શુક્રવાર, 8 મે, 2015

વાંહે વાંહે...

લટાર મારૂ  ઓક્સિજનના બહાને
દિમાગ લડાકુ વાંહે વાંહે...
છોડવાનું મન મૂકી 
પોક મૂકે દિલ વાંહે વાંહે....
---રેખા શુક્લ*****
ગલીમાં લથડીયા ખાતા શબ્દો  છૂટા પડ્યાં
ખરડાઈ ને અરથ, આખર રગ માં ભળ્યા !
----રેખા શુક્લ*****
ડાળીઓ માસુમ છે પાનખર ની ના ખબર છે
કોયલ બેઠી આંબા ડાળ આમ્ર-કુંજ સરભર છે
---રેખા શુક્લ******

ટૂંપાવી દો

નસ્તર મૂકી દો કાપ પર ...હજુ હાડમાં હામ રહી છે
ચાંપી ને હૈયે કરવાના અળગા, હાડમાં વેલ રહી છે
----રેખા શુક્લ*********
શ્વાસ ને ટૂંપાવી દો 
ખોદી છે મેં જ 
કબર ભાન માં
----રેખા શુક્લ***********

એક તરફ જીવન ને બીજી બાજુ સુખ
એક મળે બીજુ છૂટે આ તે કેવી સુધ (સમજ)
----રેખા શુક્લ**********
એકલપંથી ને વળગણ લાગ્યું ક્યાંથી
પ્રવાસી નું રે ગળપણ જાગ્યું ક્યાંથી 
----રેખા શુક્લ************
નગર ને તરસ લાગે આગની 
ઠારવાને ભસ્મ માંગે ભાગની
----રેખા શુક્લ***********

ચલ ઉડજા રે પંછી કે અબ યે દેશ હુઆ બેગાના

બકુડુ વાદળું આળોટે 
આભમાં 
જોઈ લીલોતરી પર્ણમાં 
---રેખા શુક્લ********
લળી લળી ભરે 
સલામ 
મેમસાબ ના પ્યારમાં
---રેખા શુક્લ***********

ભીતર ટહુકે મોરલો
નાચે મોરલો માહ્યલો
---રેખા શુકલ***********************
થનગન થનગન નાચે લવંડર ભાતું પ્રાંગણે
છમછમ વેલો નાચે વ્હાલ ઉભરાતું આંગણે 
----રેખા શુક્લ************************
ડાળ ને વેલ વળગી 
ભરાવે બથ 
સમીર સંગ ગેલમાં
---રેખા શુક્લ**********
ધમણી ને પડી ગઈ 
ટેવ
શ્યામના નામની
--રેખા શુકલ********
ઠાંસી ઠાંસી ને ભરાઈ વેદના
શ્વાસ ગૂંગળે અકળામણમાં
----રેખા શુક્લ

पुकारे आँख मे चढ़ कर दुःखो कोई खूँ समझता है.. ...

पुकारे आँख मे चढ़ कर दुःखो कोई खूँ समझता है.. .....
अँधेरा किसको कहते है ये बस जुगनू समझता है...

उन्हैं कोन जाके सम्जाये दिल क्या क्या सेहता है...
वो बेचारा तो चूप चिल्लाके हरदम रोता रेहता है...

सेह लिया क्या पा लिया पाके क्या क्या खोया है...
सारी रात जागे नैना, तो चैन से कोई सोया है...!
---रेखा शुक्ला