શુક્રવાર, 11 ઑક્ટોબર, 2013

~~કાળની ચાબુક ~~


લટકતી અવળચંડી લટ લઈ ગઈ ઝાલી
નવીનતા સળવળી વળગી વટમાં ઠાલી
********************************* ખડખડતા હાસ્યમાં ગુલાબી થઈ ફાલી !
વરસાદી પાનખરે થઈ વાસંતી મ્હાલી !
**********************************
સપનાની પ્રણાલી યથાગત ચાલી
દૂબારાની પ્રથા હજલ થી રે ચાલી
**********************************
ડરી ગયાં સૌ કાળની ચાબુક જ્યાં ચાલી !!
ડાળ બરડ સૌ તરડ-તરડ નજર નમી ચાલી
*********************************** શું કરશે વિસ્મૃતિએ સંવેદના ગઈ જ્યાં ચાલી
કડડડભૂસ..થઈ ઘટના ધીમે ધીમે ગઈ ચાલી
....રેખા શુક્લ

આંખે શામળિયા....!!


યાદ કરી મુજને પોકારે મોતીડાં ચણતો ખોખોં ગળતો
ચકળવકળ આંખે સ્થિતપ્રજ્ઞ થઈ પાંખો પસારતો !!
---રેખા શુક્લ 

ખિસ્સામાં, શમણાં સંતાડ્યા... 
અડધી રાતે, શમણે જગાડ્યા...
ખાલી પાંખો ઉડી, વાતે રમાડ્યા..
ઝરમર આંખે, સામા મળ્યા શામળિયા....
---રેખા શુક્લ 

ઋતુ આવી ...સ્મરણ લાવી...!!


લીલુડી વાડીએ કાગળ પર ઋતુ આવી હસી
મનસુબાએ પોકારી આંખો માં જઈને મલકી

પકડીને દુપટ્ટો પાલવે પાગલ પવન ઉડ્યો 
પેને ગણગણ્યું કંઈક ને કાગળ નાચી ઉડ્યો
---રેખા શુક્લ 
અસ્પર્શ ચરણાસ્પર્શ કરી ભજું હું મસ્ત બની
સધળું દેખું તુજ મહીં સજી ભજું હા મસ્ત બની

ઝીણી ઝીણી વિગતનું અવિસ્મયી સ્મરણ લાવી
ગઢની કાંગરીએ ટહુક્યો મોર તુજ સ્મરણ આવી
---રેખા શુક્લ 

શિવાલય....


મન શિવાલય-તન શિવાલય-રોમ રોમ શિવાલય
શિવજી ઉર્ફે મહેશજીને વળગી રમા ઉર્ફે રેખા હૈયે
પાંચ ટેરવે અક્ષત ચોખે પુજૂં ઉર્ફે ચરણસ્પર્શ હૈયે
---રેખા શુક્લ 

एक और किताब..बन जाये..!


खामोश होके करे सवाल ...मुजे बडा तडपाये....!!
तसल्लियां करे बेकरार...जब पलटु उम्मींद दे जाये
लफ्जों अश्क बन गये ... लो एक और किताब बन जाये !!
जान लुंटा दुंगी हां मुज जैसी महोब्बत वो कर जाये...!
दर्द और लफ्जं चुप हो जाये..जब सिमट लेंगे लौट आये
मैं ना हुं कोई पहेली पर वोही सुलजाये...सताये..मनाये
हर दम, हर गम, हर सांस "महेश " पुकार बन जाये..!
---रेखा शुक्ला