મંગળવાર, 31 ઑક્ટોબર, 2017

બેઠું કબીરવડે


ભીડ ના એકાંતમાં ચાલતું સતત ફૂલનું ગાડુ, માંગે હવે ભાડુ
તારલાના પડાવમાં જઈ બેઠું કબીરવડે ગાડુ, માંગે હવે ભાડુ
નશો એકાંતનો તાજો ટૂંટીયું વાળી યાદે ગાડુ, માંગે હવે ભાડુ
ખળખળ વહેતી મોંઘેરી જીન્દગીનું આ ગાડુ, માંગે હવે ભાડુ
સોનેરી કિરણોમાં પ્રકાશી આપણું જૂનું  ગાડુ, માંગે હવે ભાડુ 
પ્રભુના ચરણે અર્પિત જિંદણીનું અનોખું ગાડુ, માંગે હવે ભાડુ
----રેખા શુક્લ