ગુરુવાર, 31 જાન્યુઆરી, 2013

લાગણીયું લુંટે...ટેકરીએ..... !!


આ સિંદરી ના વળ....તણ તણ છુટે
એક એક વળ ને અડી લાગણીયું લુંટે
મહેક સિંદરી એ વળી છેલ્લો વળ તુટે
--રેખા શુક્લ
તિતલી બેઠી ચિંગરીયાની ટેકરીએ..... 
લઈ લાગણીભીનાં હૈયા...
શબ્દો ને કહે મૌન થૈ જાઈએ....
---રેખા શુક્લ 

બુધવાર, 30 જાન્યુઆરી, 2013

ખોજ ચપટી આશિષ રોજ----


રેહમત અટારીએ વાટુ જો'તી ચપટી ખોજ
માલિક ભવને ચપટી ચપટી મોજે ખોજ 
ગિરતી વિજળી લકીરે મળતી આશિષ રોજ
હોય દિલે કશ્મકશ ભળતી આશિષ ખોજ
શબ્દ-કુંડળીએ ભાગ્ય-ભસ્મ બળતી રોજ
--રેખા શુક્લ 

મંગળવાર, 29 જાન્યુઆરી, 2013

रिश्तें सजा ये मौत...........


हरेक मोड पर ह्म गमोको सजा दे
चलो जिंदगी को ही मुहब्बत बनादे
--- अकेला अजनबी----
फरिश्तों के कींडे फैलते रहे
झजबात में मौन चुप रोते रहे  
---अकेला अजनबी ....
जिस मोड पे जाते हैं मुहब्बत सजा दे...
कमब्ख्ख्त ये रिश्तें सजा ये मौत फर्मा दे...
--- अकेला अजनबी .....
सजा दे सिलाह दे बनादे मिटा दे
परिंदे मगर कोई फेंसला तो सुना दे
---रेखा शुक्ला

એક્દમ નજીક ના મારા.....


વાદળ વાંચે સોય મહી ભીના પડછાયા-એક્દમ નજીક ના મારા
નોંખુ તોરણ ટોડલે મોર મહીં ચિતરાયા-એકદમ નજીક મા મારા
ડબડબ આંસુ પંપાળે પાંખુએ ચિરાયા-એક્દમ નજીક ના મારા
બટકે બટકે લાગણી શર્મે રમતે ભરમાયા-એકદમ નજીક ના મારા
--રેખા શુક્લ 

સુરના ચશ્માં.....


પાગલપણ ના જોંઉ હરતા ફરતાં કૈ પિંજરા
દયા ખાતા સુરના ચશ્માં મરતાં થૈં ડુંગરા
કાંખે સુરજ ઝાંખી આંખે ચંદ્ર ને કૈ તારા
કંકુ આથમ્યુ લૈ રૂપેરી ઓઢણીએ સિતારા
--રેખા શુક્લ 

ચૂંથવાની જાત ....



સમજીને ખુંપાવે સુંવાળા શબ્દ ના નહોર
ચૂંથવાની જાત લઈ આવ કર ના મહોર
કેવી છે પ્યાસ બળતણે રમુજે કર ના ટકોર
માન ન તુજને રાણી કે ના કોઈ તું ચકોર
---રેખા શુક્લ

શ્વાસ નુ સપન


સપ્તપદી સતરંગી કામીની મનમોહીની
મનમોહક મુખડુ દૈ મંદ મુસ્કાન સુહાની

લટક...મટક, સરક સરક...ચુંદડી ઉડન
મલપતી, રાજીવ નૈન કટાર મસ્તાની

શ્રૂંગાર ઉપસ્થિત મેહફિલ જવાં લુભાની
મહેક મહેક પ્રહર, ઓઢ્ણી સંગ ઉડન
--રેખા શુક્લ

શનિવાર, 26 જાન્યુઆરી, 2013

કવિતાનો કેકારવ.. ને હ્રદયના લેખ .....!!


