બુધવાર, 8 મે, 2013

ધમણીએ....


રફુ કર્યુ દાગોમાં તોય દર્દ ભીનું ભીનું
હર પળે કસોટી ભિંજ્યું દર્દ જુનું જુનું
--રેખા શુક્લ
કવિતા કરે ફુલોમાં પતંગિયું ઉડુ ઉડુ
ચક-મક ઝગમગ વ્હાલમાં જડુ જડુ
--રેખા શુક્લ
ભરવા પ્રાણ કાયનાતે
ઘબકે હ્રદય ધમણીએ...
તરસ્તા સ્પંદન ટેરવે
ધ્રુજતી ખુશ્બુ ધમણીએ.....
નાજુક કુમણી કળીએ
સુકી પાંદડી ધમણીએ.....
ઉડતી જુલ્ફો ધબકીને
મહેંકે પાલવ ધમણીએ....
---રેખા શુક્લ