મંગળવાર, 11 ડિસેમ્બર, 2012

પ્રેમ એટ્લે પ્રેમ ...હાંથે ગુંથેલ મોગરાની વેણી ઝુલે અંબોડ્લે એટ્લે પ્રેમ

સામે ચાલી મળે પતંગિયાની પગલીયું એટ્લે પ્રેમ

ચોમાસું ખાબોચિયે ને ધુળ મહીં ન્હાય ચક્લી એટ્લે પ્રેમ

કાળમીંઢ પથ્થરે ઝુલે ઝરણાનું પારણું એટ્લે પ્રેમ

--Rekha Shukla 12/11/12

pushpanjali


પંચામ્રુત ના પ્રેમ પરાગે
પ્રાંગણે તરંગ પ્રણય પુષ્પ

પરથમ સમરૂં અર્પુ ટહુકે
ઝુલ્ફ સંગ પવન મહેંક
---રેખા શુક્લ૧૨/૧૧/૧૨