શુક્રવાર, 31 મે, 2013

શર્મી રે લજામણી.....

સંતાકુકડીના સોંણા શહેરમાં 
અર્ધા વેણ સમજીલે સાનમાં
-રેખા શુક્લ

વનરાઈમાં ઝુલે પારેવડું
ઘુ ઘુ માં સંતાતુ પંખીડું
-રેખા શુક્લ

યાદ આવે ઇશારોને લાજી મરાય
ખાલિપાનું અશ્રુ જોને સજી ભરાય
--રેખા શુક્લ

રઘવાયું ઘડપણ
ભરમાયું બચપણ
ઠાકોરજીનું વ્હાલપ
મ્રુદુલ-મ્રુદુલ બચપણ
શિઘ્ર-તીવ્ર ઘડપણ
-રેખા શુક્લ

ઝાંય પાડે હૈયે વરાળ
શ્યામલ હૈયુ ના કળાય
-રેખા શુક્લ

સ્નેહનું સરોવરીયું પ્રભાત
કરમ કુંડીમાં કરતું ભાત
-રેખા શુકલ

તું જ જીવે મારી રૂહ થૈ રાહમાં
પાંદડી ફરફરે બાગની ચાહમાં
-રેખા શુક્લ

જુવે તીરછી નજરે લળી પડે પોયણી
ટાઢી જલને કજરે શર્મી રે લજામણી
-રેખા શુક્લ

ગુરુવાર, 30 મે, 2013

ઘર

સમંદર જેવી ઓટ ને ભરતી  
ભારત ની યાદ આવે છે
સરીતા પેહલા કુવે ફરતી
ઉર્મિ થઈ હિલોળા આવે છે
લીલી્છ્મ્મ માસુમ કુંપણો
કુંણા પુષ્પો લૈ આવે છે
ખાંખાખોળા કરવા સસલી
ખિસકોલી સંગ આવે છે
બચોળિયું ને ગલુડિયું ગેલમાં
વ્હાલ મુજને ભરમાવે છે
 રડતા ઘર આવ્યું છે યાદ
સમય મુજને ન ઠારે છે
આજ ભારત ની યાદ આવે છે......!!
---રેખા  શુક્લ ૦૫/૩૧/૨૦૧૩ (૫૫)

બુધવાર, 29 મે, 2013

બચાવી લો કો'ક

બચાવી લો કો'ક અહીં ચરણમાં  રજ દઝાય છે 
અહલ્યા -દ્રૌપદી -સીતા ને કો'ક તો બચાવી લો
સુકા સાથે લીલું બળતું કળયુગ નો ક્રુર પ્રભાવ છે
ચરણરજ થઈ  દઝાય છે;   કો'ક તો બચાવી લો
કુંણું છુટ્યું તરણું; એક બકુડી વાંછરડી તણાય છે
પગલાં પગલાં માઝા મુકી કો'ક તો બચાવી લો
ફેસબુકની અગાશીએ ઉંઘમાં તારલા કરમાય છે
ઘાયલ ભાવુક ચંદ્રને; ખુદ રામ થઈ બચાવી લો
--રેખા શુક્લ 

મંગળવાર, 28 મે, 2013

રૂહ મે રેહતા તું...

જલતે મૌસમમે મૈ ઔર તું....
જન્નત મે રહુ મૈં ઔર રૂહ મે રેહતા  તું...
મૈં થોડી ટેઢી ચીજ હું આકે આજમાલે તું
 હો જાયેગા આશિક હી યહા તું...!!
 -અજ્ઞાન

તરાપે ઉભો તું હિંડોળે ઝુલુ હું !

....અંજાન 

સોમવાર, 27 મે, 2013

જલતરંગ

ઇશ્ક બિના ના ચૈન યહાં આતા હૈ ક્રિશ્ના દિવાના સબકો બના દેતા હૈ
તુમ ના મિલો તો મિલ કર હૈ ક્યાં કરના દિવાની રાધા બના દેતા હૈ
--રેખા શુક્લ

અક્ષય પરબ તારી ને તરસી હું
વીંટાંઈ વેલ સારી ને અળગી હું
પરખ બાલમ તારી કલગી હું
ભીતરે જલતરંગની કંપન હું
--રેખા શુક્લ

