સોમવાર, 10 જૂન, 2013

શાહી અડપલા....

ભઈ ભીંજાવાનો પાસવર્ડ ખોળો
કોઈ આગિયાને બરણીમાં ઢોળો
...રેખા શુક્લ

ગોવિંદ છે પ્રાણ અમારો
--તો'ય વરસાદી અડપલા...
આ ફોરા ફોરા અભરખાં---
કરે કમાલ શાહી અડપલા....
.....રેખા શુક્લ

ટપોરી એ ખોવાયું સરનામું...
ચિતરેલા મોરમાં ભરમાણું...
કાગળે અક્ષરોનું તરભાણું ....
ચોમાસું રો'તું ટપ ખોવાણું...
....રેખા શુક્લ

ધોધમાર વરસાદી સ્વપ્ન થઉ --
ઝુકી વાદળી સંગ ચુમી જાંઉ...
રોજે રોજ મારામાં ઓગળું..
અંધારે મીણ થઈ પીગળું...
આ ઝાંકળ ટાઢી આદર જાણી....
લીલી વાઢી ચાદર તાણી-
....રેખા શુક્લ

મ્રુગનયની ...મોરની....!

કોઈને કંઈક સારું લાગે 
કંઈક ને કોઈ સારું લાગે
કેવા સંબંધ ને કેવા પ્રબંધ
નિબંધ જેમ વધે અકબંધ 
---રેખા શુક્લ

સાંસોકી આદત હૈ ના.....હવા તો જરુરી હૈ ના..!
તન્હા, મગર મેહફિલ તો હૈ ભરી ભરી...ના...!!
જિંદગી મેરે ઘર આ'રી જાંઉ તુજ પે મૈં વારી !!
....રેખા શુક્લ

મેરે ભીતર મેહકે કસ્તુરી
મૈં મ્રુગનયની મૈંહી મોરની
....રેખા શુક્લ

ઝરણું થઈ ને વહેવા દે
પ્રેમ થઈ ને રેહવા દે
આપે તે તો સેહવા દે
..રેખા શુક્લ