શુક્રવાર, 29 જૂન, 2012

સાથી...


ઉગમણી ઉષાનું રસપાન  છે સાથી
જીવન  સંધ્યાકાળે સાથે રે'તો સાથી
પરથમ  સ્વીકારો  વ્હાલથી સાથી
ફાગણના ફેંટે સોહે મલકાઈ ને સાથી
લાલ  કસુંબલ  આંખડીએ સાથી 
કીચુડ મોજડીએ સુન્દર શોભે સાથી
રંગીલો ભડવીરછેલછબિલો સાથી
રૂપ  પદમણી નાર પર વારતો  સાથી
ધક-ધક હૈયું મોજીલો મસ્તાન  સાથી
---રેખા શુક્લ