મંગળવાર, 7 મે, 2013

shighra varta


Rekha Shukla:  બિંદુ બિંદુ માંથી બને રેખા ….ને શરુ રેખા થી પતે રેખા …… હાલ હાલ માં વાર્તા....તું ચાલ ચાલમાં વાર્તા.... કાળ ઝાળ માં વારતા....તારલાઓ  લખી .....વ્હાલ વ્હાલમાં વાર્તા....!!-ચાલોને મિત્રો મારા વાર્તા ના શેહરે ....આજનો મહોલ કંઈ ઔર છે..સારા મિત્રો ના અમુલ્ય પ્રેમ ને શબ્દોના પુષ્પોથી આવકારું છુ .તો મારી ક્ષતિ ને દરગુજર કરશો ને "શીઘ્રવાર્તાની મજાકરશો...લેટ્સ હેવ સમ ફુન...!! ...મિત્રના વિચાર ને વાર્તા ના વળાંક ને આગળ વધતી ને સ્વરૂપ લેતી જુઓ...આર યુ રેડી ...??
રોપેલ શમણાં ને ઘાંવ મળે હથેળીએ
ઝીલી ચોમાસું ને રૂંવે મત્સ્ય તળીએ--રેખા શુક્લ
ગુજરાતી સાહિત્ય એકેડેમી લંડન દ્વારા આયોજીત  વાર્તા વિજેતા બની હતીઓપિનિયનવાર્તાની છાજલીઅને ગુજરાત સમાચાર જેવા પ્રકાશનોમાં સ્થાન પામી હતી.
વાર્તા માટે શબ્દોઃ કાગડામાં-અસહાયતા-રિપોર્ટરકુતરુ--બિસ્કિટ-સુકા આંસુ--ભુખ ને મધમાખી-વિધાતા-કંપન-ઢિંગલો
દિવસ દરમ્યાન સૂરજનો અસહ્ય તાપ અને તેમાં ધગધગતી સુકી ધરાછાયડાનું નામોનિશાન નહીંએકલદોકલ હાડપિંજર જેવું સુકું ઝાડવું ક્યાંક જોવા મળેઅને રાત્રે પવનના સૂસવાટાક્યારેક એની સાથે મસ્તીમાં ઝૂમી ઉઠીને જોડાઈ જતી ધૂળની ડમરીઓ.....................................................................................Nilamben Doshi:વિધાતાએ પ્રકૃતિના કેવા બે અદભૂત રૂપ સર્જયા છેકદીક એનું એક રૂપ દિલને શાતા આપે છે તો કયારેક   રૂપ કેવું બિહામણું ભાસે છેધૂળની  ડમરીઓ જાણે આકાશને આંબવા મથી રહી  હોય ? એવે સમયે મારી નજર દૂર દૂર ક્ષિતિજને પેલે પાર કશુંક શોધવા મથી રહી છેઅતીતની કોઇ ગલીઓમાં ખોવાયેલું કોઇ પાત્ર,.. અંતરમાંથી કદી  વિસરાયેલું અને છતાં જીવનકિતાબમાંથી એકાએક અદ્રશ્ય બની ગયેલું દ્રશ્ય મન : ચક્ષુ સામે તરવરી ઉઠે છેમારી આંખે એક ભીનું ચાંદરણું છવાય છેસૂરજના તાપને અવગણીને મનની ધરા પર કોઇ નાજુક લીલીછમ્મમખમલી કૂંપળ હાઉકલી કરી ઉઠે છેઆંખો અનાયાસે બંધ થાય છેઅને બંધ આંખે સિમ સિમ ખૂલ જા કરતા ખૂલી રહ્યા છે અનેક દરવાજાઓ……Sapana Vijapura :સિમ સિમ ખૂલ જા અને નજર સમક્ષ થી જાણે કેટલાય પડદા ઊંચકાઈ ગયાં..મધૂરી રંગીલી સાંઝના મખમલી રંગો હવામાં વિખેરાઈ ગયાં હતાં અને દરિયા કિનારાને ના બેન્ચ પર સંગિતા અને સાગર ડૂબતાં સૂરજને નિહાળી રહ્યા હતાંઆજ સંગિતા કોઈ ખૂબ અગત્યની વાત કરવા આવી હતી... ..વાતની શરૂઆત કેવી રીતે કરવીએ સંગિતાને ખબર પડતી ના હતી..બાજુમાં એક કૂતરો પૈસાદારના દીકરાએ ફેંકેલાં બિસ્કીટ ખાઈ રહ્યું હતું.કદાચ એનો પાળીતો કૂતરો હતો...એક અર્ધનગ્ન બાળક ગંદા હાથ ફેલાવી સંગિતા પાસે ભીખ માંગી રહ્યુ હતું..એનાં આંતરડા ગણી શકાય એવાં ચોખ્ખા દેખાતાં હતાં..જાણે કેટલાય દિવસથી પૂરો રોટલો ખાધો નહીં હોય!!! અહાહા શું કિસ્મત છે કૂતરાનું જેને મોંઘા ભાવનાં બિસ્કીટ ખાવા મળે છે અને હાય રે  ગરીબનું કિસ્મત!!માનવતા મરી પરવારી કે શુંજો  બાળકની કિમત એક કૂતરા કરતાં પણ ખરાબ છે???..ગરીબીમાં ઊછરેલી સંગિતાનું હ્રદય દ્રવી ઊઠ્યું!! બિસ્કીટ ફેંકતાં બાળકને ક્યારેય ખબર નહીં પડે કે ભૂખ શું છે સંગિતાએ પર્સ ખોલી દસ રૂપિયા બાળકના હાથમાં પકડાવી દીધા!!એની આંખમાં ઝળઝળિયાં ભરાઈ આવ્યાં હતાં.સંગિતાને ખબર પડતી ના હતી કે વાતની શરૂઆત કેવી રીતે કરવી.શબ્દો અટકી અટકી આવી રહ્યા છે શું  કોઈ જુદા થવાનું બહાનું શોધતાં હશે?Ashutosh Bhattમાં ... માં નહિ હોય એનીક્યાં હશે ?શું કરતી હશે?બાળક જન્મે ને એના બે હોઠ વચ્ચે થી પહેલો સરે જે સ્વર તે માં ... 
