મંગળવાર, 17 જુલાઈ, 2018

"વાઈટામીન આઈવી" આજકી તાજાખબર


કેમ ફોસ્ટર હોમ બાળકો બદલતા રહે છે ને મા-બાપ  વૄધ્ધાશ્રમે વધ્યા છે
સંત તો અરે હવે ઘરે આવે છે ને જંગલ માં ગુરૂ કોઈ હવે ના વસ્યા છે !!
ગલૂડીયાંને બચોળિયાં ના ઘર બદલે છે, મકાનમાં બંધ માનવી વધ્યા છે
વાર્તા ઓનલાઈન વંચાય ને રામ સીતા મંદિર થી ટી.વી માં વસ્યા છે !!
વાંચશો ત્યારે રામ રામ, બાકી મુખે થી સાંભળ્યા કરીએ રાધે - શ્યામ 
અટપટી ને અનુપમ વાતુ -જાતુ ને ભાતુ જોઈ સૂતા રહે  છે ઘનશ્યામ !!
ડ્રાઈવર લેસ કાર ને ઉડતી કારે, સ્પેસશીપ માં જઈ આવાનું પરગામ 
ગુગલ કરો ને "વાઈટામીન આઈવી" ચડાવો આજકી તાજાખબર શ્યામ !!
-----રેખા શુક્લ  ૦૭/૧૭/૨૦૧૮