ગુરુવાર, 20 એપ્રિલ, 2017

खेलती हैं जिंदगी आंख मिचोली


जलते दिये हमारे चिराग 
क्यां करुं "बा" तु युं छोड जायेगी 
बात करो युं रूठके तो न जायेगी
तेरे आने से सब ठीक हो जायेगा
कमरे की उदासी देती दिलासा वो आयेगी
कोशिश जारी रह ना जाये मेरे मौला
पा कर खो दिया फिर से मिल कर भूला दिया?
चाहत की शरण में तो आउंगी ही 
समजदार क्युं नही हो मेरे मौला ?
संभल जाओ और हौंसला ही बढा दो
ताकत बना दो, साथ रहे मेरे मौला
जुदा कर दे दर्द सारे, मेरे मौला
जी भर के चाहु तुजे मेरे मौला
खुश्बु से भरी मोम की परी हुं मेरे मौला
एक बार बुला के देख मा तेरी लाडली खो गई कहां
क्युं में मरुं रोज रोज स्कूल में मेरे मौला
तुं क्युं खो गई कब्रस्तान, वो बोला मेरे मौला
क्युं बार बार काट काट कर तुने मारा ?
वाह खुदा तुने भी लूंट लूंट कर मुजे मारा
क्युं आई नौबत बनके द्वार मेरे मौला
खो गई औकात बनके औरत मेरे मौला
तुझे अब क्या आशिर्वाद दू मेरा बच्चा 
तुं ही तो आशिर्वाद बन घर आई दादी अम्मा !!
----रेखा शुक्ला

ગુરુવાર, 13 એપ્રિલ, 2017

તમે


શબ્દોના બીજ વ્હાલથી વાવ્યા, શું કામ તમે
થોડા અર્થો ને તોય આંસુથી ખાળ્યા કેમ તમે

દ્ર્શ્યો છૂપાયા પ્રેમલાં-પ્રેમલી બસ વાળ્યા તમે
આખે આખા જીવતર દૈ ને રમતમાં બાળ્યા તમે

શૂન્યતાના આભાસે લો સદેહે ચાળ્યા જ ને તમે
વાહ વાહ તારી ભલમનસાઈએ ભાળ્યા ફૂલ તમે
---રેખા શુક્લ

અલગ અલગ છે !!


રણની રાહમાં સફર તૄષાની લાગે વાત જરાંકે ક્યાં અલગ છે
વસવસો અધૂરપનો છે જયાં ખીલ્યા નથી ગુલિસ્તાં અલગ છે

શરારત લોભાવે છે, મૄગજળી લગન એકદમ કંઈક અલગ છે
દિન ઢળે ચંદરવા તળે શહાદતી પ્રણય, અગન એજ અલગ છે

હ્રદય તૂટે તો ય રહી સલામત ધડકન ઉફ્ફ ઇબાદત અલગ છે
ચંદન ની ખુશ્બુ હથેળીમાં રહી ફૂલની જાત જ અહીં અલગ છે !!
---રેખા શુક્લ

મનભેદ છે લોહીમાં


ગળપણ ની છે ગાંઠો આ તો સગપણ ના છે સાંધા
બચપણ ની છે યાદો આ તો ઘડપણ ના છે વાંધા 

ચલ મુસાફિર એકમેક ના રસ્તા અલગ છે પાંખા
ધરમ આવે આડો કાં જાત સાથે ના હશે કૈં વાંધા

કોને ભજું ? નામ હજાર, અલગ પંથ ના કૈં સાંધા 
મનભેદ છે લોહીમાં હવે, વહે પાણી અલગ પાંખા
----રેખા શુક્લ