ગુરુવાર, 7 માર્ચ, 2013

લાગણીનો સાંવરિયો..........!!!


જીવન છલોછલ દરિયો 
કરી મસ્તી રંજાડી ગયો
છબછબિયા સાંવરિયો
---રેખા શુક્લ
પ્રતીક્ષા રહે અકબંધ ને તોરણ કમાડે સુકાય
આંખે બેસી ચોમાસું ને યાદ પ્યારી ઘુંટાય
-રેખા શુક્લ
ક્ષણોનું મોતી આંખોમાં મલક્યું
લીલા પર્ણ પરનું વ્હાલ વરસ્યું
તરસનું ઝરણું જઈ ચરણે સ્પર્શ્યું
--રેખા શુક્લ
પ્રેમનો છંદ છે કે લાગણીનો સંબંધ છે બોલ ને તુ ક્યા છે??
હ્રદયનો બંધ છે કે દિલનો નિબંધ છે કહે ને તુ ક્યાં છે??
શબ્દોનું દ્વંદ છે કે શબ્દોજ અકબંધ છે મળીલે તુ ક્યા છે??
--રેખા શુક્લ