રવિવાર, 6 ઑક્ટોબર, 2013

"મા"ની કૄપા થી ભાખોડિયા ભરતો બે વર્ષનો બ્લોગ....

ધબકાર થઈ ને આવ્યો ઉમળકાભેર ઝટપટ ચબરખી મટી પત્તે 
નોટબુકે ટપક્યો ફેરકોપી ફરી ફરી...સ્વ.શ્રી. ઉમાશંકર જોશી , સ્વ. શ્રી. આદિલ 
મન્સુરી ને મળ્યો...તેમણે કવિતા નીચે લખાણ 
લખી સહી ની મહોર મૂકી...બુક બનાઈ"ગગને પૂનમ નો ચાંદ" ને 
પછી બન્યો બ્લોગ નવરાત્રી ના શુભદિનોમાં કુંપણ ફુટેલો અક્ષરોનો છોડ.."મા"ની કૄપા થી ભાખોડિયા ભરતો બે વર્ષનો બ્લોગ
દોડી આવ્યો નેટ જગતે પ્રવેશ્યો સ્વ. શ્રી. કિશોરભાઈ રાવળે આવળ વધાર્યો "કેસુડા.કોમ" પર ડગમગી પ્રકાશ્યો...મહાનુભાવી શ્રી. 
અશરફ ડબાવાલા-શ્રીમતી. મધુમતિબેન મેહતા ને મળ્યો...
વચ્ચે મળી શ્રીમતી સપના વિજાપુરા.. ને સોનલ વૈદ્યા બન્ને ખુબ વ્હાલી સખી...  શ્રી.દિનેશભાઈ શાહ- શ્રીમતી સરયૂબેન પરિખ- શ્રીમતી દેવીકાબેન ધૄવ ચમકતા તારલે ઝબુકી ને શ્રી. હરનીશભાઈ જાની સાથે તો
હસ્યો... શ્રી. ચિરાગભાઈ ઝાઝી એ કવિતા ને મહેંકાવી ...ઝાઝી.કોમ મા નાના-મોટા મોંધેરા મહેમાનો/મિત્રો/સંબંધીતો વચ્ચે ખુબ હરખાયો...પુખ્તતા ને લોકચાહતા એ શ્રીમતી નિલમબેન 
દોશી ને મળ્યો..શ્રી. પ્રદિપભાઈ રાવલે ને સપના એ જન ફરિયાદ પર ટાંક્યો..મારી કવિતા આવતી રહે છે દર  વીક...લીલીછમ ડાળ થઈ ને પાંગર્યો વ્હાલો બ્લોગ...મ્હોર ઉગ્યા કરે છે શબ્દો
બની ફુલડાં મહેકે કવિતાના આંસુડા ના ઝાંકળમાં ભીંજાયો..પીધા કરે ઢાઈ અક્ષર...કાલ્પનિક દુનિયામાંથી વસ્તવિકતાની ધરતી પર રૂમઝુમ ચાલે ચાલતી મારી કવિતા નવોઢા બની શરમાય છે.... મિત્રોને ઝંખે (ધણા નામ હોવાથી નામ નથી લખતી પણ તમને ખબર છે તમે કોણ કોણ છો) સર્વે ને આમંત્રુ છું ને આશા રાખું કે ગુજરાતી સાહિત્ય પ્રેમીઓને મારો  પ્રયાસ ગમશે અને નવી પેઢીમાંથી વિલુપ્ત થતી જતી માતૃભાષાને બળ મળશેઆપના પ્રતિભાવોનો મને ઈંતજાર 
રહેશે.
--રેખા શુક્લ

નાવડી મારી તાર અંબા નાવડી મારી તાર.....

જર્જરિત પત્તે સુવર્ણ અક્ષર છું
સુકા ગુલાબી પુષ્પી અક્ષર છું !
...રેખા શુક્લ****************

નાનાજી રવિશંકર રતિલાલ દવે ગવડાવતા અમને 
કાયમઃઃઃઃઃઃઃઃ
નાવડી મારી તાર અંબા નાવડી મારી તાર
મને એક છે તારો આધાર અંબા નાવડી મારી તાર
શું કરું ને જાંઉ કહાં હું મારગ મળે નહીં ક્યાંય
પંથ બતાવો આવી માતા (૨) મને કરજે તું કંઠ નો હાર ...અંબા...
મૄત્યુ મોંજા ને પ્રલય તોફાનો જાગ્યા જીવનમાં આજ
મધ દરિયા મારી નૈયા ના ડૂબે..મને માર હવે કાં તાર...અંબા..
મધુકર આવ્યો પાપી જગમાં તુ છે જગની માત
પાપી ને પુનિત કરવાને મારા ઉઘાડ જે તું દ્વાર ....અંબા...

અઢી અક્ષરે...!!

અક્ષરી વરસાદમાં ભીંજુ અઢી અક્ષરે...
ઝાંકળ હૈયું ભીની ધરણી અઢી અક્ષરે...
---રેખા શુક્લ 

સ્વર શબ્દોનું રંગીલું મધુરૂં સંગીત અક્ષરે..
સ્વર મોરલો કર્ણપ્રિય સ્ખલિત ગાયક અક્ષરે...
---રેખા શુક્લ

હિંચકો પોંખે !!


મનની અટારીએ ઘુઘરીઓ રણકે
શમણાં ઉછેરી શ્રધ્ધાદિપ ચમકે
સોણલાં ગરબે વળી શ્રીફળ સોહે 
ઘૂપ-દિપ ગરબે માજી મન મોહે
ચાંદીની કંકાવટી ને શબ્દો કંકુ-ચોખે
વધાવું ઓરડે હિંચો હિંચકો પોંખે !!
---રેખા શુક્લ