શુક્રવાર, 13 જુલાઈ, 2012

મટુકી


કાચના મોતીડે મઢેલી મટુકી
ઝાકળબિંદુ સ્પર્શે ભિંજી પાની
ઇન્દ્રધનુશ્ય જેવી લચકતી કમર
પાયલના ઝણકારે ગુંજે હવાની લહેર
નવરત્ન ચુંદડીએ ઢાંકી એણે પાંપણ
ગાગર પર બેડલું ને બેડલે ચઢાવેલ મટુકી
મીઠા મધુર રણકારે સાદ દે સખી ને
ઢળેલી આંખે ઘાયલ કરે તે મર્દોને
ખુલ્લી આંખે ભાળે સ્વપ્ના ને મલકાય
મળે સામે તો શર્મે હસી પાણીપાણી થાય
-રેખા શુક્લ