રવિવાર, 19 જુલાઈ, 2020

કલાકૃતિ



સરતું વિચારબિંદુ ટપક્યું પીંછીએથી કેનવાસ પર ક્યારેક હસ્તું ક્યારેક વિચારતું ચિત્ર તાંકતું નજરૂમાં તો ક્યારેક સામે હસતું એક પેન્સિલની અણીથી થઈ અલગ વિસ્તર્યું રંગોમાં અને સર્જાઈ કલાકૄતિ. દિવાના છે રંગોના કલાકૃતિ સર્જવામાં ક્યારેક ગૂંથાયા રંગો નવા અનોખા કાપડમાં. આકારોના વળાંકોનો દોષ નથી પણ તુંડે તુંડે મતીર્ભિન્ના એમ કલા વિકસે છે દરેકમાં કોઈને સંગીતની દુનિયા ગમી કોઈને ભાષા વ્યક્તિ કે વસ્તુમાં. કુદરત કરે છે કમાલ અને તમને આપે છે કલા હવે તમે જો વિકસાવી શકો તો એમાંથી જે રચાય તે કૄતિ સૌને ગમે તો જરૂર વખણાય. મનુષ્યમાં સ્ત્રી અને પુરુષ પ્રભુની સર્વશ્રેષ્ઠ કૄતિ. પણ પાષાણે કંડારી મનુષ્યે પ્રભુની જો હસ્તી મૂર્તિ તો મંદિરે પધરાણી. બાળક જન્મે તો મા-બાપ નું સૌથી વ્હાલું લાગે કેમકે તેમનું સર્જન છેને. ખિલેલા ફૂલો મૌસમના જોઈ મન પ્રસન્નતા અનુભવે અને માળી એનું જતન કરે તો કોઈ મંદિરમાં તેનો હાર બનાવી ચઢાવે.
મને ખૂબ શોખ છે કલાઓ વિકસાવવાનો તેથી શરૂ શરૂમાં હું ડુડલીંગ કરતી દરેક હાંસિયામાં નાનું મોટું ચિતરકામ કરતી. પપ્પાનો વારસો મળેતો તો ચહેરો દોરતા શીખી ખરી. રંગો માં મેઘધનુ મારું પોતાનું બને ને આકાશે વિચરે મન ઉડી ને અડે. વોટર કલર ઓઈલ પેઇન્ટ પેન્સિલ કલર ને ક્રેઓન્સ ની મજા કલાકૄતિ ઝળકાવે. ક્યારેક વરસાદનું તો ક્યારેક ઉત્તરાયણનું વાદળોમાં સંતાયેલા સુરજ્દાદા કે ચાંદામામા અને નીચે ધર... ઝાડ ની બાજુમાં તળાવને તળાવમાં તરે હંસ અને માછલી. દિવસે દોરડા કૂદતી છોકરી દોરું તો ક્યારેક બસ રંગોળી. ઘણા વખતે નવું શીખ્યાનો આનંદ થયો જ્યારે એલ્યુમિનિયમ ઓક્સોડાઇઝ્ડ પ્લેટ ને કાર્વ કરી. ઓહ માય ગોડ કંપાસ એન્ડ્ની તિક્ષ્ણતાને તેની ફીટ પક્કડે આંગળીએથી લોહી ટપકે પણ કોઇ અનુભૂતિ નહોતી આંગળીમાં કે સંવેદના...પણ મારા રાધાકૃષ્ણ નું આર્ટ વર્ક પૂરુ કર્યાના સંતોષ હતો.. આજ મારી કલાકૃતિ સાચવીને રાખ્યાનો આનંદ છે. કલા ને સાહિત્યમાં લીધેલ રસ સાચવ્યો તેનો ગર્વ છે.
 --- રેખા શુક્લ

જ્યારે સૂરજ ઢળતો હતો, એ રોજ ત્યાં મળતો હતો

જ્યારે સૂરજ ઢળતો હતો, એ રોજ ત્યાં મળતો હતો
ખાનગીમાં જાણે શું શું કહેતો હતો, પ્રેમમાં પડ્યો હતો
હૈયે ટાઢક પામી કાયા મદમસ્ત ગુલાબી ખિલતો હતો

ઘંટનાદે થતી આરતીમાં લીન, તોય એને જો'તો હતો
મીન નયની હિરન ચાલમાં એ પણ સાથે ઝૂલતો હતો
જ્યારે સૂરજ ઢળતો હતો, એ રોજ ત્યાં મળતો હતો

મળે છે દિલ થી દિલ અહીં  શાંત દરિયો ધૂધવતો હતો
પાલવડેથી વિખુટા પારેવડા, ચાંચોમાં ચાંચો પોરવતો
જ્યારે સૂરજ ઢળતો હતો, એ રોજ ત્યાં મળતો હતો

પૂરવાને જીવમાં જીવ ઢળી રહેલી ગઝલ નિરખતો'તો
પર્વ હતો કે હતી સાંજ રોજ રોજ આમ વળગતો હતો
જ્યારે સૂરજ ઢળતો હતો, એ રોજ ત્યાં મળતો હતો

થનગન નાચે રૂપ સુંદરી વહેતી સરિતા પીતો'તો
પ્રિયતમાના ટહુકારે એ લળી લળીને વહેતો હતો
જ્યારે સૂરજ ઢળતો હતો, એ રોજ ત્યાં મળતો હતો