કવચ થઈ ને વદન તું
ટેરવું થઈ ને રતન તું
મોંઘેરું જુલ્મી સપન તું
બંધ આંખનું વતન તું
--રેખા શુક્લ

તુ દુર ના જઈ શકે 
મારા થી પાસે 
ન આવી શકાશે
...રેખા શુક્લ

નાના પાછળ મોટો પડ્યો...
બગડા પાછળ છગડો  પડ્યો ઓછી કિમંતે ૨૬ થયો
સાથે થયા તેમા વધી કિમંતે ૬૨ થયો..........!!
--રેખા શુક્લ

મલપતી એક નાર નવેલી
કોમળ ચંચલ દિલ વાર ચમેલી
ઘુંઘટ નૈના મધુપ્યાલા નમેલી
સુંદરી અધરે મુક્ત ચુમેલી
---રેખા શુક્લ

સમય નથી ત્યારે સમયનું બંધન જોઈએ છે
છુટવાના સમયે જીવ ને બંધન જોઈએ છે !!
---રેખા શુક્લ

Pradip Raval
Dear friends..one notification for u...for ur kind information..
Mrs.Rekha shukla from chicago.usa is allready appointed as a Associated Editor of Amirica.now sapana vijapura and rekha shukla are Authorised to work with jan fariyad international news paper organisation.if any one hv problem contact me at my head office Gandhinagar,Gujarat,India
New issue 26/5/2013 upload...watch it and send me ur valuable comment /feedback
www.janfariyad.com

શનિવાર, 25 મે, 2013

છોલાતી કુંપણો ....!!!!!

અતીતની આંગળી પકડી 
વરસી નજર ઘડી ઘડી
---રેખા શુક્લ 

કાંટોથી છોલાતી કુંપણો ગુલાબ ની 
સોયું ભોંકાતી મુજમાં ને
 લાગણીના ફુલ ખીલતા તુજમાં
---રેખા શુક્લ

ઉંઘે સપનું જાગતી આંખે રોવાનું ...
ઉપવનમાં ભાગતી પાંખે રોવાનું....
--રેખા શુક્લ

આપણી નજરને જઈ લાગી નજર કોઈની
વહયું ઝરણું આંખે ગહેરાઇ માપે કોઈની  !
...રેખા શુક્લ

મોતી

દાદા ના દાંત નું પડવું 
આવ્યું હતું બોખું હસવું
દાઢ આવે હાથનું મુજથી
દાદા ને જઈ કેહવું...!
આવે તોયે દુઃખે જાયે તોય દુઃખે ....
આવી ગઈ છે 'ટેકનો' હવે "ફેક" લગાવો 
કંઈ ના દુઃખે ચબરાક ચીકુ નું કેહવું
વાંછરડી ને લઈ ને જાતી સંતુડી
નું જા જા કહી ને ખસવું 
શેરડી કાપી દાંતે ને હસવું
દાડમડી ના દાણા મોતી
દાણા દાણા હસ્યાં પ્રકાશી 
--રેખા શુક્લ