ધબકતું મૌન મળે ને કવિતાનો કેકારવ અહીં
વિચાર મંથને ઉપજ્યું કાવ્ય ગુંજન છે અહીં

કવિના હસ્તાક્ષરે કાવ્યની પગલીઓ અહીં
ગુજરાતી સાહિત્ય ભંડોળનું રસપાન છે અહીં

શબ્દોનો "વિકાસ" મેહકાવે ઉપવન અહીં
માતૄવંદન સભર કલમે હ્રદયના લેખ અહીં

ચાલો સૌ મળી સહિયારૂં સર્જન કરીએ અહીં
અંતરની વાતો ને કલમે લૈ ભરીએ અહીં
---રેખાશુક્લ ૧/૨૬/૧૩

બુધવાર, 23 જાન્યુઆરી, 2013

तोफे मै दि जिंदगी

जोड जलते गये दिवानी जिंद फसाने में

राझ तो खुलते गये नैन युं छुपाने में

रुठनेका सबक तो तुम को है जानने मे

हमे कहे मशरूख रहे तुमको मनाने मै

तिनका सम्ज कैसे फुंक दिया जाने मे

तोफे मै दि जिंदगी हमने फसाने मे

लुंट लिये करार फिर छोड जाने मे

मेरी दुनियाथी आशियाने बेकरार जीनेमे

करे पर्दा नशीं कसम अश्क की कतारमे

देखा हैं हमको मासुम रोते बहारो मे

बेखुद किये जाते देखा तो है नजारोमे

उम्र भर के लिये सजा अश्क बहारोमें

----रेखा शुक्ल

સોમવાર, 21 જાન્યુઆરી, 2013

કાજળ કારણ...



ક્યાંથી આવી ચારણ ચારણ 
શું રે તારું ભારણ ભારણ
મોભે સખી તું માખણ માખણ
પ્રિત પિયુનું સારણ સારણ
વાતું નું વ્હાલ કારણ કારણ
લાગ્યું કાઢ્યું તારણ તારણ 
---રેખા શુક્લ
ભોર ભયે તુજ નેહા મારણ મારણ
મૈયા પ્રિતિ અતિ લાગણ લાગણ
ગૈયા સંગ ખાયે કિશન માખણ માખણ
નૈને ભોર ભોર લગાયે કાજળ કાજળ
---રેખા શુક્લ

શુક્રવાર, 18 જાન્યુઆરી, 2013

પરપોટાને ખિસ્સે....


ફુલોનો ઝુલો ને મોરપિંછાનો ગાલીચો જી

ખટમિઠ્ઠી કેન્ડીના વચ્ચોવચ્ચ ગુલદસ્તા જી

ચારેકોર ખિ-ખિ હસતી આપણી વારતા જી

લાગણીની હોડીએ તરે વાદળ નું પાણી જી

૩ પાંચ ને ૩ ટપકાંના કમળે બિરાજે લક્ષ્મીજી

હોલોગ્રામના અંગારા ને ફોડતા ફટાકડા જી

પરપોટાને ખિસ્સે ભરી ગુંજન ગાતા તમરાંજી
---રેખા શુક્લ

દિલ-પતંગિયુ...


પાંખોથી સુંદર ને આંખો માં એ વસતું
ફુદકફુદક ફુલ ફોરમે એ  ભમતું...
શમણાં હો રંગીન કે વિરહના થીંગડા
આવરદા ભલે હો એક દિ' ની-સૌનું વ્હાલું
રંગરંગીલું પ્યારું લાગે સૌને આ પતંગિયું 
-રેખા શુકલ 

વાંચતા વાદળ...!!

પકડાપકડી સુરજની વાંચતા વાદળ વરસ્યા કરે
મોલેક્યુલ  સ્ટબલાઈઝરે ટાઇમ ફ્રીઝ કર્યા કરે
સ્કીની મહેરબાનીયાં લાગણીએ તણાયા કરે
પ્રિઝ્યુમ ને રિઝ્યુમ હવા પ્રત્યાઘાત પુર્યા કરે
ચોકલેટ ઘરે પંછી નહીં માછલીઓ ઉડ્યા કરે
વિખુટા રસ્તે પડે ને મેળે માણસો મળ્યા કરે
---રેખા શુક્લ

મારી મારી ને જિવાડે મારવા માટે ને તુ કહે છે જિંદગી છે અહીં??
શ્વાસ લંઉ છું યાદ કરી કરી ને એહસાન ચચરે તન છે જિંદગી અહીં??
-રેખા શુક્લ

શંખલુ ...


