મંગળવાર, 30 જુલાઈ, 2013

આંખો સજળ કરી ગઈ

નૄત્યની મુદ્રાઓ પ્રગટ કરી ગઈ
ધન્યતા આંખો સજળ કરી ગઈ
વળાંકની અદાઓમાં સરી ગઈ
ગુરૂની શ્રેષ્ઠતા પુરી કરી ગઈ !
---રેખા શુક્લ

 રહી જતી થઈ ને એના પગની જ રેણુ
શિવમાં મારું  ગયા ભવનું લેણું.....!!
----રેખા શુક્લ

તરણે ટપક્યાં રુદ્રાક્ષરના અશ્રુ આશરે
રોપ્યાં કરને સ્મરણના છોડવા આશરે
---રેખા શુક્લ 

મુદ્રાઓ

નૄત્યની મુદ્રાઓ પ્રગટ કરી ગઈ
ધન્યતા આંખો સજળ કરી ગઈ
વળાંકની અદાઓમાં સરી ગઈ
ગુરૂની શ્રેષ્ઠતા પુરી કરી ગઈ !
---રેખા શુક્લ

ડુબી હશે અડધી પ્યાલી ગઝલ પંચમી

ડુબી હશે તરી જશે; અશ્રુ બધા હરી જશે
દિશા એ પરી જશે; ફુલ થઈ ખરી જશે !
---રેખા શુક્લ

અડધી પ્યાલી ચાય માં ટપકે ધારા અશ્રુ ની
સુકવવાને ભીનું વાદળું સુરજ ધારા કિરણોની
--રેખા શુક્લ

ૠષીપંચમી પછી આજ ગઝલ પંચમી જોઈ
ગુરૂપુર્ણિમા પછી સંગે ગુરૂદક્ષિણા ગમી જોઈ
---રેખા શુક્લ

રાધાની લટ

રાધાની લટ તો કાન્હા ની લત થઈ ગઈ
સર ર ર ર સ્પર્શી તો ખત થઈ ગઈ...!!
ધોધમાર ખુલી ગઈ તો શામ થઈ ગઈ !!
પુર્ણિમા ની રાત માં રૂપેરી ઝાંય થઈ ગઈ
----રેખા શુક્લ