સુહાની

હુ ફ્રોઝન મુજ માં ને અક્ષરો પાણી પાણી....હવે કવિતા કરવાનુ બંધ કર ચાલ ને ભીના ભીના ઘાસ માં ....જો ને ત્યાં પાણી માં તરતાં હંસલા...ઓકેઓકે ચાલ રે સખી તું મને નહીં છોડે...લગ્ન પછી બન્ને દૂર દૂર વસ્યા પોતપોતાની દુનિયામાં જઈ ખોવાયા....સુહાની ને ત્યાં બે બાળકો જનમ્યા ૩ વર્ષ નો ગોળમટોળ જય ને ૭ વર્ષની ચાંદની...લગ્નજીવન માં બધુ સમયસરને અનુકૂળતા પુર્વક ચાલતું હતું....એક દિવસ ચાંદની સ્કુલે થી પાછી આવી ત્યારે ખુબ તાવ હતો બાજુના પડોશ માં રેહતા ડો. મેહતાએ દવા લખી દીધી થોડું સારુ લાગ્યું પણ ૩ દિવસપછી પણ તે જ શિકાયત...ને ખાવાનું કઈ નામ ના લે...ખુબ અશક્તિ આવી ગયેલી...હવે હોસ્પિટલે દાખલ કરવી પડી...નિષ્ણાંતે આવી ને નિદાન કર્યું ને કહ્યું તેની કીડની ફેલ થઈ રહી છે....એક મિનિટનો પણ વિચાર કર્યા વગર સુહાની બોલી મારી લઈ લો..જલ્દી કરો..! ચાંદની બચી ગઈ...છ મહિના માં જય માટે પણ આ જ પ્રશ્ન ઉભો થયો...હવે...હવે શું કરવું? હે ભગવાન તારે મારી કસોટી જ કરવી છે...! સુહાની ના પતિ શ્યામ કહે તું ચિંતા ના કર...બધુ સરખું થઈ જશે. પણ ત્યાં તો ફરી.... ચાંદની ની તબિયત ખરાબ ...ડો. કહે છે તેની 
પણ કીડની ખલાસ ....એક પિતાની મોટી વિટંબણા પોતાની કીડની આપી ને પોતાના કયા બાળકને બચાવવું? કપરી કસોટી-વિપતના વાદળા- શું લેવો નિર્ણય..?? ચાંદની ની મિંચાઈ આંખો... પ્રભુ નો ફેંસલો રાખ્યો મંજુર સજળ નૈને ....બાજુ ના ઓરડે મોના ને પણ આવી જ કઈક મુંઝવણ...આવેલા તો ટ્વિન્સ પણ છુટા ન્હોતા...ડો પુછે છે મોના ને બેમાંથી એક જ બચશે જુદા પાડીશું તો...મોના શું નિર્ણય લે? ક્યા બાળકે ને દે રજા ? સુહાની કઈ વિચારે તે પેહલાં ડો. કહ્યું ખુબ દુઃખ સાથે કહુ છું જય ની પણ બન્ને કીડની ફેઈલ થઈ રહી છે આઈ એમ
વેરી સોરી...રડતી સુહાની ને મોના પણ ગળે વળગી પડી ને રોતી રહી...! ---રેખા શુક્લ ૦૫/૨૫/૧૩

ગુરુવાર, 23 મે, 2013

નકાબ મે રેહકર


ખ્વાહિશ ચીજ નહીં મહોબ્બત....નકાબ મે રેહકર ભી દિલ પે કરે વાર
આ ધડકનની તું જિંદગી; રોકી એક સાંસ તો મૌત નક્કી ચુંથાશે
ફરી લળીને શબ્દો મહીં ગુંથાશે મહેશ નામે એક માળા ગુંથાશે
ઇંતઝારમાં કંઈ કવિતા જઈ મુકાશે; એક હાઈકુ મુક્તક મુકાશે
સ્વપ્ન અક્ષરે અક્ષરે શ્વાસે ગુંથાશે; વીણેલાં મણકાં મહીં ગુંથાશે
--રેખા શુક્લ

કલમની નોક.............


કલમની નોક કે નીચે આ ગયા નામ
રૂકરૂક કે ચલે ખ્વાબ છલક રહા જામ
---રેખા શુક્લ

માયુસી કે લમ્હોંમેં હોંસલા દેના
કાગઝ કી કશ્તી કા સમંદરમેં ઉતરના
રૂહ તક નિલમ હોજાતી બાજારે-ઇશ્ક મે
સાંસ મે ઘુંટન બન કે યું લબ્ઝ મેં રેહના
--રેખા શુક્લ

ભાષા નું વહાણ .........!!


કવિતાના ફુલો છાબમાં મુક્યા 
નયન મીંચી વ્હાલમાં ઝુક્યા
ગઝલે આમ શબ્દો રૂક્યા !!
---રેખા શુક્લ


ભાષા નું વહાણ હાલક ડોલક
તરબોળ વ્હાલે કવિતા 
અક્ષરો પાણી પાણી....!!
---રેખા શુક્લ


અસ્તિત્વ ના અરિસે
આલ્બમના આવરણે
યાદોનું ખુલ્લું પડીકું
--રેખા શુક્લ


પવનના અડપલા ગાલ સહ્યા કરે
કેશલટો તોફાની ખંજને રમ્યા કરે
---રેખા શુક્લ


વાંકડીયાળા ભમ્મર કેશે મખમલીયો આભાસ
ભીની ભીની મઘમઘી ફરફરી ઉડે સુવાસ...!
---રેખા શુક્લ


નવાબ ચેહરે તન્હાઈઓનું ખોળિયું...
આવ્યા ત્યારે ઓઢાઈ ચાદર કફની ખોળિયું
---રેખા શુક્લ

આજમાઈશ વાહ વાહ કરે...
ગુલદસ્તે નુમાઈશ કરે 
જા રે ક્યું ફરમાઈશ કરે...!!

