શનિવાર, 19 ઑક્ટોબર, 2013

પ્યાર પ્યાસ પ્રેમમાં ..!


તુજકો ફરિયાદ હૈં, મુજમે કોઈ રાઝ હૈં 
આગ હૈં આગ ..હાં, ઉસ પે હી દાદ હૈ 
શોલા સે લિપટી હું, હાં પ્યાર પ્યાસ હૈં 
---રેખા શુક્લ


છું ઝુકેલ ડાળ તુજની, ઉર્મિમાં ઉમડતી રોશની મલ્લિકા પ્રેમમાં
વર્ગીકરણ ના રંગોનું, ભમતી ગમતી રશ્મિ છલકાઉ પ્રેમમાં ..!
---રેખા શુક્લ

કંકુ...."પગરવ"...!!


ઘરમાં કાજળ ઝુક્યું જાણું
અક્ષર તારલાં લુમ ભાળું

બેઠો છે રસ્તો રોકી ભાનુ
ઘડિયાળી ઘટમાળ વાદળું

ઉગ્યો ભાનુ પરોઢ તાણું
"પગરવ" કંકુ પર્વ જાણું 
--રેખા શુક્લ 

"દીપ"


એક ધીમો તપતો સમર્પણનો દીપ
મૂળિયાં છે ભીનાં ઝગમગતો દીપ

જીન્દગી માં જોયો મલકંતો દીપ 
દિપાવલીના પર્વે ઝળહળ્યો દીપ

પ્રગટાવ્યો સંવેદને "માં"નો દીપ
ખુશી ને જીવનનું પ્રતિક છે "દીપ"
---રેખા શુક્લ

તું મુજમાં પડઘાતો સપ્તરંગમાં માતો....


સપ્તરંગમાં ઢળી ગઈ કેટકેટલી વાતો
વસંતમાં લીલી છમ્મ હરિયાળી ઓઢી

પોઢી ચરણે પ્રેમીકા લાલ ચટક રંગાતો
પાનખરે પેહરી છે ખરતા પર્ણની જાતો

પીળા ઓરેંજી કથ્થઈ રંગની રે ભાતો
નિઃવસ્ત્ર કડકડતી થંડી ગર્મ વ્રુક્ષી વાતો

ગર્ભમાં સૂતુ ટીલુપ્સ પાથરે રૂડી ભાતો
બાંધણીના ટપકાં ઉગ્યા ચોરે નીખરાતો

શ્યામવર્ણી ભીની ભીની ઝરમરી રાતો
ધોધમાર ભીંજવે વરણાગી તુજનો નાતો

કૄષ્ણ કૄષ્ણ માં રોજ વહેતો મુજમાં ન્હાતો
શબ્દ અર્થ વ્યાકરણમાં છંદ રહી ગુંચાતો

પીળો ગરમાળો જાંબુડીયો વાદળે ખીલતો
ઝાંકળમાં હું ટપકી તું વાદળીનો વરતાતો

કાળા ડિબાંગ વાદળે શ્વેતરંગી મુજ જાણતો
આડ કરી ભસ્મની શિવજીએ ભગવો નાતો
--રેખા શુક્લ