બુધવાર, 20 જાન્યુઆરી, 2016

તું મારો લાગે ...છે !!

કેમ કહું હું મુજને, કે તું આસપાસ લાગે છે
ચૂપચાપ રડુ ને હસુ, મુજને ખાસ લાગે છે

પાંગરી રહ્યો તું ગર્ભમાં, મુજને શ્યામ લાગે છે
પોયણી છે રાધા, મુજથી ના અજાણ લાગે છે

વાંકડિયાળા કાળા ભમ્મર, લટકાળો લાગે છે
છું બાંધુ તુજને પાલવડે, બહુ વ્હાલો લાગે છે 

કોમળ પંખુડી અધર તારા, દૂંધાળા લાગે છે
હૈયે વળગ્યો કાનુડો, સગપણે તું મારો લાગે છે 

ઓરું આંધણ તું મમ્મમ્મ્મ નો માંગનાર લાગે છે
ગુલાબી પગલીને પાડનાર, નખરાળો લાગે છે
---રેખા શુક્લ

ચબુતરાંમાં

મન-મંદિરમાં હાલરડું, ઉંવા ઉંવા કરે સોડ માં 
ખાંડે ચકલી ચોખા, ને ઘૂં-ઘૂં કબૂતર ચબુતરાંમાં 

ટીપ ટીપ ખર્યા શબ્દો, થઈ પારિજાતક બાગમાં
ઢીંગલીઓ નું વાગે ડુગડુગિયુ, ફૂલોના ગામમાં

ચાંદા મામા જોડે ફરે ફૂદરડી સસલી વાતવાતમાં
સાત પૂંછડીયાળો ઉંદર ભાગે બિલ્લી ની છાયામાં 
----રેખા શુક્લ

રેખા તરફ !!!

અભરખા ના છલકાવો અધર રેખા તરફ
કાં ગૂંથી ને બનાવે મુજને તુ સળંગ તરફ !
મીંટ માંડી આંખ જુએ રાહ બારણા તરફ 
શ્રધ્ધાય જઈ રહી છે હવે ધારણા તરફ !
માર જુઓ પડયો છે ફૂલો નો પથ્થર તરફ 
હ્રદય ના ગમ ને કર્યો છે દૂર હાસ્ય તરફ !
-----રેખા શુક્લ