બુધવાર, 6 ઑગસ્ટ, 2014

શ્વેત પતંગિયુ


શ્વેત પતંગિયુ તુજ કમરે પાંખ લઈ ને ઉડ્યું
ઝીણી ઝીણી ફૂલ ની વેલે આંખ મારી અડ્યું
હવા ને લાગી'તી તરસ મારંમાર કોઈ ઝગડ્યું
 એક ભરમ એક નરમ ભમરા ને સંગ બગડ્યું
શું જમા ને કંઈક ઉધાર ગરમ ગરમ ચૂમ્યું !!
પડ્યું, અડ્યું, બગડ્યું, ઝગડ્યું પછી ઝળહળ્યું
-----રેખા શુક્લ

मुहब्बतका दामन


मुहब्बतका दामन लूंट गया 
हाये रिश्तोंसे फिर घूंट गया
अंजामे लय बन्ती अरमानोंकी
पायल गर तूटती ना पांव की
सीने मे तडपते प्यार छूपाकर
रंग मे जीने ले दे प्यास अगर
रात क्यो न हो कितनी मतवाली 
सुबहां के आलम मैं तो खलबली
नज्मों मे देख छलके है मस्ती 
बनेंगे देख फिर अफसाने हस्ती
युं ना हमे सताया करो तूट गये
कांचके हैं, कहीं बिखर ना जाये
----रेखा शुक्ला (शिकागो)

ફિફ્ટી થ્રી સેંટ્સ...!!


ફિફ્ટી થ્રી સેંટ્સ...!!
રંગીન માછલીઓ તરતી હતી માછલીઘરમાં....બધું જ આરપાર દેખાતું...પારદર્શક ગ્લાસમાંથી..ને નાનો તુષાર ખુશ થતો થતો એકપછી એક માછલીઓ ને ઉછળતી ને ભાગતી જોયે રાખતો...માછલી ની જેમ હોઠ હલાવતો...ને દુર થી જાણે તેની સાથે વાત કરતો...બસ તે દિવસ ની વાત ને પછી માછલી ને ઘરમાં લઈ આવવાની જીદ પૂરી કરો તો જ સ્કુલે જઈશ...માછલી ને ખવડાવી ને જ ખઈશ...માનશો નહીં પણ રિસેસ માં પણ હઉકલી કરી
માછલી ને ખવડાવી વ્હાલ કરી ને દોટમૂકી ને દોડી જતો...!! ક્યારે ફૂંટી મૂંછો ને ક્યારે વિસરાઈ માછલી થોડુંક થોડુંક યાદ કરે તે પેહલા તો રશ્મિ મળી
સ્કૂલ માંથી કોલેજ માં પ્રવેશ્યો ને પેહલી નજર માં જ દિલ લાગી ગયું..!! સાલુ ખબર પણ ન્હોતી કે ખાવાનુંય યાદ નથી આવતું...ને આને પ્રેમ કહું!
ખબર નથી કંઈજ પણ ચારેકોર રશ્મિ દેખાય ને આંખ બંધ કરું તો સપનામાં આવી જાય..ચોપડી ની આડી દિવાલમાં અક્ષરોમાં પણ એક જ નામ દેખાય
પૂંઠા માં સંતાડી ને રશ્મિને નાની ચીઠ્ઠી માં કઈક લખી ને આપ્યું તુષારે...ને આતુરતાથી રાહ જોતો રહ્યો ને ત્રીજા દિવસે ચોપડી પાછી મળી..ને પૂંઠામાં
"હા" આવી એક ગુલાબી પેપરમાં...!!
   પાગલ પ્રેમી પંખીડા એકબીજામાં મશગુલ એકદૂજે કે લિયે..ફોરએવર ના સપના માં એક માછલી ને બીજી માછલી પ્રેમ કરવા લાગ્યા...!! બેંક ની 
નોકરી ને લીધે બદલી થઈ ને બંને જણાને છૂટા પડવું પડ્યું રડી રડી ને સૂજી ગઈ આંખો..!! પણ ચૂપચાપ વિદાય આપી રશ્મિએ મનોમન..તુષાર ખુશ
ન્હોતો ઓબ્વીયસ્લી..!! વિધાતા ક્યારેક કર્વ બોલ ફેંકે છે..જીવનમાં વણાંક આવે ને પલટાઈ જાય જિંદગી...આજે અચાનક માછલી સામે જોવું પણ 
ન્હોતું...ને મિત્ર ના ધક્કાએ હચમચાવ્યો...મનનો ગુસ્સો કહો કે રશ્મિ ને મીસ કરવાનુ દુઃખ કહો...બસ એમનેમ જોયા વગર સામો ધક્કો મારી દીધો.
મિત્ર ફંગોળાઈને ગ્લાસ સાથે અથડાયો ને માછલી 
ફર્શ પર તરફડતી હતી...ચારેકોર પાણી ને ગ્લાસ ના ટૂકડા...એક કાપો માછલી પર પણ હતો.
શ્વાસ મૂકે તે પેહલા આ ફિફ્ટી થ્રી સેંટ ની મનગતી 
માછલી તુષાર સામે જોઈ રહી હતી..હાંફતા હોઠે આઇ લવ યુ જાણે કહી રહી હતી..!!  પ્રેમભાવ નિર્મળ છે કે સસ્તો છે....લગાવ તો ફોન માટે છે, ખુરશી માટે છે, તો જીવતા જાગતા વ્યક્તિ માટે તો હોય જ ને પ્રેમ...હા તો બાળપણ થી ગમતી આ માછલી માટે ધૄસ્કે ધૄસ્કે રડ્યોને રશ્મિ માટે તરફડ્યો...આખા ત્રીસ વર્ષ... હા ત્રીસ વરસ પછી સામે 
મળી ને કહી પણ ના શક્યો આઈ મીસ યુ...ને સ્ટીલ આઈ લવ યુ...!! એક ચોપડી હાથમાં આવેલી તે મને યાદ આવેલી આવુ કઈક હતું...ટૂંકમાં કે અધુરી રહે આશાનેપૂરી કરવા માટે જીવ પાછો આવે છે...સાચે જ એક દિવસ ખોયેલી વ્યક્તિ
પાછી મળે તો ...એલિસબ્રીજ નીચે ગુર્જરી માં બુક જોઈ રશ્મિની ...પસ્તી માં ભળી જાણે હસ્તી ...બસ પ્રેમ એટલો સસ્તો...???
----રેખા શુક્લ ૦૮/૦૬/૧૪