શનિવાર, 7 જુલાઈ, 2012

कोइ याद आना....


जुलो पे उसका लेटे लेटे पैरोंके घुंघरुकी आहटका सुनना
आइने मे देखके कानोंकी बाली से लीपटी लटो को सुलजाना
अचानक ही हसना... गजरा सजाना ..कोइ याद आना...
वो चुडीकी खनखन और पायल की छनछन..वो बारिषका आना
खुले चमन मैं बुंदो को छुना...गोरी हथेली मे मुंहका छीपाना
अचानक ही हसना...आंचल पकडना..कोइ याद आना...
-रेखा शुक्ल

aaryaa.....


છવાઇ ગઈ જે ચારેકોર વાહ-વાહ તે આર્યા છે
જાદુ ની પુડીયા ભળી જડીબુટ્ટી તે આર્યા છે
શ્વાસો માં પ્રેમ ને ઉરછવાસ કવિતાનો આર્યા છે
ટગમગતો એક ચમકતો તારલો તે આર્યા છે
ગજબની મહેફિલ જમાવે છે મારી-તારી આર્યા છે
માળો કવિઓનો ને ગુંજારવ કવિતા આર્યા છે
જુગલબંધી ને શેરશાયરી નો સમ્ન્વય આર્યા છે
પરિચિત અપરિચિત સૌ મળે મિત્રો ની આર્યા છે
ન હોય તો બની જાય છે હિંદીભાષા આર્યા છે
પ્રસંગની મશાલ છે વસંતની મહેંક આર્યા છે
 સરગમ સંગીત શબ્દો થી વાચાળ આર્યા છે
-કુમકુમ પગલે શરમાતી કવિતા જ્યાં મલકાય છે
કવિઓની જુગલબંધી ની રમઝટ જ્યાં ભળાય છે
લાગણીને પ્યાર નો છે અરિસો તે આર્યા છે
આજ આંચલ મારો મુજ ને લાગે છે કમ તે આર્યા છે
શેર-શાયરી ને ગીત-જોક્સ મા મશગુલ છે
સમયનું ના રહે ભાન અહીં ફેસબુક ની ડાળ છે
પ્રાંગણ પારણું ને ટગમગતાં તારલાં નુ ઝુંડ છે



samay nu bhaan bhulavi de shabdo, geet ne sur maa taray toy ghanu.
સમય નું ભાન ભુલાવી દે શબ્દો...ગીત ને સુર મા તરાયે તોય ઘણું
આજ ગંગા જળ આર્યાનું ...મરવા પછી જીરવાય તોય ઘણૂં...!!

વાતો...

જીબ્રાલ્ટરના કાવ્યો ને ગીતાંજલિ ના ગીતો
ગીતા ના શ્લોકો ને લિયો ટોલ્સ્ટોય ની વાતો
સ્વાદના સંવાદો ને મૈત્રી ના સંબંધો
ગીત-ગુંજન ની રાત્રીઓ ને જાગરણની વાતો
રંગોળીની યાદો ને ખો-ખો ની રમતો
યાદ પીંજરે બુલબુલ ને સંગ્રેહલી વાતો
ભોગાવાની પાદરે વિરડો ઉલેચવાની વાતો
છ્લકતી ગાગરે ભીંજાયેલી ઘાઘરીની ઘુઘરીઓ
ધુંધળી..ઝાંખી.."પનિહારી" ની ગઈ જોને વાતો
મમળાવું હું યાદો ને બસ રહી ગઈ વાતો...
--રેખા શુક્લ

આજની સવાર ની જુગલબંધીથી દિલ ખુશ થાય છે...!!


પીડાનો અનોખો વિસ્તાર થાય છે
આખુ, આ નગર અખબાર થાય છે 
ને પછી .... 
ફેલાય છે વાવડ આગની ઝડપે 
ને અફવાનું બજાર ગરમ થાય છે.
પાના ફેરવી અખબાર ના પરોઢીયે,
દિવસ આખો લોકો જોરદાર થાય છે.....
પેટ ચોળીને કર્યું શુળ ઉભું !
ક્યાં સમજદારીનું કામ થાય છે?
અફવા હોય કે છો ને સાચા વાવડ,
વાંચનારા વાંચી મજેદાર થાય છે......
જોઇતા વાંચી સમાચાર છાપા માં,
શોખીનોની નજરો શાનદાર થાય છે...
પીડા તો સઘળી હૈયે ધરબી!
સેહલાઈથી ક્યાં જાહેર થાય છે?
જડ જેવી લાગતી લાગણી ઓ માં પણ
ચેતના નુ ભુંસું ભરી જુઓ વેપાર થાય છે
જ્યારે જુલ્ફો તારી તાર તાર થાય છે...
શુ કહુ આળસ મરડીને ઉગતુ શવાર થાય છે
કાયનાત ની વિશાળતા માં હું તે વળી કોણ ?
મારી પીડાઓ વળી વળી ને શૂન્ય થાય છે !
શુન્યતામાંથી અહીં સર્જન થાય છે..
યાદો નું ક્યાંરેય ના વિસર્જન થાય છે!

પરિચય.......


શબ્દોના જ પરિચય નો સંબંધ છે
લાગણીઓ હ્રદયની હંમેશ અંધ છે
ક્યારેક ખીલે છે ફુલ પાનખર માં
પ્રસંગોને ન હોય બંધ કોઇ સંબંધમાં
ઉર્મીઓના સરવાળાને જાકારાની બાદબાકી
ખુશીઓના ગુણાકારો ને દુઃખની ભાગાકારી
મળશું-મળશું જલ્દી મળશું 
આશની જલતી એક ચિનગારી
પ્રતીક્ષાની પળોને ઝાંઝવાના નીર
ઉમટતા તરંગો ને હૈયાની કિનારી
માન્યું સુખ નું ઝાડ ને બાંધી પાળ રૂપેરી
આશાના બિલિપત્રો ને હકીકત ના મહેશજી
શ્વાસ ના શ્લોકોના રૂપકડાં ધર્યા ફુલો
સંબંધોની પુજામાં પ્રસંગોની યાદગારી
-રેખા શુક્લ