પહેચાન જુના પરિંદોના એહસાન નવા જુના છે
ખુલ્લા બદને ગર્મ હાસ્યમાં શામિલ કૈં પરવાના છે
શંખલુ ઉપાડી ભાગે ગોકળગાય દર મહીં માટીના છે
ઇશ્કના દરિયામાં ભીંજી તોયે તરસ્યાં કૈં રેહવાના છે
આ પાણી છે  તે આગ? કે રમતમાં આગ પાણી છે
મોતી ભળે છીપલે ને દરિયે સુરજે લાજ તાણી છે
---રેખા શુક્લ

ફુલ પથ્થર થઈ ગયા.......


નિરખી લે આત્મા છે...સહનતાની શક્તિ છે....
સંદેવનાનું પરપોટુ અડે.. પ્રતીક્ષાએ મુક્તિ છે...
દિલ ના ઉઘડ્યા દ્વાર.. શે પળમાં બંધ થઈ ગયા...
બોલ્યા કરે છે શબ્દો... કે ફુલ પથ્થર થઈ ગયા....
--રેખા શુક્લ 

ટેરવે નાચે અંગ....પ્રેમ કસુંબી રંગ...!!


ગણગણતી ઘુઘરી રૂપલે ચુંદડી સંગ

મઘમઘ વેણી ચોટલે આખુ મ્હેંકે અંગ

વગડે વળગી ઉભા બેઉ શ્વાસ થૈ દંગ

બટકબોલી હાંડી ભીંજે ટેરવે નાચે અંગ

જીવપોપટ ડાળે બેઠો વાંચે કાગળ સંગ

નિરખી વાલમ મલક્યો, પ્રેમ કસુંબી રંગ
---રેખા શુક્લ 

જય શુરવીર વીર


દીન રંકના અંગે અંગે
જાગ્યાં જૌહર નવલા રંગે.. જય શુરવીર વીર
શબ્દ તણાં બસ તારે બાણ
ઢળી જતા શત્રુના પ્રાણ.... જય શુરવીર વીર 
જિંદગીની ફિરકીનો છેડો
આથમણો સુરજ છે મેડો.... જય શુરવીર વીર 
ભારેખમ આંસુ જનાજે
મુંગો શાંત પ્રખર અવાજે.. જય શુરવીર વીર 
---રેખા શુક્લ

સોય પરોવ મંહી....શ્વાસનું અનોખું નાકુ !!!


સોય પરોવવાની જેને ખબર છે....
ભરતા'તા આંબળો ને 
ઝીણી ઝીણી સાંકળીઓ
સાદુ ભરત કાં કાશ્મીરી 
ભરત ની ગમતી ભાંતુઓ
યાદ છે હું લેતી'તી.... 
ઇંગ્લીશ આઠ્ડો ને ખજુરી ચોટલો
સંધુયે મળે હવે ફટાફટ 
યાં ક્યાંથી આવે ગતાગમ
જીવવું ક્યાંથી ગટાગટ
ગિરનો સિંહ ભુખ્યો ડાંહ 
શું કુલેર કે સાથવો ?
બથ ભરવાં રોજ હાંડકે
શ્વાસનું અનોખું નાકુ
મંહી....
હાંડકાની બટક બટક ગાંઠુ
ટાઈમ નથી આ શરીરને 
ક્યાંથી હોય ભરોસો આ શરીરને?
--રેખા શુક્લ ૦૧/૧૩/૧૩

મંગળવાર, 15 જાન્યુઆરી, 2013

સુજાતા...!!!


