શુક્રવાર, 4 ઑક્ટોબર, 2013

એક અધમ અહીં જીવે...


એક અધમ અહીં જીવે...
માને છે કે જીવે....હા મા ને પણ છે કે જીવે
શર્મ છોડી અંક્રાતિયાને આવે ના શર્મ જીવે
ઉપરવાળા ને દેશે હિસાબ અક્કર્મી છે જીવે
મરેલા ને ક્યાંથી મારે ઇશ જાણે ભલે જીવે
એક અધમ અહીં જીવે....
રક્તકણ એક પળોજણ મારી ડરમાં જીવે
જીવ આવ્યો ઘર-ઘર બદલે આમ તે જીવે
બેશર્મી ને શું એ કહીએ અધમ અહીં જીવે
મા અંબે સંહારી લે આવો જીવ કેમ જીવે?
એક અધમ અહીં જીવે....
રડતી માને કકળાવે-ટટવાળી ને જીવે?
ઉપકાર એના ગૌણ માને કેમ તોય જીવે
કેમ છું કનેક્ટેડ નથી રેલવન્ટ કેમ જીવે?
સ્વાર્થ ને ક્યાં સંબંધ આવી ઉપરવટે જીવે
એક અધમ અહીં જીવે....
ક્યાં ના લેખ-ઇર્ષા સૌની-શંકામાં એ જીવે
બાળકને પણ ખરચી લેશે તોરમાં એ જીવે
કુણાં કંપિત હાથે કામ કરશે કારણ દૈ જીવે 
ફરજ કરજ ને તુરછ ગણી મદમાં છે જીવે
એક અધમ અહીં જીવે....
------અજ્ઞાત