ભૂખ્યું ના રહે કોઈ બાળ ,  જોવા પ્રભુ  સર્જેલ રચના  માં ...પોતે ભૂખી રહી ને પોતા ના સંતાન ને ખવડાવે તે માં .. 
ક્યાં હશે ?  બાળક ની માં ક્યાં હશે ? હશે ખરી આટલા માં ક્યાય ? 
પોતા ના વિચાર વિશ્વ માં થી બહાર આવી ને તેને નજર ના અશ્વો ને આસપાસ ના વિશ્વ માં દોડાવ્યા .સામે ડીશ એન્ટેના ઉપર એક કાગડો બેઠો હતો . બાજુ ના પાંકાહ્ર ની પીડા વેઠતા વ્રુક્ષ ની ટોચે એક મધપુડો દેખાતો હતો . પણ આટલે દુર થી એમાં મધ કેટલું  કળાતું નોતું।
એને યાદ આવી ગયું નાનપણ માં ગામડે એના ઘર ની ઓશરી  મધ વેચવા આવતી બાઈ , એની સાથે માં , દાદી ના સંવાદો .  ભાવ ની રક ઝક ..  એકમેક પાસે થી થોડુક વધારે મેળવી લેવા ની ઉભયપક્ષે થતી મથામણો .. અને અંત માં બંન્ને પક્ષ ને થતો ખુદ ની જીત નો અહેસાસ।।।
 બેન માડીકૈક દ્યો ને "... ભૂખ ના દુખ માં ઝબકોળાઈને આવતા પેલા અધ્નંગા બાળ ના અવાજે એને પુનવર્તમાન માં આણી .તેની નજર ફરી  બાળક પર પડી .પેલો કાગડો ,  બાળક ના હાથ માં નું બિસ્કીટ ઝૂટવી ને ઉડી ગયો તો અને ભૂખ્યું  બાળક ભલા લાગતા બેન પાસે વધુ દયાની અપેક્ષા  હાથ લંબાવી રહ્યો હતો।
Phiroze Kaziપણ વિધાતા જે દીપરિક્ષા લેવા નિકળ્યો હોય તે દિબધું  અઘરું હોયપેલું બાળક બેન પાસે પહોંચે  પેહલા એક મધમાખી  બેન પાસે પુગી ગઈ અને એમને રંજાડવા લાગી.એના ડંખથી બચવા બેનનું ધ્યાન તરતજ પેલા ભુખ્યા બાળ થી હટી ને  ભુખી માખી પર ચોંટી ગયુંઅને  બાળ પણ  બેન નું મધુમખ્ખી નૄત્ય જોઈ પોતાની ભુખ ક્ષણાર્ધ માટે ભુલી ગયો અને હસવા લાગ્યો.Niketa vyas  :સંગીતા પણ જાણે કે એના નિર્દોષ હાસ્ય પર વારી ગઈબસ એકીટશે અનિમેષ જોતી ગઈ . અચાનક એનો હાથ પેલા સાવચેતી થી પેક કરેલા બોક્સ પર ફર્યો ને છાતી માં એક કંપન ......એની સાથે સામટા સવાલ પણ ફરી વળ્યાં એના મૂંગા અસ્તિત્વને : શું ખરેખર ઉચિત રહેશે ત્યાં જવાનુંઅને જઈશ તો પણ શું રંગીન પેપરથી ચીવટ થી પેક કરેલ ગીફ્ટ  આપી શકશે ખરીઅને જો આપી પણ તો શું સ્વીકારશેએનાથી અસ્વીકૃતિ સહન થશે પણ ખરીપગ તો એના ખોડાઈ ગયા હતા પણ મન:સ્પટ પરથી ગયો બુધવાર સડસડાટ પસાર થઇ ગયોગયા બુધવારે રસોડાની થોડી જરૂરી ચીજો ખરીદવા બહાર નીકળી હતી ને અચાનક એની નજર યુગ પર પડી ને પછી કમને સરકી હતી યશેષ અને યામિની પર પણમંગળબજારની  ભીડ માં પણ યુગ ના ચહેકતા આવાજ ને એણે પારખી લીધો હતો કઈક આંગળી ચીંધી બતાવતો હતો યશેષ અને યામિની ને ! યામિની ચીડ ભરી નજરે યુગ ને જોઈ રહી હતી અને યશેષ સમજાવી રહ્યો હતો ....ના ના યામિની ને નહિ યુગ ને ! અને નાનકડા યુગ ની તીણી ચીસ સાથે નું રુદનથોડા ધમપછાડા ને પછી બાળહઠ હારી થાકી ને શાંતસંગીતા  રાહ જોઈ હતી  લોકોના જતા રહેવાની અને પછી   દુકાન ના કાચ પર એની નજર ખોડાઈ ગઈ....યુગ સરીખો  જોઈ લો બસ ....પણ હતો  પ્લાસ્ટિક નો હસમુખો ઢીંગલો !

