મંગળવાર, 4 જૂન, 2013

ઝરમર

વિધવા માતા ,દીકરાને જયારે જુવે છે ત્યારે પ્રેમ,આજીજી,લાચારી ટૂકમાં બધા ભાવ સામટા આંખથી ઉભરાતાં હોય છે અને જાણે દીકરાને પૂછતાં હોય છે કે .........ભાઈ,તારા પિતા તો મને છોડીને ગયા તું તો મને છોડી નહી દે ને ?ઈશ્વર તારી અકળ ગતિ,પતંગિયાને પેટે બત્તી .....છો સાદગીના તમે વિભાકર, છો રૂપવરમાં તમે પ્રભાકર પ્રલોભનોથી રહીને વંચિત, મલકતા હસતા નયન તમારા...બધુ ક્યા ચાલી ગયું ખબર પડતી નથીઆમ ને આમ પરપોટા જીવ ના ફુટતા
રહે સંસારમાં...ને આવી ને માથે હાથ ફેરવે ..તે મા વ્હાલી વ્હાલી કરે...ખુબ સદભાગી મા કે પાસે દિકરો છે તેથી પણ વધુ સદભાગી તેનો દિકરો છે....કે તેની પાસે "માછેઅને 
તેમ છતા દિકરી તે બે બુંદ ને સાંધતી રેખા છે. 
....રેખા શુક્લ

ભરબજારે વેચાઈ મંજિલે જાત ગઈ વેરાઈ

મઝધારે વ્હેંચાઈ પિંજરે ભાત થઈ કોરાઈ
....રેખા શુક્લ

ઝીણી ઝીણી આંખે જોવા વિરાટ ના સપના
હું તો નિર્દોષ નાનું ગભરું પારેવડું
જોઉ સુપરમેન રાઈડના સપના
ધધુડા અરમાને ઝરમર ઝરમર વરસો...!
-રેખા શુક્લ