પૂછી આંસુ તરી રડ્યુ
પેટાળ માંનો લાવારસ......બધુ સહી ગયું
ઉપર જઈ છ્ળી શું ગયુ ....પાછુ પડી ગયું 
ચંદ્રલકીરની પાંખે...આવી ગગન રંગી ગયુ 
---રેખા શુક્લ