---રેખા શુક્લ


રૂક્યા મળી ચુમી લઈ....!!વળી ગયો મુજ ચેહરે ;લાગ્યો મુજને મળી ગયો !!
અક્ષર થઈ ભળી ગયો; પ્રાસ થઈ ઢળી ગયો..!!
હું અહીં અર્થ રડી ગયો; જરાંક જ્યાં અડી ગયો !!
નડી ગયો કહી ને આખરે; તો પંડ થૈ પડી ગયો !!

---રેખા શુક્લ

....તોય દિલમાં રહી ખુદાની કમી દુર કરે રાજી થઈ....!!

લહેર દોડે પહોંચવા કિનારે; પવન કાપે ચુમી લઈ
આવે ગઝલે ડુમો લઈ ...ટપકી ગાલ ચુસી લઈ
પર્વતનું પ્રેમી ઝરણું ને; વાદળ ગળે લાગે ઝુમી લઈ
ચાંદની નો પ્રેમ ચંદ્ર ;ધરતી હકથી લઈલે ઘુમી લઈ
જા દિવાને તુ ના સમજે; વધ ના આગળ મુજને લઈ
ગુનગુન ભમરો ફુલો કનડે; પતંગિયા ના હક ને લઈ
---રેખા શુક્લ

બુધવાર, 22 મે, 2013

જાત નુ વિસ્મરણ


મખમલી ચાદર ઓઢી ફરી આવી નવી સવાર
...રેખા શુક્લ

સ્વપ્નનું આયુષ્ય સાવ ટુંકુ ટચ
કો'ક જ વાર થાવાનું સાચું સચ
...રેખા શુક્લ 

ઝરણાં બનીને પહાડ ઓગળ્યા
રાધાની લટે કિશન પીગળ્યા
.......રેખા શુક્લ

સ્વપનની પરી પેહરે રૂપાની ઝાઝરી
જાગરણ નું સ્મરણ તે જાત નુ વિસ્મરણ
...રેખા શુક્લ

સોમવાર, 20 મે, 2013

છમ્મકછલ્લો.....


ચશ્મેબદ્દુર ભાતી હૈ યે છમ્મકછલ્લો
તુમ કો તો યાદ આયે હાયે છમ્મકછલ્લો
દિલ કો લુભાતી હાયે યે  છમ્મકછલ્લો
ચલે મસ્તાની ચાલે હાયે યે છમ્મકછલ્લો
મતવાલી જાન રોયે હાયે યે છમ્મકછલ્લો
રંગબેરંગી યે મસ્તાની હાયે છમ્મકછલ્લો
રૂપ કી રાની હૈ હાયે યે છમ્મકછલ્લો
ભુલાદે જીનામરના હાયે યે છમ્મકછલ્લો
----રેખા શુક્લ

ના પુ્છ..


વારેઘડીએ કેમ છો? ના પુ્છ..એક દિ' સાચકલું બોલાઈ જાશે...
સજળ નૈનો ખાળીશ તો તુજ નૈનો માં ઉભરાઈ જાશે....!!
----રેખા શુક્લ

બંધ દરવાજે ખુલ્લી બારી....
સંબંધ સંબંધ કરવામાં વ્યવહારીક  થઈ ચાલ્યા જાય
સાચા સંબંધ ના બંધ દ્વારે ફેસબુક ની વિંડો ખુલતી જાય..
...રેખા શુક્લ


જીવે તાળવું પેહલું ભાળ્યું'તું
ને તાળવેથી જીવ લૈ ભાગ્યું'તું..
...રેખા શુક્લ


વ્રુક્ષ હરખાણું કુંપણે
ખુબ તપાણું તાંપણે-
--રેખા શુક્લ


અક્ષરની છું બંધાણી
બાલમમાં છુ સમાણી
બાંધી પ્રિતે સંધાણી
મૌન નજરે છુપાણી
---રેખા શુક્લ
ટપક્યું આંસુ.....


