શુક્રવાર, 16 ઑગસ્ટ, 2013

અખબાર સફારી કરે

અટકી અટકી ડગલું ભરે
ભટકી ભટકી પગલું ફરે

આગળ વધી ખુશ્બુ ભરે
પડીકે ડોકિયું ખુશ્બુ ખરે

પરદેશ ની સફર કરે
માયાજાળ અસર ફરે

પહેરવેશની કસર કરે
વાંછટ ની ખબર ફરે

અખબાર સફારી કરે
ફાયરી થંડર ફર્યા કરે

આઈ ઓફ ધ ટાઈગરે
ડાન્સીંગ થ્રુ ધ ફાયરે

લાઉડર ધેન ધ લાયને
ખબર ભળી જીવ્યા કરે
---રેખા શુક્લ

આશુતોષ

આધારને લાગ્યો ભાર આભાર તડપતો જડ્યો
આકારને વાગ્યો માર અવતાર તડપી પડ્યો
....................***.........................
આશુતોષ સ્વયંભૂ ખોરડે શરણ માંગુ
પશુપતિનાથ મહેશ ઓરડે ચરણ માંગુ
....................***..........................
ભ્રમણ જીવન માંગુ ના; અંતર આશિશ માંગુ
લાંબુ ના અખંડ સૌભાગ્યવતી; આશિશ માંગુ
---રેખા શુક્લ