શનિવાર, 12 ઑક્ટોબર, 2013

સાંજે સાંજે


હરિના હાથમાં મિલન સાજન ઢળતી સાંજે
હરિના સાથમાં લગન ચાહના ભળતી સાંજે
હરિના વાતમાં મગન ભાવના છળતી સાંજે
હરિના ભાગમાં સભર ખેવના મળતી સાંજે
હરિના દ્વારમાં પાથરું પ્રેરણા ફળતી સાંજે!
હરિના રંગમાં હરિનો ભાવ રમતી સાંજે !!
--રેખા શુક્લ

ન-ખરે છે યલો બ્રાઉન ૠતુ અહીં....!!


પાન ખરે છે વાન ખરે છે ન-ખરે છે કે ૠતુ અહીં
જઈ નિખરે છે રંગ ભરે છે પર્ણ સરે છે ૠતુ અહીં 
શિયાળાની માળા ખરે છે સ્વર્ગ ભરે છે ૠતુ અહીં
ધરણીની ચુંદડી સરે છે યલો બ્રાઉન છે ૠતુ અહીં
--રેખા શુક્લ

ઉગ્યું...


ગદ્યમાં પદ્ય ભળ્યું ઝાંક્ળ ભીનું પરોઢ ઉગ્યું
આભરણે ચંદ્ર ઢળ્યું ઢાંકણ ભીનું આંખે ઉગ્યું
કળીકળીને વ્હાલ મળ્યું સુણી સ્વપનું ઉગ્યું
પ્રભુતા ના પગલે પગલે કૂણું સુવર્ણી ઉગ્યું
----રેખા શુક્લ 

ફુલ રૂવેમહેંક તેની છે વાર્તા રણમાં 
પ્રણય પણ તેમનો વાતુડીમાં
અલ્લડતા અકબંધ ચાળામાં
અડોઅડ અડપલા નૈનોમાં
સરરર ઢાળે દોડી પળમાં
ફુલ રૂવે કોરૂં કટ ઝાંકળમાં
----રેખા શુક્લ

સૂસવાટોઘર સુધી વળાવી શકશો નહીં કદી
હકીકત બધી જણાવી શકશો નહીં કદી

આવન-જાવન શ્વાસ સહેશે નહીં કદી
સિતમના શણગાર સજશે નહીં કદી

હાંફી ને ફુલ એક ખરી જશે અહીં કદી
પવનનો સૂસવાટો ગૂંગળાવી જશે કદી
----રેખા શુક્લ

જિંદગી જઈ ચાલી !

ભાગદોડની સ્ટ્રેસમાં સળંગ છે જિંદગી અહીં
સરળતાની ટ્રેનમાં સબળ છે બંદગી અહીં !
---રેખા શુક્લ

અદાલતોની કાર્યવાહી ધીમી ગતિએ જઈ ચાલી !
બદલાયેલા ન્યાયાધીશોની ઝડપી થઈ નામાવાલિ
---રેખા શુક્લ

ફુલડાં ની માળા હરખાઈ જાય પરોવે...


અમીરાઈ ભરી ટેરવે ટહુકાઈ જાય પરોવે
મીણીયાં અહીં મા'ણા પિગળી જાય રોમેરોમે
સુગંધ શબ્દમાં ભરી મહેંકાઈ જાય પરોવે
પ્રેમાનંદ અશ્રુમાં ખરી ભીંજી જાય રોમેરોમે
---રેખા શુક્લ

असुल का गला घौंट चले

लहेरोंको चिर के आगे चलते वक्त बेअदब असुल का गला घौंट चले
किनारोंपे आके आगे रोना मना हैं देखी हंसी तो जीके अब हम चले
---रेखा शुक्ला
खामोशीमें तन्हाई कैसी गुलाब और कांटे की सगाई
सपनोंमें गुमसुम रंग भरी सांसोमें हमतुम की सगाई
--रेखा शुक्ला

કહાની વાંચે


આંખોની કહાની વાંચે ઉમડતી રોશની
જાણું સ્વપને પ્રેમ તરંગો તો છે ફાની !

ચિરાગી સહયાત્રાની ગુલાબી ભગીની
ધેઘુર પ્રેમાંજલિએ સમર્પણ ભગીની !
--રેખા શુક્લ
નવોઢા કમળ રોળાયું 
દીવડી રક્ત ખોવાયું
--રેખા શુક્લ
તારલાના આભમાં ઓઢ્યા'તા આભે
હરખાતી ધરણીએ પોઢ્યા'તા મોભે
--રેખા શુક્લ
પુષ્પોની ઝુકેલી ડાળ પ્રાંગણે મહેંકે !
આરાધના બિરાજે સજી હિંડોળે હિંચકે 
--રેખા શુક્લ