ટપટપ ટપક્યું આંસુ ઘાર બની સંતાણું....
જન્મતા ના રડ્યા તો ડોકટરે લગાવી થપાટ...
ખુબ વાપરી આ ભાષા બાળપણે તો માતા-પિતાએ શિખવી જુદી ભાષા...
પ્રિતમ-પ્રેયસી ના થયા ભેગા તો આવે રડવં ઝરણું કવિતામાં રેલાણું..
જિંદગી માં સંબંધે તાણ્યો શું રેલો તે નદી બની ફંટાણું...
ઘડપણે નદી સાગરે ભળી મૌન ભાષે સમાણું...
ટપટપ સુકાણું આંસુ સુષ્ક આંખે ઝંખાણું....
......રેખા શુક્લ

શનિવાર, 18 મે, 2013

હરિહરને ઓઢવા મોકલ્યા......!!

રૂંવે રૂંવે ડસતા એહસાસ મોકલ્યા  ..ઇરછાના ઝરૂખે મ્રુત્યુના ડોકિયા...મોકલ્યા....!!
----રેખા શુક્લ
................... 

સુર્ય ટશુરિયા વરણું
શેરીમાં સંતાણુ શમણું
દેરીમાં છુપાણું ઝરણું
કેડીમાં વ્હાલું તરણું
ભાલે ટિલડી ચંદ્રાણું 
---રેખા શુક્લ 
.....................
જીવનનું અંતર ધટવા કરું છું એક અરજ
શયને પાથર્યું પાથરણું આભ નું મુજ ફરજ
અખિલ બ્રહ્માંડનાથ નું પારણું રહ્યું તુજ કરજ
અંગે અંગ હરિહરને ઓઢવાની પાગલ ગરજ
નરસૈયો જુવે રાધા-કિશન ફળતી રે અરજ
----રેખા શુક્લ

શુક્રવાર, 17 મે, 2013

ધાગા


લખ્યો પત્ર જે કાલે સુકાશે
અક્ષરે ઉપસ્યો ભાવ કળાશે
નજરમાં સિતારાં કળી વિખાશે
ધડધડ હૈયે ના શ્વાસ લેવાશે
--રેખા શુક્લ

મેરા ના મુજમે કુછ રહા

જરા સી જન્નત આંખો મે ભરલું
આ તુજે મૈં સાંસો મે ભરલું
કરલું એક ઔર ગુજારીશ ?
આ તુજે હી મૈં જી લું.....!!
--રેખા શુક્લ


રબ્બા મૈં તો મર જાવા રે
એકદુજે કે બિન ના રેહ પાવા રે
તેરા ના હોના, મેરા ક્યું હોના?
દિન તુમસે, શામ તુમસે, સાંસ તુમસે, જિંદા તુમસે
---રેખા શુક્લ

બુધવાર, 15 મે, 2013

દવા

નવા-નવા ફુલછોડ ની ટપાલ ખાંખા-ખોળા કરે 
સંપર્ક ડાળીએ કુંપણ ફુટે કવિતા ઉગતી ખરે
--રેખા શુક્લ

જિંદગી નું કારણ ભળતું જિંદગી નું કા-રણ થૈ

...રેખા શુક્લ


આખરી દવા ખરીદવા....
આ ખરી દવા ને ખરીદવા લે હું ચાલી
પલળે રગ માં ઝંખના તપાવે તું ખાલી
--રેખા શુક્લ

મ્રુગનયની હું મત્સ્ય થઈ તુજમાં તર્યા કરું....
સપનાની હું વાદળી થઈ તુજમાં ઝર્યા કરું....
---રેખા શુક્લ

મંગળવાર, 14 મે, 2013

બુંદો કી ઘુંઘરૂ.......


તીરછી નજરે ઘાયલ હ્સ્તી મીટાઈ ગઈ જોને હસ્તી....!!...રેખા શુક્લ

ખોંખારો ખખડ્યા કરે ખડકાતો ખીણે ચુરે
અંદર માહ્લ્યા કરે ગબડતો મીણે ઝુરે
...રેખા શુક્લ

