શુક્રવાર, 7 ફેબ્રુઆરી, 2014

વ્હાલ


ટપટપ ટપકી ફરે અટકી કરે વ્હાલ
વાયુ સંગ વહેતું મોકલું મા નું વ્હાલ
સૂરજ જેવું રૂપ ધરી ફરી વળે વ્હાલ
કેવા અક્ષરના રોજ રાતે આગિયા ફરે
રાત આખી મૌન હાલરડાં મીઠા ગાય
ઉંઘમાંય ગગનગોખથી તારલિયા ગાય
ગદગદિત સ્વરે ચરણસ્પર્શ આવી કરે
કેવા અક્ષરના રોજ રાતે આગિયા ફરે
---રેખા શુક્લ

ધીમા ટકોરા


અંતરીક્ષની બારીએ આકાશી ઓઢી ચાદરે
સાવ અનોખી દુનિયા હતી ગામને પાદરે 
સૂતરના તાંતણે પાકા બંધાતા સંબંધ આસરે
નિંદર તોડી રાત જાગે ઠાલા વળગે બાપરે
કોણ આવી મનને કમાડે દેતું મીત નું દસ્તક
કોણે આવી ગીત ગાયું મારી પ્રીતનું મુક્તક
છાનો પગરવ સાંજનો શબ્દો ધરે હવે સાંજ
ધીમા ટકોરા, હળવા કદમ માંડે ઘેરાતી સાંજ
---રેખા શુક્લ