આશિષ ઔર પ્યાર કી ડોલી મે જાયે ગુડીયા,
માંગ તુમ્હારી ભરી રહે બસ અબ સદા....
આંખોસે કહીં ખુશી છલક ન જાયે હમારી,
તન્હાઈમેં ભી કહીં યાદ ન આયે હમારી..
ખુશીકી મંજીલ પર અબ જો ચલ પડે હો,
ભુલે સે ભી ન ભુલના ઇન સારી બેહનોંકો...
ભગીની કા રિશ્તા તો સદા રહતા હૈ ઉંચા,
વક્ત કે બદલ ને પરભી તુમ ન બદલના....
સુહાગન કી બિંદીયા ચમકતી રહે તુમ્હારી,
પ્યાર કે સેતુ પર તો પરંપરા હૈં નિભાની....
બિદાઈકી યે ઘડીયા બડી કઠીન હૈં નિભાની,
શબ્દ કે પુષ્પોસે બસ દેની હૈં મુજે બધાઈ....!!
---રેખા શુક્લ 

રવિવાર, 13 જાન્યુઆરી, 2013

ધગધગતી રેતમાં પગલી ભુલકાંની..


નવાબ બચપણ ને સામે કિનારે ઝુરતું ઘડપણ...
મુંઝાઈ રહ્યો જોંઉ મોંઘવારી માં યુવા વર્ગ...
શિક્ષણ-સંચાલનમાં સડે સંબંધો ની બિમારી...
જિંદગી ની ધગધગતી રેતમાં પગલી ભુલકાંની...
ઉમંર થી લાંબી સડકે ઉભા ત્યાંજ બસ દોડ્યાં...
-રેખા શુક્લ

શનિવાર, 12 જાન્યુઆરી, 2013

જાણું... જાણું


જો જો ખુલશે નહીં તે સહેલાઇથી
કળી મોગરાની ભમરાં ને ગમી જાણું
---રેખા શુક્લ
નજાકત આબેહુબ આવી ગઈ જાણું
સધળે મોહકતાનું જાળું એ  જાણું
---રેખા શુક્લ
કિરણોની ઉષ્મા છે તે તો છું જાણું
ઉરની લાગણી ને અસ્પર્શ જાણું
-રેખા શુક્લ
લાવા છે પ્રવાહી તે તો છુ જાણું
ક્યાંથી અજમાવું સાચું છું જાણું
-રેખા શુક્લ

પડછાયો


છોડવો છે પણ નથી છોડી હું શકતો
એક પડછાયો તુજથી ન અલગ રહી શક્તો...
સુવાસ મુકી ને રહી નથી શક્તો
એક પડછાયો મુજને ન અલગ કરી શકતો...
---રેખા શુક્લ 

શુક્રવાર, 11 જાન્યુઆરી, 2013

સંગ..સંગ..!!


પુષ્પોનો પ્રેમ અને શબ્દોનું સમર્પણ,
ચણીબોર, ખજુર, શેરડીને પોંક સંગ

જામફળ ની સુગંધ ચોતરફ...સંગ
ઉડ ઉડ સુગંધે તલસાંકળી સંગ..

ઉડાડે મુજને તું પતંગ તુ જ સંગ
ઉડ લે દોરી મસ્ત પવન સંગ...

ઢીલ મુક હળવોફુલ થઈ તુ જ અંગ
ઉંચે ઉડે આભે સમય-અગાસી દંગ..

રખડપટ્ટી ફિર્કી ઝુલે આસમાની રંગ
ઉડાડે મુજને તું પતંગ તુ જ સંગ....
--રેખા શુક્લ 

મંગળવાર, 8 જાન્યુઆરી, 2013

પાપણની ઝાલરે તોરણ......


પાપણની ઝાલરે આંસુના તોરણ બાંધી લંઉ
શબ્દવિહિન હાસ્યે ઉમંગ જણાવી દંઉ

હિલોળા લેતા હૈયાને ધરપત શા'ની દંઉ
પગેરું નો અવાજ બસ કાનમાં ધરી લંઉ

શબ્દોના ચોખા લઈ ચાલ વધાવી લંઉ
મીઠ્ડાં લઈ જલ્દી નજર ઉતારી દંઉ

સંધ્યાકાળે આરતીના બહાને બોલાવી લંઉ
મંદ હાસ્યે નૈન નચાવી તને નીરખી લંઉ

ઘુંઘટની આડે શમણાંની સોડમાં લંઉ
સ્વપ્નના આલિંગને તને બાંધી લંઉ
--રેખા મહેશકુમાર શુક્લ (મહેશજી માટે)

આતશબાજી.......!!


