શુક્રવાર, 28 ફેબ્રુઆરી, 2020

સંબંધ

1. ગુગમ વાચિકમ વિષય- સંબંધ એટલે...
સંબંધ સર્વત્ર બંધાય પણ સાચવવો એટલે સમર્પણ. જ્યારે તુંડે તુંડે મતિર્ભન્ના 
એટલે અભિપ્રાય હોય પણ પવિત્રતા જળવાઈ રહે તે  મહત્વનું, પ્રેમ વગર સંબંધ એટલે ગળપણ વગરની વાનગી. પલકારે પલકારે એના હેત ઉભરાય જાણે આંખોના નેવેથી નીતરતું ચોમાસું,
એણે શરમે ઉછારેલા છોડના કુંડામાં વસંતની વ્હાલપનું બીજ રોપ્યું...સંબંધ વટવૄક્ષ બની ખિલી ઉઠ્યો...આ તો હું ને તું નો સંબંધ.
ટોટલ કેમેસ્ટ્રી ને એકદમ અજાણ્યો 'કલીગ' સંગ સંબંધ પણ ઘર જેવો !! વ્હાલા પડોશીના સંગે પિકનિક ને વાટકી સંબંધ.ચાલો થોડું જીવી લઈએ જિંદગી સંબંધ હવે પાળી લઈએ. પંપાળી લઈએ એક્મેક ને જરા પણ સ્પર્શ્યા વિના હા, સંબંધ ને જાળવી લઈએ. સુખ દુઃખના ભાગીદાર બનીએ એક મેક ને સમજીએ એનું જ નામ તો સંબંધ. હા ઇશ્વર  નો ના ભૂલીએ સંબંધ સૌથી જરૂરી પહેલા પોતાને જાણી લઈએ. 
આખર આપણે એકમેકના લોહીના કે ઇન્સાનિયતના સંબંધે ગૂંથી જઈએ વિશ્વ ના સંતાન બનીએ. 
--- રેખા શુક્લ 

2. ગુગમ વાચિકમ વિષય-અભણ એટલે...
 પ્રેમ કરું છું અભણ કહો ચાલશે.. પલકારે પલકારે તને જોઈ હેત ઉભરાય જાણે આંખોના 
નેવેથી નીતરતું ચોમાસું, એથી શરમે ઉછારેલા છોડના કુંડામાં વસંતની વ્હાલપનું બીજ રોપ્યું...ને
સંતાન ની જવાબદારી લીધી. શ્વાસ લીધા વગર પણ ચાલતી રહી અભણ કહો ચાલશે. થોડી ઘણી બચત કરી એકબીજાને ખુશી વહેંચી ચાલો અભણતા ક્યાંક કામ આવી. દગો ખાધો પણ દેવા ના લલચાઈ 
આજ કબર સુધી લાગણીએ ખેંચાઈ છું ભલે કહો ભણેલા ગણેલા તોય અભણ રહેલા અમે હસ્તા ફૂલો જેવા. દરેક ના હ્રદયમાં રહેલા ભગવાનમાં માનું છું, વંદુ છું વિનમ્રતાથી કદાચ હા હું પણ અભણ છું. 
જિંદગી આપી છે શીખવા માટે આનંદ અનુભવવા માટે છે દરેક ને સમય સર મળે જો મોકો તો બધા 
ભણેલા ને ગણેલા હશેજ. 
 --- રેખા શુક્લ 

3. ગુગમ વાચિકમ વિષય- સપના એટલે 
સ્મરણ માં સપનું છળ થઈ ભળ્યું, લ્યો આખર મુલાકાતી નું વળગણ થઈ મળ્યું
કોઈ કહે મૂંઝવણી મીઠ્ઠી થઈ ફળ્યું. અરે આંસુ ઠરી બરફ મહીં એ વિસ્મરણે ભળ્યું

