ગુરુવાર, 16 જુલાઈ, 2020

"સાથ"

ગુગમ ગરિમા વાચિકમ મંચ પર શિકાગોથી રેખા શુક્લ ના નમ્રવંદન આજ સાથે સાથે

આજનો વિષય છે "સાથ"

કોતર્યુ છે દિલ અને રેત માં છે પગલાં સાથે સાથે
કોરી પાનીએ સપના માંડે છે પગલાં સાથે સાથે

અંધકારે ઉજાસે સંગ સંગ રહું છું ઈશ સાથે સાથે
મહેંક છું ફુલની અંગઅંગ રહું છું પુષ્પ સાથે સાથે

આંખો કહે તુજને આખો ચાહું છું આવ સાથે સાથે
શમણું થઈ રોજ પાંખો ચાહું છું પંખી સાથે સાથે

દર્પણ છું ના ખોજ સન્મુખ રહું છું જોને સાથે સાથે
પડછાયો તુજ થી તુજ માં રહું છું કાયમ સાથે સાથે

થાય સપના ભડથું સાથે ખુલ્લી પાંપણ પડખું સાથે
શિક્ષક વેચે છે વિદ્યા અહીં વેચાય છે બારાખડી સાથે

માણસ થાય ભક્ષક અહીં ભક્ષક રક્ષક વેચાય સાથે
કરોળિયાની જાત છે અહીં શબ્દના જાળા સાથે સાથે

શબ્દના માળા મહીં છે શબ્દના મા'ણા સાથે સાથે
શબ્દના હુલામણા શબ ને બહુ વ્હાલા સાથે સાથે

કરોળિયાની ભાતમાં ગુંચવાયેલા મા'ણા સાથે સાથે
અનર્થના થયા કરે અર્થે સ્પર્શમાં જાળા સાથે સાથે

સ્પર્શના જાળા મહીં અસ્પર્શ છે મા'ણા સાથે સાથે
ગુંચવાઈ શબ્દમાંથી નીકળે રોટલે મા'ણા સાથે સાથે
---રેખા શુક્લ