બુધવાર, 26 જૂન, 2013

પર્વત નો ખભો પંપાળી....

બરફ નીચે ઢંકાઈ ગયેલા બીજ જુવે વસંતના સ્વપ્ના ને ચોતરફ ઉગી નીકળે ચંદનની મંહેક !!
****************************************************************************
મરવું એટલે પવનમાં ખુલ્લા પડવું ને સુર્યના તાપમાં ઓગળવું--નિરવ શાંતિની ઝંખના !!
****************************************************************************
જીવન-મ્રુત્યુ એક જ છે -
જેમ નદી ને સમુદ્ર એક જ છે તેમ -
ફૂટે પ્રેમની સરવાણી અંતરમાં....
નિઃસ્વાર્થ પ્રેમનો ઉભરો શ્રધ્ધામાં
****************************************************************************
રસ્તે રઝળતી વાર્તા ને કેડી અજાણી ભુલભુલામણી ના પેતરાં
આંખો મીંચે કદમ ચીસે પથરા; અજાણો રસ્તો,સંબંધ ખાડા ટેકરાં
***************************************************************************
મકાનના ગલુડિયા બાલ્કની વાળા ફ્લેટ થઈ ગયા
લિફ્ટનાં રમકડાં બાળકો સ્લેટ વિનાના થઈ ગયા !
*****************************************************************************
મૌનના સાંનિધ્યમાં અંકુર ફુટ્યા અક્ષરોના---
પર્વત નો ખભો પંપાળી પંખી ઉડ્યા કવિતાના---
*****************************************************************************
પોટલી ખુલી સાંજની સુર્યને લઈ ભાગી---બગલા જેવું ધ્યાન રાત્રિને લઈ જાગી !!
****************************************************************************
રાત ના વાયરાનો પડછાયો ભીંતમાં--
વાતની વડવાઈ ટટ્ટાર ઉભી હવામાં--
કંટકનું સામ્રાજ્ય જામતું જમાનામાં--
પડઘો ન ભણકારો સ્તબ્ધતાની ખાઈમાં--
...રેખા શુક્લ