---રેખા શુક્લ
સ્વાગત નહીં કરો મિત્રો ? સપના ને હોય નહીં માઝા તો ય મારા સપના ઓછા ્છે નથી ઝાઝા...લખવાનું શરૂ કર્યું ને તેમણે સમાચાર સંભળાવ્યા. 
અમાસ ની રાતલડિયે તારલાંઓ ટાંક્યા, પણ ચંદ્રમા ના મોઢે અજવાળા ઝાંખા...કાળજડે પડ્યા ઘાहैं अपनो ने मारा ईमान धरम शरम करम और भरम के लियेऔर फिर दरार बांग पुकार हरेक के हिस्से मे लहु करार लिये ---रेखा शुक्ला 
અમાસ ની રાતલડિયે તારલાંઓ ટાંક્યા, પણ ચંદ્રમા ના મોઢે અજવાળા ઝાંખા...કાળજડે પડ્યા ઘા, ખુલી આંખે સપનુ છે કે વાસ્તવિકતા પણ આ તો ૯/૧૧
हैं अपनो ने मारा ईमान धरम शरम करम और भरम के लिये
और फिर दरार बांग पुकार हरेक के हिस्से मे लहु करार लिये 
---रेखा शुक्ला 
बने डिस्पोझेबल इन्कम तो, घर बनता है सवरता है और बिगडता भी है.
कुछ लोगों से रूबरू होने का अंदाजे एहसास ही कुछ अलग होता हैं 
फिर वो जान अपने पास नहीं रेहता वो मेरे पास कैसे होगा हैं न ?
जिन्दगी की गगरिया पे बैठा कौआं दिन-रात कंकर डाल डाल उम्र पी रहा 
और मनुष्य समजे वो जी रहा हैं
मुजे अपने जिने का हक्क चाहिये. कोइ बहारसे जली थी कोई अन्दर से
हर रंग प्यार के चूरा कर जिने को केहते हैं 
शोहर के नाम के जज मुजे तन्हाई सजाये मौत फरमाइये
मै अम्मी  जैसे बहादूर नहीं हुं !! 
મહોમદ રડતો રહ્યો પલકારો માર્યા વગર ફાટી આંખે સૌ જોતા રહ્યા. કાશ આ એક ભયાનક સપનુ માત્ર જ હોત.
-- રેખા શુક્લ 
4. ગુગમ વાચિકમ મા આપ સર્વે નું સ્વાગત છે મિત્રો આજનો  વિષય છે જીવન એટલે ...!!
જીવન એટલે દોડ... ભૂતકાળની ચમચીમાં ભવિષ્યનું લીંબુ લઈને વર્તમાનમાં દોડવું તે..ક્યારેક સુખ ની આશમાં ને તો ક્યારેક દુઃખના ઢસરડાં માં હર્રાજી બોલે માન સન્માન તો પણ બધુ સાચવતા
... સાચવતા મર્યાદામાં રહીને જીવતા રહીએ સંબંધોને ગૂંથતા રહીએ તે જીવન. 
આપણને ગમતું કરવાની તક ઝડપતા એકલા અડીખમ વૃધ્ધાવસ્થામાં કે બાળકો સાથે  
એક થઈ જઈને મઝા માણી લેતા શીખીએ તે જીવન. જીવન જીવવા માટે છે માણવા માટે છે. સુંદરતા
પ્રકૄતિની ને વ્યક્તિત્વની માણીએ ને પરમાત્માની પવિત્રતા માણીએ તે જીવન. પણ જીવન પરમાર્થ માટે પરોપકારી બને તો જીવન ની સાર્થકતા ગણાય. રોજ કંઈક શીખ્યા હા જીવન જીવ્યા. અસ્તુ-
---રેખા શુક્લ(શિકાગો )
5.ગુગમ વાચિકમ ના દરેક મિત્રોનું સ્વાગત ને આપ સૌ શ્રોતાજનોને નમસ્તે મિત્રો,

આજનો વિષય છે " સ્ત્રી"

લાલ-પીળા રંગ ઘોળી ને ચિતરી સ્ત્રીની સુંદરતા- સમજ ને મમતા ભરી ભરી ને એ પ્રકાશે દીકરીમાં જે બની જતી સ્ત્રી તો છે સમજણનું સરનામું. 