Bhavya Ravalસમય ક્યાંથી ક્યાં લઇ આવ્યો હતો.. સાગરયશેષ યુગયામિની.. બધુ ક્યારેક નજર સમક્ષ  રીતે દ્વશ્યમાન થતુ જાણે કોઇ રીપોર્ટર ઘટનાઓએકસ્માતોનો પીટરો ખોલી બેઠો હોયભૂતકાળ અને આજ વચ્ચે એક સ્ત્રીનાં અસ્તિત્વ અને વ્યક્તિત્વની પરત પર સૂકાં આંસુઓ બાંઝી ચૂક્યા હતા જે સંગીતા ક્યારેક જૂની યાદો વાગોળી એકલતાની ભૂંખ સંતોષી શકતી હતી પરંતુ આજ તો સંપુર્ણ જીવેલી ગઇ કાલ તેની સમક્ષ હતીઆમછતા કઇક ખૂટતુ હતુકઇક ખુંચતુ હતુંજેમ કોયલ કાગડાના માળમાં ઇંડા મુકી સેવે તે રીતે  બીજા પર ભરોસો મુકી જીવી હતીતેની પાસ ભૂતકાળની ક્ષણોનો વારસો હતો પણ ભવિષ્ય વિશે  બહું  ગમગીન હતીક્ષિતીજ પર નજર ફેરવતા દિશાહિન બની જતી તેની વિચારસરણીગરમ ચાં માં ઓગળી જતા બિસ્કીટની જેમ દરિયાના હુંફાળા પાણીમાં ભીંજવાતા પગ નીચેથી રેતાળ જમીન સરી જતા સમયની આપબીતી કહેતીએક ક્ષણ થયુ સાગરને જણાવી દઉ હું માઁ બનવાની છુબીજી ક્ષણ થયુ તે પુછશે તેના બાપ વિશે ત્યારે કદાચ હું તેની નજરોમાં ઉતરી જાઉ તોપત્નિનો પતિ  હોય તો ચાલે પણ બાળકની માઁ સાથ તેનો બાપ  હોય તોઅસહાયતાલાચારીસમાજના આંધળા આક્ષેપો મધમાખીના ડંખની જેમ પીડાદાયક દંખ દે છેકુંતરાનો પણ ઘણી હોય છેમાલિક પણ પેટમાં ઉછરી રહેલા બાળકના પિતા વિશે બેખબર માત્ર.. શું-કરવુ શું  કરવુ ની જદ્દોજહત વચ્ચે સંગીતા સાગરને ઢળતા સૂરજની કિરણોદરિયાની ઉફનતા મોઝાની લહેરોપવનના બોઝલ સૂસવાટાઓપગ નીચેથી સરી જતી રેતીના ભેખડો વચ્ચે ભેટી પડે છેતેની આઁખમાંથી સરી જતી આંસુનો સાગરને ખ્યાલ નથીતે બસ વર્ષો બાદના મિલનની હૂઁફ મહેસુસ કરે છેસંગીતા સાગરની સામે બહુ નીચી નજરો જોઇ કશુ કહેવા માંગે છેસાગર પણ સ્પટ્ષપણે સંગીતાના ચહેરા પરની રેખોઓ પરથી તે કોઇ મુસીબતમાં જે એવુ જાણી જાય છે અને તેના બંન્ને હાથ પકડી તેને બોલવા જણાવે છેસંગીતાની એક લીટીની વાત પર સાગરનો પ્રતિભાવ જે આવે છે તે બંન્નેનુ જીવન ગુજરન પ્રિય બનાવી દે છે. 'હું  ઢીંગલાનો બાપ બનવા તૈયાર છું.' Razia Mirza
પોતાનું  અસ્તિત્વસમાજ સ્વીકારશે સવાલો માં ઉલઝાયેલી સંગીતા ને આજે એનું અસ્તિત્વ મળવાની આશા મળી ગઈસાગર ના શબ્દો” 'હું  ઢીંગલાનો બાપ બનવા તૈયાર છું.'  સંગીતા માં જાણે કે ઉષ્મા નો સંચાર કર્યો.દોડી ને એણે પેલા અધ્નંગા બાળને ઉંચકી લીધુંસ્નેહ નો વરસાદ વરસાવવા લાગી એની પર ,સંગીતા જાણતી હતી કે  બાળક ને દસ રુપીયા ની નહિં મમતા ની ભૂખ છે.એને એવું લાગ્યું કે જાણે ;યુગ’ છે એની બાંહો માંને અચાનક બોક્ષ પર નજર પડતાં મન માં ને મન માં  કંઈ વિચારવા લાગીએને નાનકડા યુગ ની તીણી ચીસ સંભળાઈ ,ઝબકી ગઈ સંગીતાપેલા બાળક ને નીચે ઉતારું.તેણે વિચાર્યું યુગ ને  બોક્ષ ની નહિં મમતા ની જરુર છેયામિની ની પેલી મંગળબજાર માં જોયેલી ચીડ ભરી નજરો સંગીતા ની આંખો સામે થી ખસતી નહોતીસરોગેટ મધર છું તો શું થયું..છું તો માઁ  ને નવ નવ મહિનાઓ સુધી મારા ઉદર માં જતન કર્યું છે મેં એનુંમારું અમ્રુત આપ્યું છે મેં એને...માનવ ની ગરીબી લાચારી શું નથી કરાવતીપણ અત્યારે  વાતો નો સમય નથીસમય છે ભાગી ને યુગ છાતી સરસો ચાંપવાનો.સાગર નો હકાર સંગીતા ના જીવન માં પાછી પેલી વસંતો લઈને આવ્યો કે જે એના નાનપણ ના ઘર પાસે આંગણાં માં આવેલા વૃક્ષ પર મહોરી ઉઠ્યો હોય તેવું લાગ્યું...ત્યાંજ પેલા અર્ધનગ્ન બાળક ની માતા દોડતી દોડતી આવી હાથ માં ફુગ્ગાનો વાંસડો લઈનેકદાચ ફુગ્ગા વાળી હતી ઘરાક પાછળ દોડી હશે સંગીતા વિચારતી રહી.... સંગીતા  જોયું કે સુરજ ની કિરણો હવે સમાઈ ગઈ હતી દરિયા માં પાણી ના મોઝાઓ શાંત થઈ ગયા હતામધપૂડા માં બધીજ માખીઓ ગોઠવાઈ ગઈ હતીપ્રુથ્વી ધીરે ધીરે સાંજ નો આંચળો ઓઢી રહી હતીપક્ષીઓ પોતપોતાના માળા તરફ જઈ રહ્યા હતા.સંગીતા સાગર નો હાથ પકડી જઈ રહી હતી શુભરાત્રી અને આવતીકાલ ની સવાર ની અને એકયુગ’ ની અપેક્ષા સાથે ....