નુતન વર્ષના અભિનંદન અને અરિસે કરચલી
આંખોની આતશબાજી, છલકી ગાગર પ્યારી

પ્રગટેલી કોડિયાની, આછેરી ઝીણી જ્યોતિ
કેશ તમારા ઢાંકે, એક ચમકતી આંખડી

હ્રદયમાં પ્રેમની જ્યોત પ્રજવલ્લી ઉઠી
આંખો તમારી દિવડી, બની ચમકતી રહી

ભર્યા પ્રેમના ઘુંટડાને ટપક્યાં તારલાં આંખેથી
સમી સાંજે નમ્યા સુરજને દિવડીઓ પ્રગટતી રહી
--રેખા શુક્લ  

પરબિડિયે આંતરસિયો....!!

ખુલ્યાં પરબિડિયે સવાલાતોમાં 
કુંવારી નજરે મિઠ્ઠી મુલાકાતોમાં
દફનાવેલ પ્રતિબિંબે ડોકિયા કરમાં
સણુલા રહસ્યોમાં હસતા ગુલાબી ફુલોમાં
સંવેદના ચાડી ખાય છે શબ્દોમાં 
વચ્ચે છોડેલી કો'ક જગ્યાઓમાં 
ચાપે છે આગ પાળ બાંધેલ આંખોમાં 
ગુમશુદા મસ્ત વાતુ વાતુમાં
સાડલે ભરે ઝડકો ને કમખે આંતરસિયો
---રેખા શુકલ 

બુધવાર, 2 જાન્યુઆરી, 2013

તું જિંદગી...

તળતળ લળે તું જિંદગી; 
કણક્ણ રળે તું જિંદગી...
જીવન માંગે તું જિંદગી; 
જી-વને રઝળે જિંદગી...
પળપળ પ્રખર તું જિંદગી; 
મળે કફન તું જિંદગી...
બળબળ જલે તું જિંદગી; 
સરવાળે ફળ તું જિંદગી...
ખળખળ વહે તું જિંદગી; 
મ્રુત્યુ ને આધિન જિંદગી...
મણમણ સહે તું જિંદગી; 
કેમ ભાગે તું જિંદગી ?
--રેખા શુક્લ 

પ્રેમ એટ્લે બસ પ્રેમ...


ફુલ ફુલ શબ્દોને માળા કવિતાની ગુંથાય એટલે પ્રેમ.... 
વ્હાલ વ્હાલ માં મ્હાલ મ્હાલ ચાલ મળ આસ પાસ એટ્લે પ્રેમ...  
મોહક મન ને સુર સંગીત મળે એટ્લે પ્રેમ ...
ટહુકે બેસે મોરલા ને ફુદડીયો ફરે ઢેલ એટ્લે પ્રેમ.... 
પિયુ પિયુ બોલ્યા કરે તલ્લીન વાંસળી વાગ્યા કરે એટલે પ્રેમ... 
સતત ઝરણું બની રક્તસંગ વહ્યા કરે એટ્લે પ્રેમ ...
પ્રભુ ની પેહ્ચાન માણસ ને લાગણી નો સાથ એટ્લે પ્રેમ...
સંસ્ક્રૂતિ ને સંસ્કાર પ્રેમ, અનુભુતિને સંવેદના પ્રેમ...
કુદરતનો કરિશ્મા ને શુખ્ષ્મ સર્વત્ર ઝળઝ્ળે આંખે એટ્લે પ્રેમ ... 
રોજ રોજ આવે ને મળે તોય આવે યાદ એટ્લે પ્રેમ .... 
સામે ના હોય ને હસવું આપે તારી યાદ એટ્લે પ્રેમ..
ઘુંઘટ્માં મરક મરક મુસ્કાન ને બંધ આંખે આવકાર એટલે પ્રેમ...
--રેખા શુક્લ