મંગળવાર, 8 જાન્યુઆરી, 2013

પાપણની ઝાલરે તોરણ......


પાપણની ઝાલરે આંસુના તોરણ બાંધી લંઉ
શબ્દવિહિન હાસ્યે ઉમંગ જણાવી દંઉ

હિલોળા લેતા હૈયાને ધરપત શા'ની દંઉ
પગેરું નો અવાજ બસ કાનમાં ધરી લંઉ

શબ્દોના ચોખા લઈ ચાલ વધાવી લંઉ
મીઠ્ડાં લઈ જલ્દી નજર ઉતારી દંઉ

સંધ્યાકાળે આરતીના બહાને બોલાવી લંઉ
મંદ હાસ્યે નૈન નચાવી તને નીરખી લંઉ

ઘુંઘટની આડે શમણાંની સોડમાં લંઉ
સ્વપ્નના આલિંગને તને બાંધી લંઉ
--રેખા મહેશકુમાર શુક્લ (મહેશજી માટે)

આતશબાજી.......!!


નુતન વર્ષના અભિનંદન અને અરિસે કરચલી
આંખોની આતશબાજી, છલકી ગાગર પ્યારી

પ્રગટેલી કોડિયાની, આછેરી ઝીણી જ્યોતિ
કેશ તમારા ઢાંકે, એક ચમકતી આંખડી

હ્રદયમાં પ્રેમની જ્યોત પ્રજવલ્લી ઉઠી
આંખો તમારી દિવડી, બની ચમકતી રહી

ભર્યા પ્રેમના ઘુંટડાને ટપક્યાં તારલાં આંખેથી
સમી સાંજે નમ્યા સુરજને દિવડીઓ પ્રગટતી રહી
--રેખા શુક્લ  

પરબિડિયે આંતરસિયો....!!

ખુલ્યાં પરબિડિયે સવાલાતોમાં 
કુંવારી નજરે મિઠ્ઠી મુલાકાતોમાં
દફનાવેલ પ્રતિબિંબે ડોકિયા કરમાં
સણુલા રહસ્યોમાં હસતા ગુલાબી ફુલોમાં
સંવેદના ચાડી ખાય છે શબ્દોમાં 
વચ્ચે છોડેલી કો'ક જગ્યાઓમાં 
ચાપે છે આગ પાળ બાંધેલ આંખોમાં 
ગુમશુદા મસ્ત વાતુ વાતુમાં
સાડલે ભરે ઝડકો ને કમખે આંતરસિયો
---રેખા શુકલ