સાગરયશેષ યુગયામિની..ભૂતકાળ અને આજ વચ્ચે ની કશ્મકશ માં ઉલઝાયેલી સંગીતા..આજે નિ:શબ્દ હતી.એણે પેલા અધ્નંગા બાળને ઉંચકી લીધુંસ્નેહ નો વરસાદ વરસાવાવા લાગી એની પર. .સાગર ને જણાવવાની ઉત્સુકતા માં તે આગળ વધતી વધતી જતી હતીવિચારતી હતી  તે કેવુંજો મેં પણ પેલી ની જેમ ડી.એન. કરાવી ને એના અસલી પિતા નું નામ  દુનિયા સામે મુકી દીધું હોત તો...? પણ ના !! હું તૈયાર છું એકલી એને સાચવવા એક માઁ  ઉર માં થી સાદ પુરાવ્યોસામે સાગર આતુર હતો એને બાંહોં માં સમાવવા... અને  કોઈ ઉંડા વિચાર માં ને વિચાર માં પેલા અધ્નંગા બાળક ને નીચે મૂકી દોડી ગઈ...સાગર ની બાહોં માં..,..Magan Makwanaસાગરના હાથ એને સ્પર્શ કરતાં  થથરી ઉઠ્યા...એને લાગ્યું કે જાણે કોઈએ હથેળી પર ગરમ કરીને સીસું રેડી દીધું છે ...કયા હકથી  એને સ્પર્શી શકે ..? વહેતી ઠંડી હવામાં પણ એને પરસેવો વળી ગયોજે વાત એણે કેટલાય સમયથી ઊંડા ભંડકિયામાં ભંડારી રાખી હતી  હવે હોઠ પર ફરફરી રહી ... ..એની સામે  માસ પહેલાનું  દૃશ્ય તરવરી રહ્યું ...રાત્રીના દશ વાગ્યા છે ..સૂમસામ સડક છે ...અમાસની અન્દારી રાત્રે તારલિયા કોઈકની ઠઠ્ઠા-મશ્કરી કરી રહ્યા હોય એમ લાગી રહ્યું હતું ..એવામાં સામેથી એક યુવતી ઉતાવળે પગલે આવતી દેખાઈ ..આજુબાજુ જોતી , થરથરતી હરણી જેવી યુવતી જેવી પાસે આવી કે અંધકારનો અંચળો ઓઢી , સાગર  યુવતીને બાજુના ઢસડી ગયો ને….Bharat Vaghelaને..રોડના પડખે રહેલા લાઈટના આછા અજવાળામાં તેના દેહને હફતો જોયો અને સાગરને થયું કે કોઈ હરણી આજે સિંહના પંજામાં આવી ગઈ હતી.તરફડે કે ચીસો નાખે પણ  સુમસામ વગડાની ઓથમાં કોણ સાંભરે ? સાગરના દેહમાં પણ તે યુવતીના સ્પર્સથી કામની ભરતી આવી ગઈ અને તેનામાં રહેલો માણસ બેભાન થયો અને કામથી આસક્ત બનેલો દાનવ યુવતીની કાયાને એક ચમારની જેમ ચુથવા લાગ્યો.ગરીબ અને બે સહારા યુવતી લાચાર અને નિસહાય હતી.સાગર આજે તેની માજા મુકીને આસક્ત બન્યો હતો..શું !   છે જોબનનું સુંદર હોવું દુઃખ ? સાગરની નજર નિસહાય સ્ત્રી અને તેની દેહ પર આવેલી વસંતને જોઇને સંસ્કાર ભૂલી બધી  મર્યાદા તોડીને તે યુવતીના દેહને ભંગ કરીને તેના હાથમાં થોડા રૂપિયા મૂકી ચાલવા લાગ્યો,સાથે કોઈ સહાય કરતો હોય તેવો તેનો ભાવ તેની કામી આંખોમાં હજુ પણ ઉભરતો હતો...Harish Jagatiya:ભગવાન કપરી કસોટીનો કાળ છે ...કેવો સુકાયેલા અશ્રૂ પણ ક્યારેક ....લીલાછમ બની ને ...આંખોને કેવા છેતરી જાય છે .. એક માસુમ ભુલકા નુ નિર્દોષ અશ્રુ એની જીદ ..એની પાસે મમતા એક માની મમતા અસહાય ,લાચાર હતી .. કોને કહી શકતી હતી પોતાની મનો વેદના... કાળમીંઢ વેદનામા ...અને માસુમ ભુલકા જેવા સવાલો .....સંગીતા જાણતી હતી કે કોઇ પ્રત્યુતર હતા નહી પોતાની પાસે..... કોને કહી શકતી હતી પોતાની મનો વેદના... આજે એક વિચાર ..... બસ 
હવે આગળ વાર્તા નહી ...અંત લાવી દેવો છે મારે  કાગળ પર ચાલતા ચાલતા હુ પણ સાવ રમકડુ બનીને રહી ગઇ છુ ...
.... 
દરિયા ખારો ને મારી આખોનુ પાણી પણ ખારુ ...તો મીઠાશ મારી ક્યા છે ભગવાન મારી મધુરપ ...? પડવાને સહેજ ....ત્યાતો ...દીકરાએ સાડલો પક્ડી લીધો મા.....મા... તુ ક્યા જાય છે મા....
Kalpesh Shah: કણસતુંરિબાતુંઉહ્કારા કરતુ  જોબન અને ઉપર અંધેરી રાત નો આંચળો પહેરી ને ફરતી જીંદગીદુનિયા ની નજરથી બચી ગયેલી અને શાતા અનુભવતી  જીંદગી અને પોતાની નજરમાં ઉતરતી જતી રહેલી  કાયાને કેમ કરી ને સાચવું   મનોવ્યથા સાથે  ચાલી નીકળી હતીમનના આવેગો ને શાંત પાડીને લપાતી છુપાતી પોતાના ઘરે પહોચી ને જાણે કઈ  બન્યું નથી એમ સમય ની સાથે ભળી ગઈ હતીઆજે જયારે સાગર ના સ્પર્શે એને થરથરાવી દીધી હતી અને સાથે એના  મિલન થી એની મનોવ્યથાને ભૂલી ને  નવી જીંદગી જીવવા ચાલી નીકળી હતીઅધુરી ઈચ્છાઓ અને અધૂરા સ્વપ્નોને પુરા કરવા ચાલી નીકળી હતી ...સવાર નો સુરજ ઉગ્યોં અને નવા કિરણો સાથે નવી આશાઓ સાથે લાવ્યો હતોઆજે સાગર ની આંખોમાં એની ઊંડાઈ જેટલો  હેત ઉભરાઈ આવ્યો હતો અને જીંદગી ના મોજાને કૈક નવી  ઉંચાઈ  પહોચાડવા મથતો હતોએના આલિંગન માં ભરપુર વ્હાલ ઉભરાઈ આવ્યું હતું અને જાણે કે સમગ્ર સૃષ્ટી મારી આંખો માં સમાઈ ગઈ હતીહું એના વ્હાલ ભર્યા શબ્દો "હું  ઢીંગલાનો બાપ બનવા તૈયાર છુંને વાગોળતી રહી અને બસ ફક્ત અને ફક્ત મારી માં ની અધુરપ ને હું જગ સામે ...આજે છતી કરવા તલપાપડ બની ગઈ ….Sarla Sutariya: સાગરની ઉદારતા અને સંગીતાની બેબસી .... કુદરત  સંજોગની ઠેકડી ઉડાડવાના મૂડમાં હતીવિચારતી હતી સંગીતા કેહાશ .... મારી મનોવ્યથાનો પાર આવી ગયો અને મારા સંતાનને પિતાનો આધાર મળી ગયો પણ  જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે !! વળતી સવારે સંગીતા સાગરને યાદ કરતી ઘરકામમાં પરોવાઇ ગઇ ..'' મોરે પિયા''ની મધૂર ધૂન ગણગણતી સ્વપ્નમાં ખોવાઇ ગઇ ......