ડુંગરથી દડતી ઘાટ ઊતરતી
પડતી પડતી આખડતી
આવે ઉછડતી, જરા ન ડરતી
હરતી ફરતી મદઝરતી
કિલકારા કરતી, ડગલાં ભરતી
જાય ગરજતી જોરાળી
હિરણ હલકાળી જોબનવાળી
નદી રૂપાળી નખરાળી
કવિ ‘ દાદ’ ની રચના પછી મારી કવિતા સ્ત્રીમાંથી સ્ત્રી વિષે...મારા શબ્દો મારા અવાજમાં 

શાંત નિર્મળ ને ઠંડી ચાંદની, બીજી નટખટ ને ખુશીનો ખજાનો
એકનું ગોળ મોઢું ને બીજીનું લંબગોળ, જીવન જેનું નામ ને તોફાન એનું કામ 
અણિયારું નાક અને સીધું સપાટ પેટ, ફેશનમાં નંબર વન ને ખુશ રહે હરદમ 
મેકઅપ એનો અપટુડેટ ને ચાલે ત્યારે મસ્તી, અણિયારી એની આંખો ને વાક્છટા મજાની
હસુ હસુ કરતા અધરોને નયન ગોળ લખોટી, મહેફિલમાં ભરી દે રંગ વાતો એની તગડી
સ્વપ્નના મહેલમાં રહે ને વાદળ પર દોડે, ગુસ્સામાં રડી પડે પણ લાગે ઝાંસીની રાણી
ખુશ હોય તો વારી જાય દઈ ઘણી ચુમ્મી, મોટી થતી દીકરીની બસ ચિંતા કરે એની મમ્મી
--- રેખા શુક્લ
6. ગુગમ ગુજતાતી ગરિમા મંચ ના વા્ચિકમ મિત્રો ને શિકાગોથી રેખા શુક્લ ના વંદન
અનામી એટલે... દૈવીત્વ. 'અય માલિક તેરે બંદે હમ ઐસે હો હમારે કરમ નેકી પર ચલે ઔર બદી સે ટલે તાકી હસ્તે હુવે નિકલે દમ.' કોરોના વાયર જાણતા અજાણતા સભાનતા પીરસી રહ્યુછે આ દૈવી તત્વને...  અનામી બનીને
સૂચવી રહ્યુ છે કર્મનું ફળ ભોગવવુ પડે છે. શબ્દોને આકાર મળ્યો ને ચિત્રકારે અનામી દેખાડ્યો, શિલ્પકારે મૂર્તિ કંડારી, તમે ને મે શું ઇશ્વરને જોયો?
અનામી ઇશ્વરીય તત્વ આપણી આંખોમાં ને હૈયામાં વસ્યું વાણી રૂપે વિકસ્યું. સરોવર કાંઠે વન ઉપવને ક્યાંક સવળી...ક્યાંક અવળી વાતો થઈ અનામી, અંતરયામી જાણે સઘળી, કંકુ કેસર
ઘોળી,  તુલસી ક્યારે અંકુર ફાટે કૂંપણો અનામી, રહી સમાય તુજમાં મુજમાં ...ચાલ શોધીયે અનામી..!! અસ્તુ.
--- રેખા શુક્લ
ક્યાંક સળગી ,સાવ અળગી ..વાતો અવળી સવળી
અંતરયામી જાણે સઘળી , અંકુર ફાડે કૂંપણો અનામી
રહે સમાઈ તુજમાં મુજમાં, કંકુ-કેસર તુલસી ક્યારી
ચાલો શોધીયે વાયરસી વેકેશને નોખી ને અનામી
--- રેખા શુક્લ