ગુરુવાર, 23 મે, 2013

નકાબ મે રેહકર


ખ્વાહિશ ચીજ નહીં મહોબ્બત....નકાબ મે રેહકર ભી દિલ પે કરે વાર
આ ધડકનની તું જિંદગી; રોકી એક સાંસ તો મૌત નક્કી ચુંથાશે
ફરી લળીને શબ્દો મહીં ગુંથાશે મહેશ નામે એક માળા ગુંથાશે
ઇંતઝારમાં કંઈ કવિતા જઈ મુકાશે; એક હાઈકુ મુક્તક મુકાશે
સ્વપ્ન અક્ષરે અક્ષરે શ્વાસે ગુંથાશે; વીણેલાં મણકાં મહીં ગુંથાશે
--રેખા શુક્લ

કલમની નોક.............


કલમની નોક કે નીચે આ ગયા નામ
રૂકરૂક કે ચલે ખ્વાબ છલક રહા જામ
---રેખા શુક્લ

માયુસી કે લમ્હોંમેં હોંસલા દેના
કાગઝ કી કશ્તી કા સમંદરમેં ઉતરના
રૂહ તક નિલમ હોજાતી બાજારે-ઇશ્ક મે
સાંસ મે ઘુંટન બન કે યું લબ્ઝ મેં રેહના
--રેખા શુક્લ

ભાષા નું વહાણ .........!!


કવિતાના ફુલો છાબમાં મુક્યા 
નયન મીંચી વ્હાલમાં ઝુક્યા
ગઝલે આમ શબ્દો રૂક્યા !!
---રેખા શુક્લ


ભાષા નું વહાણ હાલક ડોલક
તરબોળ વ્હાલે કવિતા 
અક્ષરો પાણી પાણી....!!
---રેખા શુક્લ


અસ્તિત્વ ના અરિસે
આલ્બમના આવરણે
યાદોનું ખુલ્લું પડીકું
--રેખા શુક્લ


પવનના અડપલા ગાલ સહ્યા કરે
કેશલટો તોફાની ખંજને રમ્યા કરે
---રેખા શુક્લ


વાંકડીયાળા ભમ્મર કેશે મખમલીયો આભાસ
ભીની ભીની મઘમઘી ફરફરી ઉડે સુવાસ...!
---રેખા શુક્લ


નવાબ ચેહરે તન્હાઈઓનું ખોળિયું...
આવ્યા ત્યારે ઓઢાઈ ચાદર કફની ખોળિયું
---રેખા શુક્લ

આજમાઈશ વાહ વાહ કરે...
ગુલદસ્તે નુમાઈશ કરે 
જા રે ક્યું ફરમાઈશ કરે...!!

---રેખા શુક્લ






રૂક્યા મળી ચુમી લઈ....!!



વળી ગયો મુજ ચેહરે ;લાગ્યો મુજને મળી ગયો !!
અક્ષર થઈ ભળી ગયો; પ્રાસ થઈ ઢળી ગયો..!!
હું અહીં અર્થ રડી ગયો; જરાંક જ્યાં અડી ગયો !!
નડી ગયો કહી ને આખરે; તો પંડ થૈ પડી ગયો !!

---રેખા શુક્લ

....તોય દિલમાં રહી ખુદાની કમી દુર કરે રાજી થઈ....!!

લહેર દોડે પહોંચવા કિનારે; પવન કાપે ચુમી લઈ
આવે ગઝલે ડુમો લઈ ...ટપકી ગાલ ચુસી લઈ
પર્વતનું પ્રેમી ઝરણું ને; વાદળ ગળે લાગે ઝુમી લઈ
ચાંદની નો પ્રેમ ચંદ્ર ;ધરતી હકથી લઈલે ઘુમી લઈ
જા દિવાને તુ ના સમજે; વધ ના આગળ મુજને લઈ
ગુનગુન ભમરો ફુલો કનડે; પતંગિયા ના હક ને લઈ
---રેખા શુક્લ