'' સાંજે સાગરને મળીશ , ભવિષ્યની યોજના ઘડીશ.... મારા દીકરાને કોઇ લાંછન  લાગે  માટે જલ્દીથી લગ્ન કરી લેવાનું કહીશ .... ''સાંજ પડી ... સુરજના સોનેરી કિરણોથી આકાશ છવાઇ ગયું . મેઘધનુષી સાડી પહેરી સંગીતા ઉત્સાહથી થનગનતી ચાલી નાકળી સાગરને મળવા સાગર કિનારે . સાગરના વિચારોમાં લીન સંગીતા આસપાસના માહોલથી અનભિજ્ઞ હતીઅચાનક શોરબકોર સંભળાતા સંગીતા હજુ કૈં સમજે વિચારે  પહેલા તો જોરદાર હડસેલાથી એક બાજુ ફેંકાઇ ગઇ . બાજુમાં પડેલી પત્થરની શીલા પર જોરથી પછડાઇ ને બેભાન થઇ ગઇ .ભાન આવ્યું ત્યારે કોઇ હોસ્પીટલના બિછાને પોતાને જોઇ એકદમ હેબતાઇ ગઇ , સાગરનો એના વાળમાં ફરતો હાથ પકડી લઇ  કોણ છે  પૂછવા લાગી . સાગર સ્તબ્ધ થઇ ગયો . ડોકટરે તપાસ કરી કહ્યું કે , સંગીતાની યાદદાસ્ત જતી રહી છેસાગરની આંખ છલકાવા લાગી ... સંગીતા તો  બધી વાતથી બેખબર થઇ ગઇ હતીપોતે કોણ છે ? શા માટે અહી છે એની એને કૈ ખબર  નથી ... હવે સાગર એને સંભાળે છે .... એના બાળકને પોતાનું નામ આપ્યું છે . સંગીતાને હવે તે યોગિની નામથી બોલાવે છે . એની સંગીતા તરીકેની જુની ઓળખ ભૂંસી એને સમાજમાં માનભર્યું સ્થાન આપ્યું છે પોતાની પત્ની તરીકેનું .......
Nita Shah …અને ....અને ... અને ....અચાનક 
માતૃત્વ  પોકાર કર્યોવિચારી જો એક વાર શું તું યોગ્ય કરી રહી છે ?શું મને માતા-પિતા બંને નું વ્હાલ મળશે ખરું ને ? કે પછી પેલા મેલા-ઘેલા
ગરીબ બાળક ની જેમ હું પણ ...! માં ..માં ... મને લાલચ નથી કે હું માતા પિતા ની 
આંખોની પાપણ પર પ્યાર પામું ...! મને તો માં તારી વ્હાલસોયી ગોદ માં સ્વર્ગનું સુખ પામીશ,મને કઈ નથી જોઈતું કારણ મને ડર છે ક્યાંક જો હું દીકરી બનીને તારી કોખમાં વ્હાલપ ની 
વેદી પામી  શકી તો ? પપ્પા કદાચ ઢીંગલીના ''બાપ'' બનવા તૈયાર છે પણ શું તે ઢીંગલીના ....???અને હું સફાળી પરસેવે રેબઝેબ ....પણ પાક્કા નિર્ણય પર આવી ગઈ ...! પ્રેયસી તરીકે 
નિષ્ફળ બનીશ તો ચાલશે પણ માતૃત્વ ને ઉણી આંચ નહિ આવવા દઉં ...! દુનિયા સામે ઢાલ 
બનીને મારા બાળક ને હું સ્નેહ સીંચીને સંસ્કારી બનાવીશ ....એક ભારતીય સંસ્કૃતિ પ્રમાણે 
આજે એક ઓર માં ની મમતા જીતી ગઈ ...પ્રેમ થી ઉપસેલા પેટ પર હાથ થપથપાવીને જાણે 
ઘણા વર્ષો પછી નિરાત નો શ્વાસ લીધો ...!Yajubhai Parmarએણે પોતાના મનથી નિર્ણય કર્યો કે હવે  અસહાયતાનુ જીવન નહી જીવે પણ એના જોબનથી સાગર જેવા લોકોને એવા તો લપેટસે કે આજ પછી પૈસા માટે એની માં  જેમ બીજાના ઘરે કામ કર્યુ છે અને જેમ પુરી ફેંકે અને કાગડો ઉપાડી જાય એમ ખાવાનુ મેળવીને બાળકોનુ પેટ ભર્યુ છે એમ   ઈતિહાસનુ પુન્રાવર્તન નહી થવા દેજેમ મધમાખીને પોતાના બચાવ માટે પોતાની જાતનુ બલિદાન આપવુ પડે છે એમ આજે એણે પોતાના સ્ત્રી તત્વનુ બલીદાન આપવાનુ વિચાર્યુ છેજેમ કુતરુ બિસ્કીટ જોઈને લાળ ટપકાવે એમ આજે સાગર એના જોબન આગળ લાળ ટપકાવે છે અને આજ અવસર છે કે એક રીપોર્ટર જેમ નાની વાતમાથી ફાયદો શોધે અને મોટી કરી લોકો સામે રજૂ કરે એમજ આજે સાગરના દિલમા ઉદભવેલા  લાગણીના કંપનો ને વટાવવાની વિધાતાએ તક આપી છેઆંખમા સુકા આંસુ આવે છે અને ભોળા ચહેરે  સાગરને કહે છે મારે ઢીંગલો જોઈએ પણ હુ તો ગરીબ અને કદાચ તુ મને કાલે છોડી દે તો હુ અને મારુ બાળક ભુખે મરીએતો પહેલા તુ કહે તુ અમારા માટે અને અમારા ભવિષ્ય માટે શુ કરી શકેઆમેય પહેલા તે  શરીર લૂટીને માણ્યુ છે આજે હુ સામેથી કિંમત માંગુ છુ મારી માટે નહી પણ આપણા આવવા વાળા બાળક માટે!!! સાગર એને અને મોજાને જોતો રહે છે કેટલુ સામ્ય છે પગ પલાળીને જતા રહે છે અને પાછા આવે છે પણ સદા સ્થીર રહેતા  નથી....