શબ્દ ના ગોરંભાયેલા આકાશે વરસે બેઅક્ષરી (લવ યુ) કવિતાઓ...રેખા શુક્લ

ઉગમતાંજ કંકુના છટકણા છુંદણાં
અર્ધ આંખે જાગે કાનના લટકણાં
...રેખા શુક્લ

તનપે બુંદો કી ઘુંઘરૂ બજતી હૈ
કૈસે મુંદ લું પલકે વો સજતી હૈ
...રેખા શુક્લ

કોરી દિવાલ ના ભેજ ઘરમાં રડે આંસુ થઈ
ઓ'રી સાંજ રોજ આવે આથમતા ની થઈ
...રેખા શુક્લ

બહારો નું ચોમાસું; ધગધગ ભીતરે ચોમાસું
શરમાણું ચોમાસું; ભીતર મોરસ રે ચોમાસું
...રેખા શુક્લ

અખીંયો કે ઝરોખોં સે....!! મહેશજી........


ઘરઘર રમતા રમતા કવિતા રંધાઈ ગઈ
ખદખદી, ચડી ન ચડી ને હું સંધાઈ ગઈ
---રેખા શુક્લતું આવી કરે વ્હાલ તે મુજને ગમે છે
કરે છે ફોનમાં વ્હાલ તું મુજને રમે છે
...રેખા શુક્લ

જ્યારે ત્યારે તું પુછે તું શું કરે છે?
જોંઉ છું તારી વાટ તું શું કહે છે?
---રેખા શુક્લ

વર્ષો થી જોંઉ રોજ તારી રાહ
રોવડાવે છે મુજને તારી ચાહ
---રેખા શુક્લ

સાંસો થી બંધાઈ ગયો મુજમાં તું સમાઈ ગયો
...રેખા શુક્લ

અક્ષરોથી બન્યો મહેલને તું રાજા હું રાણી
ઘડે ઘડે ભરું કવિતા લઈ અક્ષર નું પાણી
...રેખા શુક્લ

મિસ કહી ને મિસ કરે તું
સ્મિત વેરી ને કિસ કરે તું
...રેખા શુક્લ (તુમ અગર સાથ દેને કા વાદા કરો મૈ યુહીં મસ્ત નગ્મેં લુંટાતા રહું)

આંગન યાદ આયા.....

લો આજ વો આંગન યાદ આયા, પન્ને કી તરહા ખુદકો છોડ આયે...
અમ્બુવા કા ઝુલના ઔર પિપલ કી છાંવ, જખ્મેં તાઝા મરહમ લે આયે...


!માં ! યે અબ દોહરાતી હૈ...જબ તુ પૈદા હુઇ તો મૈ બહોત ખુશ થી...મૈ ગુનગુનાતી થી સબ લોગ માનતે હી નહી થે કિ તુજે જન્મ દેકે મૈ થકી ભી નહીં હું..તેરે પાપા ને રમા કેહ્કે પુકારા પર તુ તો મેરી રશ્મિ થી...ફિર મૈં પુછતી મેરી ક્યું નહી તસ્વીર ?હર વક્ત તુ દિલ મે રેહતી હૈ ના ઇસ લિયે...મગર સુન ઉસ વક્ત બહોત કમ લોગ તસવિર ખિંચતે થે...ઔર વો ભી બ્લેક એન્ડ વ્હાઈટ..! પર માં મૈને સ્ટુડિયો મેં
રંગીન મધુબાલા દેખી થી...હા વો તો ફોટો પે રંગ કિયા થા...!! ઓહ..ફિર આજ તુ છોડકે મુજે જા કયો રહી હો...ક્યોંકી બેટા મુજે આગે પઢ્ના હૈ...વો ક્યું ? તો હી મૈ પઢાઉંગી ના ઇત્ની સારી બેટીઓકો!ફિર માં મૈં "બા" કે સાથ રેહ લુંગી...કબ બડી હો ગઈ કબ રેખા હો ગઈ...કબ ખો ગઈ કુછ કદમ ઔર ચલ ગઈ...ચલતી રહી પાપા-મમા તુમસે દુર હો ગઈ...ભેજ દિયા પ્લેનમે.કિત્ને દુર..............મગર દેખ મૈ ફિર જુડ ગઈ..ફેસબુક ને મુજે પરિવાર સે મિલા દિયા..! હેપી મધર્સ ડે મામ આઇ લવ યુ આઈ મિસ યુ !!
--રેખા શુક્લ

ચોતરફ પરીઓ

વાર્તા નો વિષય લઈને હું બેઠો તારી ચોતરફ
તુંજ વાર્તા બની ને હુંજ અક્ષરો અંદર ચોતરફ
--રેખા શુક્લ

