શનિવાર, 15 ઑગસ્ટ, 2020

અરરરર એમ હાથ ન આલીએ

 

અમે પ્રેમ નગરના છીએ

તુજ પ્રેમ વગરના છીએ

અમે ભક્ત થૈ પોકારીએ

પ્રીત તણું પાનેતર ઓઢીએ

અરરરર એમ હાથ ન આલીએ...અમે પ્રેમ નગરના છીએ

હું તો મીઠાં જળ ની માછલી

હાથ નહીં લાગું ઝટ તારી 

હેતની હેલી રોમે રોમમાં ભરીએ

પાણીકાં ફોરા ઉલાળતાં મળીએ....અમે પ્રેમ નગરના છીએ

રાત્યું ની વાતો થોડી સપનેય કરીએ

છેડાછેડી ટીખણ ટીપણી કદીક કરીએ

ભડવીર હો તો સામો પડકાર ફેંકીએ

સામો સાવજ હોય તો તેને શું કહીએ....અમે પ્રેમ નગરના છીએ

---- રેખા શુક્લ

શુક્રવાર, 14 ઑગસ્ટ, 2020

શ્વાસ લૈ જીવંત કરી ગયો કાન

 

ઉડી ફર ફર ફૂલોની રંગીલી રંગોળી

મૂળિયાં થઈને ઉગી ફરી ગઈ રંગોળી

ઓ હેલો પતંગિયા ઉભું તો રે' જરાં

એના કેશ ની મહેંક સૂંધી લેને જરાં

અટકચાળો વાંકડિયા વાળે લટોમાં 

ઉપરથી છેડતો છબીલો એક મૂંછાળો

લીંબુની ફાડ જેવી આંખુયે તાંકતો

મન લલચાવી મૂવો તન ને માંગતો

એક વાર સાવજ થૈ ફરતો નજરે ચડ્યો

દેવી કેમે ગાળુ ઇ અધરો ચૂમી ગયો

ખોંસી ગુલાબનું ફૂલ ચિતડું ચોરી ગયો

ચોળી મારી તંગતંગ અસવસ્થ ચોટી ગયો

આમને સામને દિલે રૂબરૂ જ થઈ ગયો

મુજને ચોરી મુજમાંથી લગોલગ થૈ ગયો

---- રેખા શુક્લ

बिट्टो राजा

 

शिखर को छूते  मुक्द्दर बनाते सोचे जरूर क्या सुबह आयेगी

याद बहुत आयेंगे शुशांत, कब आयेंगी नई सुबह जस्टिस देगी


बिट्टो राजा के कुछ ख्वाब प्यार में होके बिखरे रीया सजा होगी

मम्मी की डायरीके भीगे पन्ने रिश्तों के जख्मोंसे भरे सजेगी


रवि से चांद तक चलों युं ही सही श्याही गिरेगी आंसुसे भीगेगी

दिल की कलम से अन कही मन कही बदलेगी सांसे रूह मरेगी

--- रेखा शुक्ला 

ગુરુવાર, 13 ઑગસ્ટ, 2020

રક્ષાબંધન

 