Rekha Patel:મેં આજ સુધી તારી પાસે કશુજ નથી માગ્યું મારી આખી જિંદગીના પ્રેમ અને બલિદાન ના બદલે મેં એક ઢીંગલો આપી દે 
હું બીજો એક અસહાય બાળપણ જોવા નથી માગતી બસ મને  બાળક ને ઘરે લઇ લેવા દે , તેની આંખોના આંસુ અને અધરો માં કંપન જોઈએ સાગર નું મન કરુણા થી ભરાઈ ગયું 
તે અચાનક ઉભો થઇ પેલાભૂખ્યા બાળક ને ગળે લગાવી દે છે સંગીતા ને કે સાગર ને  વાત જાહેર કરવા કોઈ રીપોટર ની જરૂર ના પડી ...માનવતા ભર્યા કામ ને વિધાતા પણ બે હાથે આવકારવા તૈયાર થઈ સુરજ વાદળો હેઠળ સંતાઈ ગયો ...આકાશે વાદળા ધેરાઈ ગયા ચારે કોર ઠંડક વર્તાઈ સંગીતા ને સાગર ના મનની જેમજ *****રેખા ( સખી
શ્રીગુણવંતભાઈ વૈદ્યાજી વિષે જે કંઈ કેહવાશે તે ઓછું પડશે. "ગુજાપ્રિયાગ્રુપના સુત્રધાર છેતેમનો વાર્તાનો વિષય અને શોખ નાનપણથી વિદ્યાર્થી અવસ્થામાં કેળવેલો છે.
તેમણે ૧૫ થી વધુ વાર્તાઓ લખેલ છેકોલેજકાળમાં સંકેત આશિષ ચલાવતા હતા.અનોખી ને અનેરી વાર્તાઓ કોલેજ કાળ થી ઇનામ મેળવી ચુકી છે..કે જે ગુજાપ્રિયા પર ફરીથી
મુકવામાં આવશેતેઓ સેમી રિટાયર્ડ હોવા છંતા સક્રિય શિક્ષણકર્તા છે અને લેકચરની ટ્રેનીંગના કંસલટંટ છે...એમના સુત્રધાર નીચે આપણે આજે ગુજરાત ની મુલાકાતે ફેસબુક પર મજા કરી.
મુન્નો: ગુજરાતી સાહિત્ય એકેડેમી લંડન દ્વારા આયોજીત  વાર્તા વિજેતા બની હતીઓપિનિયનવાર્તાની છાજલીઅને ગુજરાત સમાચાર જેવા પ્રકાશનોમાં સ્થાન પામી હતી.
દિવસ દરમ્યાન સૂરજનો અસહ્ય તાપ અને તેમાં ધગધગતી સુકી ધરાછાયડાનું નામોનિશાન નહીંએકલદોકલ હાડપિંજર જેવું સુકું ઝાડવું ક્યાંક જોવા મળેઅને રાત્રે પવનના સૂસવાટાક્યારેક એની સાથે મસ્તીમાં ઝૂમી ઉઠીને જોડાઈ જતી ધૂળની ડમરીઓઠીઠુંરતા અર્ધઢાકયા શરીર પર અથડાતા ફ્રિજમાંથી કાઢેલા ઠંડા બરફના ચોસલા જેવી પેલી ટાઢ તો જાણે કોઈ વેરીએ પોતાની કમાનમાંથી છોડેલા તીક્ષ્ણ બાણોનો વરસાદ  જોઈ લ્યો.
 બધું ચોગરદમ અને વચ્ચે બેઠેલું  દેવનું દીધેલું બાળકબે દિવસનું ભૂખ્યુંતરસ્યુંમાના ઉઠવાની રાહ જોતું બેઠેલુંસ્તનપાનની પ્રતિક્ષામાહમણાં મા ઉઠશે. 'મા ...ઊઊઠ ...' કાલી કાલી ભાષામાં એને કહેવા પ્રયાસ કરેપણ મા નિરૂત્તરબાળક માંને જોયા કરેજરીક એને ઢંઢોળેપછી એના મુખ પાસે જઈને કહે 'મા .. .. મા'. માના મુખ પર માનું હેત શોધવા મથેઅને પછી 'એં ..એં ..એં.' કરી એનું રડવાનું શરુ કરેરડાતું   હતું ને એનાથી તોગાલે ચોટેલા  સુક્કા આંસુંએનો 'એં એં એં .' નો હ્ર્દયદ્રાવક બેસુરો સુર ... પણ તરડાઇ ગયેલો રુદનમાં  તો એકાદું આંસુ કે  કોઈ અવાજ.
'પણ મા કેમ હજી ઉઠતી નથીહદ થઇ ગઈએને થાયરડી રડીને થાકીને પછી  બાળક આજુબાજુમાં પડેલી વસ્તુઓ ઉપર નજર કરેપડેલા પથરા અને કાંકરા સાથે રમત કરી સમય વિતાવવાનો પ્રયાસ કરેસમયની ટક ટક ચાલુ .
ઉપર ચકરાવા લેતું પેલું વનવાગળા જેવું કાગડાઓનું ટોળું અને તેમનો 'કા કા.' નો કૃશ અવાજનીચે બાળક એકલુંમાનવસમૂહથીએના પોતાના ટોળામાંથી છૂટું પડેલું , અટવાયેલુંએની રીતે ટકી જવા મથતું ...