સુરજ મીંચે આંખ મારી તડકે સોનેરી ભાત લઈ
મોરપીંછું શોભતું ઢેલને કરતું જઈ વ્હાલ કંઇ

કરંડિયામાં પાકી કેરી ને લટકતી દ્રાક્ષ ઝુમખે જઈ
સિતારે સિતારે ટમટમે તું ખોળે ચાંદ ખોબે લઇ

બિકીની માં પરીઓ માળા કરતી પુલ માં જઈ
મિશિગન લેકમાં ઉભરાણા તન-મન ખુલ્લા થઈ

ડગર ડગર ટગર ટગર વાદળી તારલિયું જઈ
બાળ તારું વ્હાલ કરતું ફ્લાઇંગ કિસ મુજને દઈ
----રેખા શુક્લ 

દીકરી .............

૧..લગ્ન સમયે બધાનું બધામાં ઘ્યાન હોય છે પણ દીકરીની મનઃસ્થિતિની ખબર કોઈને પડતી નથી.

.
૨.. કંકોત્રીમાં પોતાના નામ પછીના કૌંસમાં લખેલું નામ કદાચ છેલ્લી જ વાર પોતાની આઈડેન્ટીટી બતાવી રહ્યું છે... હવે નામની પાછળ બદલાતું નામ અને બદલાતી અટકસાથે વાતાવરણ પણ બદલાવવાનું છે
.
૩. ગઈકાલ સુધી જે દરેક ઈચ્છાઓ પૂરી કરાવીને જ જંપતી હતી આજે એ ઈચ્છાઓ પર કાબૂ મેળવતા શિખી ગઈ હોય છેકારણ કે દીકરી કોઈને કશું જકહેવા માંગતી નથી!
.
૪. દીકરી કોઈને કશું જ કહેવામાંગતી નથી. એટલે જ એ સાસરેથી પિયરમાં આવે છે ત્યારે પહેલાં ઘરના પાણીયારામાંથી જાતે ઊભી થઈને સ્ટીલના જૂના ગ્લાસમાં પાણી પીવે છે, હજુપણ એને ઘરના કોક ખૂણેથી બાળપણ મળી આવે છે, હજુપણ એને પપ્પાની આંગળી ઝાલીને ફરવાનું મન થતું હોય છે, સીડી પ્લેયરના મોટ્ટા અવાજમાં હીંચકા ખાવાનું મન એને આજે પણ થાય છે. પણ, હવે એદીકરીની સાથે સાથે પત્નિ બની છે. ગઈકાલ સુધી જે દરેક ઈચ્છાઓ પૂરી કરાવીને જ જંપતી હતી આજે એ ઈચ્છાઓ પર કાબૂ મેળવતા શિખી ગઈ હોય છેકારણ કે દીકરી કોઈને કશું જકહેવા માંગતી નથી!
.
૫. સુકાઈ ગયેલા આંસુનું માપ લિટરમાં નથી નીકળતું......!! ­! પિતા પાસેથી નાની નાની હથેળીઓ પર હાથ મૂકીને નસીબ અજમાવવાના દિવસો ‘છૂ’ થઈ જાય છે! પોતાના જ ઘરમાં મહેમાન બનીને આવવાનું જેટલું દીકરી માટે અઘરું છે એટલું જ મહેમાન બનીને આવતી દીકરીને પોતાની સગ્ગી આંખોએ જોવાનું પણ અઘરું છે...
.
૬. દીકરો ખૂબ થાકીને ઘરે આવ્યો હશે અને ગમ્મે તેટલો મોટો હશે પણ એનો બાપ એને અડધી રાત્રે ઊઠાડીને કામે મોકલશે... એ જ આશયથી કે દીકરોતો કાલે ફરીથી નિરાંતે ઊંઘીજશે પણ, દીકરી ઊંઘતી હશે તો પિતા એને ઉઠાડવાની હિંમત નહીં કરે...! કદાચ આ ઊંઘ ફરી ક્યારેય ન આવે તો? દીકરો પરણાવતી વખતે બાપ હોય એના કરતાં વધારે જુવાન બની જાય છે... પણ, દીકરી પરણાવતી વખતેએ અચાનક જ ઘરડો લાગવા માંડેછે... !!
દીકરીનું લગન એટલે નદીને પાનેતર પહેરાવવાની ક્ષણો...!

