રવિવાર, 20 જુલાઈ, 2014

૪૮ કલાક ૯૦ સેકન્ડ્સમાં...

૪૮ કલાક ૯૦ સેકન્ડ્સમાં...


   પ્રેમ ક્યારે આંગણે આવી ને મલકાઈ ગયો ને મહેંક મહેંક થઈ જવાયું અવની ને ના સમજાયું ..બંને ને એક બીજા વગર ના ચાલે...નજર મળે ને દરિયો ઉભરાતો જોતો રહે પ્રેમ ...!!! અવની ની બ્રાઉન આંખો માં ડૂબી જતો ...પટ પટ બોલે ને મીઠુ મલકે...શરમ થી ઝુકી જાય નજરો ને એની પાંપણો પ્રેમના શર્ટ ને અડે ને પ્રેમ ભીંસી દે..ઉંડો શ્વાસ લે ને કહે યુ આર સો બ્યુટીફૂલ...આઈ લવ યુ સો મચ ...અવની ધીમે કહે મી ટુ..નો નો મોર ધેન યુ ડુ...આઈ મીન મોર ધેન તુ જાણે છે...!! મીનીટો કલાકો માં બદલાઈ ને ક્યારે ૪૮ ક્લાક પત્યા બન્ને ને યાદ નથી ....બા રાજી હતા
બન્ને ને જોઈ ને...હાશ મારી ઢીંગલી ને રાજકુંવર મળી ગયો ખુશ થઈ ને કેહતા...ચટ મંગની પટ બ્યાહ..ને વર્ષના અંતે તો નવાગંતુક ની પધરામણી પણ ...!! શરમ ના શેરડા ને ખુશી સમાતા ન્હોતા...બન્ને ના દિલ જાણે જોર જોરથી ધડકતા હતા...પ્રેમે બાને ઉંચકી ને વ્હાલ કરેલું ..હા બા કહેતા રહ્યા અરે ગાંડા હું પડી જઈશ ...પણ પ્રેમ કહે હા હા હું ભૂલી ગયો ...!!
નવમહિના નો રોજ રોજ પાંગરતો રૂડો પ્રેમ બમણો ઉભરાતો ને બા મીઠડા લેતા બોલતા...હે મારા લાલા તારી લીલા થી અજાણ છુ અવની-પ્રેમ નું ધ્યાન રાખજે . 
બગીચા માં ફરતા ફરતા...અવની એ કીધું ચાલો ને પ્રેમ હોસ્પીટલે જાવાનો સમય થઈ ગયો...હાંફળો ફાંફળો ને બેબાકળો પ્રેમ થઈ ગયો...નર્સ ને ધમકાવી રહ્યો જોતા અવની બોલી પ્રેમ હું ઓકે છું...નર્સે પ્રેમ ને પેપર વર્ક ભરવા ફોર્મ્સ આપ્યા ને અવની ને વ્હીલચેર માં ગોઠવી ને ડીલીવરી રૂમ તરફ ઉપડી...!! એકચ્યુલ ડીલીવરી રૂમ માં સાધનો ચમકતા હતા ને બ્રાઈટ લાઈટ હતી.શ્વાસ રોકી છોડી ને અવની મુઠ્ઠી વાળી ને આવતા કોન્ટ્રેક્શન્સ સહી રહી હતી ...પ્રેમ પણ તેના માથે હાથ ફેરવતો બોલ્યે જતો હતો...યસ ..યસ...નાઉ ટાઈમ ટુ પુશ...નર્સે કહ્યુ...આઈ કેન સી બેબીઝ હેડ...કમ ઓન પુશ ઓન થ્રી...ટુ..વન...ગુડ જોબ...કૂમળો ચેહરો ...બધા ની નજર તે પર...ઓહ ટેન ટોઝ, ટેન ફીંગર...સો ક્યુટ બેબી ગર્લ...!!! આ બાજુ પરસેવે રેબઝેબ અવની ઢળી પડી નોટ ઇવન ૯૦ સેકન્ડ્સ ...મશીન સીધી લાઈન માં બીપ કરી રહ્યુ હતું...!!! પ્રેમ ચિખતો રહ્યો વેકઅપ અવની વેકઅપ....બેબી ગર્લને નર્સ કલીન કરી રહી હતી ને બેબી બ્રાઈટ લાઈટ તરફ જોઈ રહી હતી...!!! વેઈટીંગ રૂમમાં બા તો લાલા ની માળા પાણી પીધા વગર કરી રહ્યા હતા...અચાનક ઉભા થઈ ગયા ને પ્રેમ ને વળગી પડ્યા...!! બાજુમાં ઉભેલી નર્સે બેબી ને બાના ખોળામાં મૂકી દીધી, રડતી આંખે બા બેબી અવની ને તાક્તા રહ્યા...!!  બાનુ દિલ બોલી ઉઠ્યુ કે લાલા એક હાથે આપી ને બીજા હાથે લઈ લે છે ? આના કરતા મને લઈ લીધી હોત'તો ?? પણ એટલું જ બોલ્યા જેવી તારી મરજી લાલા...!!
-----રેખા શુક્લ ૦૭/૨૦/૧૪