 અસહ્ય ગરમીદઝાડતો તડકોઊની ઊની લૂ બાળકની કુમળી ચામડીને દઝાડતીરીતસર બાળતી જાણે.
પડી ગયેલી એકાદ દીવાલની ઓથે જઈ  કોકડું વળી જરીક બેસેછાયડો શોધતું.
અહીતહી રખડતું એકાદું કૂતરું પણ પેલા બાળકની જેમ  ભૂખ્યુંતરસ્યુંવાસીગંધાતોફેકાયેલો ખોરાક ફંફોસતું ...
બાળક અને રમતનો તો જુનો નાતોપોતાની આજુબાજુમાં પડેલા કાંકરા ઉપાડીને દૂર ફેકવાની પેલી રમત ચાલુ થાયફેકાયેલા કાંકરાથી પેલા કાગડાઓ ડરીને ઊડી જાય  જોઇને બાળક હરખી ઊઠે. ' .. .. ..કાગડા ઉડી ગયા' . તાળી પાડેગમ્મત રે ભાઈ ગમ્મતકાંકરા ફેકવાની સાથે કાગડાઓનો ઉડવાનો સંબંધ સમજાયબીજો કાંકરો ફેકાયકાગડાઓ ઉડી જાય , ફરી આવેફરી કાંકરો ઉચકાયફેકાયફરી કાગડાઓ ઉડી જાય ... સમય વીતે .
એને ફરી પેલી ભૂખ તરસ યાદ આવી જાયકાંકરા ફેકાતા બંધ થાયરમત અટકે એટલે કાગડાઓને વધુ છૂટછાટ મળેકા ..કા ..કા .. નો કંકાશ વધેઉડાઉડ કરતા  કાગડાઓ પણ ભૂખ્યા  હતા ને ?
તે બાળકના સુક્કા હોઠ અને ખાલી પેટપછી તે પા પા પગલી ભરીને આજુબાજુની જગ્યા તપાસેએના પગની અડફટે આવતા વાસણોઘરવખરીઓપરચુરણ સામાનઅને  શું..? બિસ્કીટ જેવું કશુક, ...અને એક ચમકારોક્યાં પેલી બેસ્વાદી ધૂળ અને ક્યાં  બિસ્કીટની મજજા!!! સુક્કા હોઠ પર ફરતી સુક્કી જીભજોર એકઠું કરી દબાયેલ ટુકડો ખેંચેજરીક હાથમાં આવે અને ... જેવો  ટુકડો મોમાં મુકવા જાય ત્યાં  પેલું દુશ્મન ખાઉધરું કુતરું હાથમાંથી  ટુકડો પણ ઝુટવી જાયઘડી પહેલાની  પ્રસન્નતા 'એં .. એં ..'ના રૂદનમાં વિલાપેબાળક રડે , દુખ રડે , ભૂખતરસ અને દુખની પરાકાષ્ટ।પછી પેલો મણ મણનો દુઃખનો ભાર સુકાયેલા આંસુમાં લઈને સુતેલી માં પાસે  ફરિયાદ કરવા જાયપાલવ પકડી કહે, 'પેલું કુત્તું માલી બીક્કિત લઇ ગયું '. એની કાલી કાલી ભાષા. 'મને લઇ આલ ' કહેતા ડૂમો  ભરાયપણ એની અસર એની માને કઈ  નહિથાકી હારીને  પછી માનું વક્ષ:સ્થળ શોધેવાંકું વળે . પાલવ આમતેમ કરીને જુએ મળે . નિરાશ થાય. 'ખરી છે  પણ ....' ભોય્ સરસું વક્ષ:સ્થળ કરીને સુતેલી માને પોતાનું પેટ બતાવીને  કહે, 'મને ભૂખ લાગી છે ...'.
'એટલું બધું કેમ માં ઉઘતી હશેઉઠતી  નથી .'બાળમાનસ વિચારેએને જવાબ  મળેમાંને ઢંઢોળવાનો બાળક ફરી વ્યર્થ પ્રયાસ કરેએટલામાં પેલી બિસ્કીટ આરોગીને કાટમાળ તળેથી બીજી બિસ્કીટના ટુકડા કાઢવા આકાશપાતાળ એક કરતા પેલા લુચ્ચા ભૂખ્યા કુતરા ઉપર એની નજર જાયતેવામાં  કાગડાઓનું પેલું ઝુંડ કા ...કા ...કરતુ પેલા કુતરા ઉપર હુમલો કરે..અને કુતરું તેમને ઉડાડી મુકે..શક્તિશાળી કૂતરાનો અશક્તીશાળી કાગડાઓ ઉપર  બીજો વિજય દૃશ્ય જોવામાં થોડીવાર તો ભૂખનું દુખ  બાળક ભૂલી જાય. 'માં ઉઠતી નથી..' નું દુખ પણ થોડીવાર માટે ભુલાય.
પણ ...'ઉઠશે ' ની આશા હજી છેઉઠવા સિવાય બીજો કોઈ પર્યાય એને મન છે  નહીએની બૌધિક સીમા અહી સુધી  વિસ્તરેલ છેમૃત્યુ શબ્દથી   અજાણ છેચેતન અને અચેતનનો તફાવત એને ક્યાં ખબર છે બધી વાતોથી અજાણ એવું  બાળક માંના પાલવથી  પોતાના હાથ પર ચોટેલી ધૂળ સાફ કરે છેચહેરા પરનો પરસેવો સાફ કરે છેનાનકડી બુદ્ધિનાનકડા હાથધૂળ કે પરસેવો એટલે શું પણ કદાચ  સમજતું નથીમનુષ્ય છેસ્વાભાવિક હશે એટલે કૈક એવી ચેષ્ટ। અનાયાસે  થઇ જાય છેપછી  નજર કરે છે માંના અર્ધ ઢંકાયેલા ચહેરા ઉપરનિરાંતે સુતેલી માના વાળમાં હાથ ફેરવતા  વિચારે છે, 'કેવી નિરાંતે માં સુતી છેએને ભૂખ નહિ લાગી હોયતરસ નહિ લાગી હોય?' માની ભૂખનું માપ કાઢવા  પ્રયાસ કરે છેપોતાના પેટ તરફ હાથ લઇ જાય છે ...જુએ છેકશું સમજાતું નથીતેવામાં એની નજર માના ગાલ ઉપર પડે છેવાળની થોડી લટ હવામાં ઊડી રહી છે . બાળક હળવેકથી  લટો સરખી કરે છેતેમ કરતાં એને પોતાની હથેળીમાં કૈક ભીનાશ જેવું લાગે છે.
