રવિવાર, 22 સપ્ટેમ્બર, 2013

સપનાની પાંખે ઉડે તે તો દિકરી !!

સપનાની પાંખે ઉડે તે તો દિકરી !!

ભોળી આંખે નીરખી વિદાય લે દિકરી
સહજ દુર ખ્વાબોમાં ખિલએ તે દિકરી
જીંદગી ગિરવે દર્દ લઈ પ્રેમ દે દિકરી
વિસરાઈ જાય તુંજ ઉદાસી મળે જો દિકરી
સંબંધોની હસ્તી છે વિસામો તે દિકરી
ડરપોકી ઝરણું વાળો તો વળે તે દિકરી
આંખો સજળે મપાતી હૈયે જો ને દિકરી
વાતવાતમાં ભીતર અડીલે આવી દિકરી
બંને ઘાટ મહેંકાવે મપાતી વહે દિકરી
---રેખા શુક્લ
************************************************ "આજે તમે તમારી માને-પત્નીને-દીકરીને-બહેનને કે પુત્રવધુને થેંકયું કહી શકો..
સ્ત્રી-એને એકજ જીંદગીમાં ઘણી જીંદગીઓ જીવવાનો કસબ હાથવગો હોય.એને રાહ જોતાં આવડતું હોય અને એ રાહ જોઇ પણ શકે...એ એનાં હિસ્સાંનું સુખ તમારા નામે કશુંય બોલ્યાં વિના,કશુંય ઇચ્છ્યા વિના કરી શકે...એ ડાબા હાથમાં ઘડિયાળ પહેરતી હોય પણ એ ઘડિયાળમાં દોડતામ સમયને એણે ડાબો કરી દીધો હોય.. માને આંખે દુરનાં ચશ્મા એટલાં માટે હોય કારણકે રાહ જોતી વખતે એ દુર સુધી નજર કરી શકે.એની આંખો રાહ જોતાં-જોતાં જ ઘરડી થઈ જાય. જે એનાં હિસ્સાંની ચોકલેટ્સ પણ તમારા ભાગમાં મૂકી દે એ બહેન,જે રોજ સવારે તમે ઊઠો ત્યારે તમારાં હાથમાં સવારનું છાપું અને ચાનો કપ મૂકી આપે એ પત્ની,જે એનાં નાનાં નાનાં હાથોને તમારી આંખો પર મૂકીને પૂછે કે 'બોલો, હું કોણ છું...??' એ દીકરી,અને જે તમારી જાણ બહાર તમારાં જ દીકરાં ને કહે કે આ વેકેશનમાં પપ્પાને પં હોલિડેઝ પર સાથે લઈ જઈએ તો..?એ તમારી પુત્રવધુ ને થેંક્યું કહેવાનો દિવસ છે.... આજનો દિવસ તમારી જીંદગીની બધીજ સ્ત્રીઓ માટે લાગણીઓનું આરક્ષણ કરવાનો દિવસ છે... આજે તમે એમનાં હાથમાં એક નાનકડું ફુલ મૂકીને કહી શકો,થેંક્યુ.... મને જાળવવા બદલ અને મને સાચવવા બદલ..".
-એષા દાદાવાળા.

