ગુરુવાર, 15 ફેબ્રુઆરી, 2018

પ્રિત પિયુ ને પાનેતર !!!


ફળફળતાં પાણીએ રે શેકાયું હતું દરદ
આવેલ રૂડા અવસર માણી લીધી વરદ

આહુતિ આપતા મંત્રોચ્ચાર થી અમેં 
પણ હોમી દીધી જાત એમાં પ્યારથી

ભૂજાઓમાં જકડાયું આકાશ નશીલું ને
શ્વાસે ભર્યા રંગ અક્ષરો  રહી ગયા દંગ

હળવું ગાન કિરણનું હળવું કામણ કા'નનું
હતી તિતલી ખુશખુશાલ હતી પિયુ સંગ
---રેખા શુક્લ