આ ભાઈ બહેનનો પ્રેમ એટલે પવિત્ર સંબંધ અને ખાસ રક્ષાબંધનના દિવસે અમો બંને બહેનોમાંથી કોની સૌથી વધુ સરસ રાખડી હશે તે ભાઈને બતાવ્યા વગર બાંધવાની મજા. અદકેરૂં આ બંધન અને આમેય બહેનનું હેત તો એટલું બધું કે આખો સંસાર તેમાં ભીંજાય. ન હોય બહેન ને ભાઈને શોધીને પણ રક્ષા માટે રાખડી બંધાવામાં આવે. આપણી ભારતીય સંસ્કૄતિની આજ તો મહત્તા. દુકાનમાંથી સૌથી સુંદર રાખડી અને તે પણ મોટા ફૂલવાળી દીદીને ગમી. નેહાને બટમોગરા જેવી વચ્ચે પાછા ગણપતિ પણ બેસાડેલા- રેશમની દોરીમાં ચાંદીના મણકાં વચ્ચે બકુડા રૂદ્રાક્ષ પણ હતા. ઉત્તરાયણના દિવસે પડી ગયો તો પગ ભાંગેલો. તે પછી સાજો જ ના થયો. મારો ભાઈ પગમાં ખોડ આવતા હેબતાઈ ગયેલા. ભાઈની બેન રમે કે જમે !!ચાંદાપોળી ધી માં ઝબોળી.... હસતો પહેલા તો રમે રમે જ બોલે પછી કહે ના હો જમે જમે !! પટુડો થઈ વ્હાલ કરાવીને જ છોડે !! બહેન પણ રિસાઈ જાય તો ભાઇ મનાવે ને ભાઈ જો રિસાય તો બહેન - આમને આમ દીદીને અમે ભાઈ સાથે મસ્તી મજાક કરતા ક્યારે લગ્ન કરી સાસરે આવી ગયા તે જ ના ખબર પડી. જાણે વર્ષો પાણી ની જેમ. પપ્પાને ગયા બે વર્ષ થયા નેહા એ પપ્પા ને વચન આપેલું કે ગમે તે થશે જીવશે ત્યાં સુધી ભાઈનું ધ્યાન રાખસે જ.ભાઈ ને દીદી અમદાવાદસેટલ થયેલા. થોડા અંતરે પણ મારે તો પરદેશ સાસરું ને ઘર બાર છોકરા છૈયા ને સાસરિયા. દર વર્ષે મારી ફરજ બજાવી આવું ભાઈને મળી આવું ભલે ખર્ચો થાય પણ હવે તો પપ્પા- મમ્મી કોઈ તેની પાસે નથી,પગની ખોડના લીધે લગ્ન ન કરી શક્યો. તેથી નોકર ચાકર સિવાય દીદી થી અવાય ત્યારે આવી જતી પણ આ વર્ષે કોરોના ને લીધે જવા વિચાર્યું નહોતું પણ દીદીના સાસુ સખત હેરાન થઈ રહ્યા હતા. ધડપણ આવે ને જીવ જાય તે પહેલા કેટલા દર્દ આવે પણ અચાનક સમાચાર મળ્યા કે ભાઈને હવે મારી જરૂર છે. તેને હોસ્પિટલમાં દાખલ કર્યો છે. અરે પણ આ કોરોના વાયરસ ભાઈને ક્યાંથી થઈ ગયો શું કરું..ટીકીટના પૈસા દેતા પણ મળશે કે નહીં તાત્કાલિક જાવું જ છે. કેટલા દિવસમાં મળશે ચિંતાનો પાર નહી. પાંચ હજાર ડોલર્સ ખર્ચી વિનંતીઓ કરી કરગરી ને ટિકીટ મેળવી હેરાન ભલે થવય પણ ગયેજ છૂટકો. પહોંચી ગાઉન પૂરો પહેરાવી ટેસ્ટ મારો પણ થયો પછીજ ભાઈ ને જોયો. રડીશ તો તે ભાંગી પડશે. સમજાવ્યો જો હું આવી ગઈને તું ચિંતા ના કર હું છું ને !! બસ બધું સરખું જ થશે !! મને જોઈને જાણે સપનું જોતો હોય એમ તાંકતો પડ્યો પછી એની આંખમાં ચમકારો જોયો. મને જોઈને ખુશ થયો. ડુબતાને તણખલાંનો સહારો. ત્રણ દિવસમાં તો સાજો થઈ જશે તેમ જ લાગ્યું. ભગવાન જલ્દી મારા ભાઈને સાજો કરી દો. પણ ના ત્રીજા દિવસની રાત્રીએ તેણે છેલ્લા શ્વાસ લીધા હું ભાંગી પડી. કાલે તો રક્ષાબંધન છે ભાઈ તું મને છોડીને ચાલ્યો ગયો...?? હું આવી પણ તારી રક્ષા ના કરી શકી મને માફ કરી દે મારા નાના ભાઈ !!

તા.ક. આ સત્યઘટના હોવાથી પાત્રના નામ અલગ પાડી ને લખવામાં આવ્યું છે પણ ભાઇ-બહેન ના પવિત્ર પ્રેમની પરાકાષ્ઠ્ઠા મહામારીના સમયમાં પણ જોઈને દિલ ગદગદ થઈ ગયું.

---- રેખા શુક્લા