'અરે લાલ લાલ રંગ અહી ક્યાથી આવ્યો?'  વિચારવા મથે પણ એને કશું સમજાતું નથી પોતાના  પહેરણ ઉપર લાલ થયેલી હથેળી સાફ કરે છેપછી માનો ઉડતો પાલવ પકડી માના  માથા પરની પેલી લાલ ભીનાશ સાફ કરે છે. 'ગંદુ ગંદુ બબડે છેએને મન  એક કામ છેએથી
વિશેષ કશું  નહિએને ક્યાં ખબર છે કે વિધાતાએ કરેલી ક્રૂરતાના પરિણામસ્વરૂપ અચેતન માંના માથા પરની લોહીની ભીનાશ  કાઢવા મથી રહ્યો છેવિધાતાની સામે એકલો ઝઝૂમી રહ્યો છેપછી ...
એની નજર પડે છે માના હાથ પરની રંગબેરંગી બંગડીઓ ઉપર . ખણ ...ખણ ...ખણ ... બાળક રમત શરુ કરે છે .'કેવો સરસ અવાજ છે?' એને થાય છેપેલા કર્કશ કાગડાઓના કા ...ક। ...ક। ....કરતા કેટલો બધો સારોબંગડીનો રણકાર થોડો સમય વિતાવે છે .
પવનના સુસવાટાધૂળની ડમરીકાગડાઓના કા .કા..કા ની વચ્ચે કોઈકવાર બંગડીઓના ખણ ખણ ખણનું કુદરતી સંગીત અનુભવતા ભૂખ્યા કાગડાઓભૂખ્યું કુતરુંભૂખ્યું બાળક અને પેલી નિરાંતે સુતેલી માં ..
ધસમસતું બણબણતું માખીઓનું ઝુંડ માં ની આસપાસ છેબાળક એને ઉડાડે છેપછી ઠોકર વાગતા ભમ્મ થઇ જાય છે અને પગેથી લોહી નીકળે છેધુળીયા હાથે  પછી બાળક ઘા પર ફૂક મારે છે, 'હાય ...' કહેતાદર્દ થાય છેમો કરમાય છેધુલે પણ જાણે એના ઘા ને ઘૂંઘટે લીધો છેધરાનો રુધિર રોકવાનો જાણે નીજી પ્રયાસ. ..કે પછી પેલા નિષ્ઠુર વિધાતાનું પશ્ચાતાપ રૂપી  એક આસુ હતું?
'પણ  ..વડી મોટી દીવાલ કેડે લઈને મા સુતી છે તે એને એનો ભાર નહી લાગતો હોય ..?' એવું કૈક બાળમાનસ વિચારે . 'એના પગ ક્યાં ...?' દીવાલ તળે દબાયેલા માં ના પગ  ખોળે …
પેલી માખીઓનો બણબણાટ પણ માખીઓ જોડે  ઉડી જાય છે થોડી વાર માટે .  પણ કદાચ ભૂખી  હશે કે શું ?
બાળક વિચારે, 'અહી જે બધો ઘરો હતા તે બધા  આજે કેમ ભમ્મ થયા છેબધા ક્યાં ચાલી ગયાએકદમ શાંતિ કેમ છે? ...અને મારો પેલો ઢીંગલો ક્યાં ગયો ...?' ત્યાં તો બાળમાનસની વિચાર ગતિને બ્રેક  લાગે છેમર્યાદા છે ને ?
બપોરનો ધોમધખતો તાપપાણી વિના કંઠ રુધાયપોક્કળ પેટપાંસળીઓ  દેખાય, .અને પછી તો .
..માં ને ઉઠાડી ઉઠાડીનેકાગડા અને માખીઓને ઉડાડી ઉડાડીને થાકેલુંપેલા કુતરાને ભગાડી ભગાડીને થાકેલું ભૂખ્યુંતરસ્યુંઅશક્ત એવું  બાળશરીર ધગધગતા તાવની લપેટમાં આવી જઈને માં પર  ઢળી પડે છેબેહોશીમાં .
* * *
'ધરતીકંપના ત્રણ દિવસ બાદ પોતાની જનેતાના શબ પરથી મળી આવેલ બેભાન બાળક તે   મુન્નો.' હું મુન્નાની ઓળખાણ કરાવું છું. 'એની સુશ્રુષામાં હું હતીભાનમાં આવતા  એણે મારી પાસે બીસ્કીટ માગી હતી.' રીપોર્ટરોના કાફલાને મારા ઈન્ટરવ્યુના સમાપનમાં હું કહું છું.
પછી  કાફલો પેલા બાળક તરફ વળે કેમેરાની ચાંપ ચપોચપ દબાય છેક્લીક ... ક્લીક ...ક્લીક .
'તારું નામ શું બેટા?'
'મુન્નો'
'..... અને  કોણ છે?'
'બિસ્કીટવાળી મમ્મી '
પ્રશ્નો અટકે છેસવાલો  ખૂટે છેબધાની આંખો ભીની થયેલ છે .
'મુન્નાની માં બની છુંમુન્નો અનાથ નથીમારા જીવનનું સર્જન  કદાચ પ્રભુએ મુન્નાની માં બનવા કર્યું છે,' રિપોર્ટરને કહેતા મારી આંખમાંથી રેલા ગાલ પર ઉતરે છે .
પછી હું મુન્નાને કેડે તેડી અંદર જાઉં છું .
એકાદ સંવાદદાતા કહેતો સંભળાય છે, 'વાહ વાહ રે વિધાતાકરામત ખુબ કરી તેં '.
બહાર તાળીઓનો ગડગડાટ સંભળાય છે .
અંદર મુન્નો મારી બચીઓમાં ન્હાય છે , બિસ્કીટ ખાતો ખાતો .
પછી મારા કરેલા ગલગલીયાથી  ખડખડાટ હસી પડે છે , અને ...
હું પણ .
___ ગુણવંત વૈદ્ય