અમર પ્રેમ

મારી ઇશાની,
બારી માંથી ફટફટ પવન આવ્યો યાદોની મીઠ્ઠી તડપ લઈ ને ....કઈ રીતે કહું? શું કહું ? શું શું કહું?? હા હું પાર્થ તારી જ રાહ જોતો ઉભો છું તારી મંજીલ થઈ ને....બીલીવ મી...ઓર નોટ વી 
આર મેન્ટ ફોર ઇચઅધર...!!
જ્યારથી હું સમજણો થયો છું ત્યારથી મારા સોલમેટની ખોજ હતી ને મારી નજર તારી ઉપર પડી ...થયું કે તે તું જ છે પછી તારી પેહચાન થઈ ત્યારથી વધુ નજીકનો પરિચય થયો ને હું પ્રેમમાં
પડ્યો..મારી એકલતાના સાથીયામાં અવનવા રંગો ભરી જાને...તારી કઈ કઈ ખુબીઓના કરું વખાણ ...જે પ્રકારે મોટાની આમન્યા તું રાખે છે ને નાના બાળકને વ્હાલ કરે છે તે મારા વિચારોને
ખુબ મળતા આવે છે...અહોભાગ્ય થી સર ઝુકી જાય છે ને તારી સુંદરતા ની શું કરું વાત ...લાગે છે ભગવાને તને મારા માટેજ બનાવી છે હવે પછી તારા વિના આ જિંદગી જીવવી નામુમ્કિન છે
તેથી હવે ઝ્ટપટ રાજી થઈ જા આપણે લગ્ન કરી લઈએ...જે મારા આવા હાલ છે તો તારા શું હાલ હશે? જ્યાં જોંઉ ત્યાં બસ તું જ દેખાય છે...મારી અધીરાઈ નો અંત લાવી દે પ્રિયે..!!
આપણે એક કોલેજ માં આમ મળી જઈશું કદી વિચાર્યું પણ ન્હોતું....હા પપ્પા મમ્મી તો ડોકટર છે તો તેમને પેશન્ટ ની વધુ જવાબદારી છે....બોલું તો કેવો
કોઇન્સીડન્ટ કે તારા મમ્મી પપ્પા પણ ડોકટર જ છે... તો તુ ં સમજે છે ને મારી વાત ...તને મળવું છે... શું લાગે છે...? તું મળવા આવીશ ને?? હું તો રાહ જોઈશ ગાર્ડન માં...હા આપણા જ
કેમ્પસના ગાર્ડનમાં ફસ્ટ એન્ટ્રન્સ પર સાંજે ૭ વાગે ...!!
લિ. પાર્થ
(વાળી ને ચિઠ્ઠી બુક માં મુકી દીધી ને પાર્થ લાઈબ્રેરી તરફ જવા લાગ્યો ને ત્યાં જ તેની નજર ગુલાબી પંજાબી માં છુટ્ટા વાળ ની લટો સાથે રમતી ને વાંચતી ઇશાની પર પડી...ખુબ હિમંત ભેગી
કરી ને નજીક જઈને બુક તેની બાજુમાં મુકી ને ચિઠ્ઠી તરફ બે વાર ઇશારો કરી ને ત્યાંથી રવાના થતો જ હતો ત્યાં તો ઇશાની એ તેનો હાથ પકડી લીધો ને કહ્યું બેસો ને થોડી વાર મારે પણ
પુછવું છે....નેવર થોટ પણ ચિઠ્ઠી ઝટ ખોલી ને વાંચી ને કહ્યું ...ઓકે ...પાર્થે ઉંડો શ્વાસ લીધો હાશ નો...સાંજે જાણે ૭ વાગતા જ ન્હોતા આજે ...!! સુર્યાસ્ત થઈ રહ્યો હતો ને ઇશાની આવી પહોંચી..તેની લખોટી જેવી આંખોમાં....
સુર્ય અનુમતિ ઝુકી ને આપતો હતો ...હા અત્યારેજ પકડી લંઉ તેનો હાથ કે વળગી પડું તો !! ત્યાં તો ઇશાની એ પણ તેના હાથમાં એક
સુંગધી કવર મુકી દીધું...ને ઇશાની ઉંધી ફરી ઉભી રહી...પાર્થે તેની સામે જઈને કહ્યું શું લખ્યું છે? )
હા પાર્થ,
તમારી જેમ મને પણ તમને ક્યારનું મળવું હતું ને કેહવું હતું કે સફેદ ઘોડા પર અસ્વાર થઈ ને આવતો રાજકુમાર સપનામાંથી હવે સામે દેખાય છે મને આવી ને લઈ નહીં જાઓ..? ક્યાં સુધી
રાહ જોવડાવશો?? સાચે જ મારું હ્રદય પણ જુઓ કેટલું જોરથી ધક ધક કરે છે ને ગળું સુકાઈ જાય છે ...ઓ પાર્થ !! આથી વિશેષ શું કહું?
યોર્સ ઓન્લી ઇશાની.
(પાર્થ પણ પ્રપોઝ કરવા આતુર હતો ને નીઝ પર બેસીને હાથમાં રીંગ લઈ કહે વિલ યુ મેરી મિ ?
ઇશાની પણ હા કેહવા આતુર હતી જાણે ને "હા" તો સહજ રીતે કેહવાઈ ગયું...દિલે દિલ ની
વાત સાંભળી ને ધડકન એક થઈ ગઈ ને આજે આપણે તેમના લગ્ન માં હાજરી પુરાવા આવી ગયા છીએ..)
ઇશાન-પાર્થ ની જોડી અમર પ્રેમ થઈ ને બની રહે...!!
અંતર ના શુભાશિષ સહ અભિનંદન !!-- Rekha Shukla