નખરાળીની મિઠ્ઠી મિઠ્ઠી વાતો ને એ પોંખતો હતો
જાય પ્રજવલ્લી શમ્મા, એવા મુકતક ટાંકતો'તો
જ્યારે સૂરજ ઢળતો હતો, એ રોજ ત્યાં મળતો હતો


પડખે અવળું સૂઈ પંંપાળે તો સૂંવાળપ સૂંઘતો હતો
પૂરી રાખીયે શું  શબ્દોને માળામાં કહીને ગાતો હતો
જ્યારે સૂરજ ઢળતો હતો, એ રોજ ત્યાં મળતો હતો

દિલે દીધા દાટી ઘાવ શબ્દોની આળમાં કહી રોતો હતો
પાડી દીધી આદત રોજની મારામાં આમ ડૂબતો હતો
જ્યારે સૂરજ ઢળતો હતો, એ રોજ ત્યાં મળતો હતો

સાંખે સંગે અંગેઅંગે, રંગ ઉઝરડા સ્મિતે ચૂંથતો હતો
તરફડે પરિંદુ નાદાન, પિંજરની જાળમાં ગૂંથતો'તો
જ્યારે સૂરજ ઢળતો હતો, એ રોજ ત્યાં મળતો હતો
-----રેખા શુક્લ

સુંદરતા


ગુગમ ગરિમા વાચિકમ મંચ પર શિકાગોથી રેખા શુક્લ ના નમ્રવંદન .
આજનો વિષય છે "સુંદરતા"
સુંદરતા પામતા પહેલા સુંદર બનવું પડે. એક પ્રકૄતિના સાનિધ્યમાં ને બીજા ભાખોડિયા ભરતાં બાળકમાં સુંદરતા મળીજ જાય છે. "Beauty is in the eye of beholder." જુદા જુદા રંગ ને જુદી જુદી ભાત ના વૄક્ષ - છોડવે આવે પાન ને મારુ મન લલચાય.. આજે કોઈ નવું પાન આવ્યું હશે.  " 'Bless this house with Love and Laughter' " વર્ષાના વધામણાં માં ભીંજાતા આ ઘર ને છત્રી ઓઢીને જોતી ઉભી રહી...નયનતારા ને મધુમતી બે સખીઓ પ્રકૄતિના સાંનિધ્યમાં ચૂપચાપ મગ્ન થઈ ને આનંદ માણી રહી.. દસ હજાર ટુલીપ્સ એમની સામે તાકી રહ્યા હતા. Mendenhall Glacier ને અચંબા પૂર્વક અમે જોઈ રહ્યા.હતા ત્યાં કુદકડી નયનતારા દોડી આવી. નવી શરૂઆત જાણે એનામાં નવું તરંગ આવ્યું !! ંઆ મંડેલા લેક ને જોઈ મધુમતી આછું સ્મિત કરી બોલી આપણે અહીંજ રહી જઈએ તો બોલ તારું શું કેહવું છે... જો છેક સુધી ટ્રેઈન આવે છે..!! આમ ઉતાવળે નિર્ણય કંઈ થોડો લેવાય ? પણ અહીં કેટલું રૂડુ રૂપાળું છે...
..ચોમાસે મધુમાસ ભળ્યો શું, કંટકોને કોરાણે કરીને કળીઓ બોલી તું ઝૂમ..તો ખરી.
Mendenhall Glacier  ગવર્નરનું મેન્શન  સીધાસાદા ઘર જેવું !!ગોલ્ડ પેનિંગ જુના કાટ ખઈ ગયેલા ઓજાર.. Mine -Mountain-Lake -Island-Glaciers-Icebergs-museum-Church n Mansion walked by to take pics in Victoria City in -British Columbia, Canada
 દરિદ્રતા જોઈ દ્રવી ઉઠતા હ્રદયે પરોપકારની ભાવના એ સુંદરતા, વ્યક્તિત્વની ભવ્યતા ને દેખાવડી વ્યક્તિની સુંદરતા કે લીંપેલ આંગણે કરેલી રંગોળીનો દેખાવ સુંદરતા માટે દ્ર્ષ્ટિ હોય તો જગત આખું સારું સારું લાગે. આમ જોઈએ તો આપણી દરેક સેન્સીસ અનુભવે સુંદરતા. કવિ તેને અલંકારિક શૈલીમાં પરોવે કે ચિત્રકાર દ્ર્શ્ય કરે. મંત્રોચ્ચારની મોહકતા ને સંગીત સાંભળીએ હા સુંદરતા માણીએ.
ખૂબ અનોખુ વતની વર્ણન મા'ણે મા'ણું ખોળી લાવ્યું
 બસ આમ ને આમ સાવ અમસ્તુ મળવા આવ્યું,
મોજા પાછળ મોજું દોડ્યું, ખળખળ બોલી આવ્યું.
લેકની ગોદમાં સૂરજ નાચે, વહેણ વલોવી આવ્યું,
અંધારા ઉલેચતા ચાંદલિયાને એકાદુ ઝોકું આવ્યું.
મૂંઝારો ને મૌન વેરાણુ, ડાળે ડાળું જો જાગી આવ્યું,
ઉંચી ડોકે લંબાતી ચાંચે પંખીડું "મા" ભાળી આવ્યું.
 ---રેખા શુક્લ