(ક્યાંક વાચ્યું...ગમ્યું અને અહી પોસ્ટ કર્યું. )

બેશરમ


ક્યારે મળીશ ?? હવે જ્યારે મળીશ ત્યારે.....
નયન માંથી અશ્રુ ખાળી શકીશ નહીં રોઈ ને અંધ થઈ જઈશ 
ને પછી આવે તો નિહાળી શકીશ નહીં શમણું થઈને આવીશ
પાગલતા ગણી લઈશ લે જોને  આંખો પણ  બંધ કરી દઈશ
------રેખા શુક્લ

બળી ને રાખ થઉ છું સાંભળ્યું છે રાખ ને તું અંગે લગાવે છે
--રેખા શુકલ

ધડધડ વહી ગયું બેશરમ, નર્સ ની સોય થી ભાગે બેશરમ
હાથમાં જરીયે ન આવે બેશરમ, જીવવું પણ કેમ તુજ વગર બેશરમ
---રેખા શુક્લ


મ્રુગનયની હું મત્સ્ય થઈ તુજમાં તર્યા કરું....
સપનાની હું વાદળી થઈ તુજમાં ઝર્યા કરું....
---રેખા શુક્લ

સોમવાર, 13 મે, 2013

*********** જન્મી ત્યારે જ જોઈ લો કોઈ પરી અવતરી છે કે શુ?*********************


Name Vaidhe
father harendra (pintu)
mother geeta
birth date 20~07~2006
expdate 17~10~2006
janam ane dead 11agyaras dead dhanteras pela 2 days
 
tene mind ne rachna undhi heart puncutre kidney fail 3month ma 1.5month hospital ma rahi
જન્મી ત્યારે જ જોઈ લો કોઈ પરી અવતરી છે કે શુ?
હું રાજી ના રેડ ને મારી વ્હાલી થાકેલી પણ ખુશ હતી...તમને ગમે તેજ ભગવાને આપી છે...હવે તમે જ કહો ને તેનું નામ શું પાડીશું....પણ મને પુછો ને તો લાગે છે રામજી ની જ વૈદેહી જોઈ લ્યો..હં આ નામ મને પણ ગમી ગયું ને અમે વૈદેહી ને ઘરે લઈ આવ્યા ...ગીતા ના જેવી જ ઉજળી ઉજળી ને મારા જેવી હસમુખી....હરેન્દ્ર તમે જરા વાર પકડો ને હુ નાહી ને આ આવી હો વૈદેહી રડે નહીં તેનું ધ્યાન રાખજો હો....પેહલેથી જ્યારે જ્યારે હનુમાન ચાલીસા બોલું ને ખબર નહીં કેમ તે રડતી હોય તો પણ થૈ જાતી શાંત...તે મને એક નજરે તાંકતી રહે ને હસ્યા કરે...ચપટી વાગે ને નજર તેની ભાગે...અગિયારસ ના જન્મેલી મારી દિકરી આંખોની કીકી ને કાળજા નો કટકો ...રૂદિયા નું કાણું કાઈ જુદુ ગાતું ગાણું એમ ડો. ંમેહતાએ જ્યારે કીધું હું તો ઘા ખાઈ ગયો ને માનવા તૈયાર જ નહોતો ...દોઢ મહીના ની મારી ઢીંગલી ને લઈ ને હુ એક  હોસ્પિટલ થી બીજી હોસ્પિટલે ફર્યો પણ રામજીએ મારી ખુબ કરી પરીક્ષા...હાર્ટ ના વાલ્વ માં કાણું...હોવાથી કીડની પણ થઈ ગઈ ફેઈલ ત્યારે તે હસ્તી થઈ ગઈ બંધ...મારી વ્હાલીમાત્ર ૩ મહિના ની જ હતી પણ રામજી ની પ્યારી થઈ ગઈ...!! હા હજુમને યાદ આવે ્છે તેની મોટી મોટી હસ્તી આંખો...જુલાઈ ૨૦ અગિયારસ ના જન્મેલી મારી ઓક્ટોબર ૧૭ ના રોજ હતી અગિયારસ તે દિવસે પ્રભુ ના ઘરે ચાલી ગઈ. ...mari najare